પ્રથમ લોકમત અને ભેટ યોજના – વિજેતાઓ… 2


પ્રિય વાચકમિત્રો,

આ પહેલા અહીં જાહેર કરેલી લોકમત અને ભેટ યોજના (ઇ-પુસ્તક) માં ભાગ લઈને ખૂબ ઉપયોગી પ્રતિભાવો તથા સૂચનો આપનાર અનેક મિત્રોનો હ્રદયપૂર્વક આભાર માની રહ્યા છીએ. અનેક મિત્રોએ પોતાનો કીમતી સમય ફાળવીને આખું ફોર્મ તથા જરૂરી વિગતો ભરી આપી છે, એ અંતર્ગત અમુક સૂચનો અમને ખૂબ ઉપયોગી લાગ્યા છે, શક્ય એટલી ઝડપે તેમનો અમલ કરવાની પૂરી તૈયારી કરવામાં આવશે. કેટલાક સૂચનો હાલ પૂરતા તો અમલમાં મૂકવા શક્ય નથી અથવા તે માટે કેટલાક ડિઝાઈનર અથવા ડેવલોપર મિત્રો તરફથી ટેકનીકલ માર્ગદર્શનની જરૂર છે.

શ્રી કાર્તિક મિસ્ત્રી તથા સુરેશભાઈ જાની દ્વારા સૂચવવામાં આવેલ મોબાઈલ ઇ-પુસ્તક માટેનું ઇ-પબ ફોર્મેટ ગુજરાતી ભાષાને સપોર્ટ કરતું નથી (યુનિકોડને જ સપોર્ટ કરતું નથી.) એવી મારી જાણકારી છે. (જુઓ આ અડોબ ફોરમ પેજ.) પીડીએફ થી ઇ-પબ ફોર્મેટમાં ફેરવવા કેલિબર જેવી સુવિધા વાપરી શકાય છે, પરંતુ તે યુનિકોડ કન્વર્ઝન કરી આપતુઁ નથી. આ વિશે કોઈ પણ મદદ અથવા જાણકારી આવકાર્ય છે.

એક મિત્રએ સીધી પીડીએફ ફાઈલ આપવા અને ડાઊનલોડ લિન્ક ન આપવા સૂચવે છે, પરંતુ અહીં એ જણાવવુ ઉચિત રહેશે કે ડાઊનલોડ વિભાગની પુસ્તકની કોઈ પણ કડી પર જમણે ક્લિક કરી અને Save Target As વિકલ્પ પસંદ કરવાથી એ ફાઈલને કોમ્પ્યુટર પર સીધેસીધી ડાઊનલોડ કરી શકાય છે. આ સિવાય એ કડી પર સામાન્ય ક્લિક કરવાથી બ્રાઊઝરમાં પુસ્તક પીડીએફ પ્રકારમાં ખુલશે જેને Save વિકલ્પ વડે સંગ્રહી શકાય છે.

અન્ય એક વડીલની સલાહ છે કે ગુજરાતી સાહિત્યની ક્લાસિક્સ અને ખૂબ વંચાતા પુસ્તકો તથા અભ્યાસમાં ઉપયોગી થાય તેવા પુસ્તકો ડાઊનલોડ વિભાગમાં ઉમેરાવા જોઈએ. તથા કોઈ વ્યાપારીક હેતુઓ કે પૈસા કમાવાની વૃત્તિ વગર આ પ્રવૃત્તિ આગળ વધતી રહેવી જોઈએ. કલ્પનાશીલ અને હકીકતથી દૂર હોય તેવી વાતો કરતા પુસ્તકો કરતા જીવનોપયોગી સાહિત્ય અને એ વિશેના ઉપયોગી પુસ્તકો જ મૂકાવા જોઈએ.

તો સામે એક મિત્ર એમ પણ સૂચવે છે કે જે પુસ્તકો માટે અક્ષરનાદ પૈસા ચૂકવીને ઓનલાઈન ઉપલબ્ધ કરાવે તે પુસ્તકો માટે જરૂરી રકમ વાંચકો ચૂકવે પછી જ તે ઉપલબ્ધ કરાવાય. આપણું ધ્યાન ગુજરાતી સાહિત્યના પ્રચાર અને પ્રસાર પર હોવું જોઈએ, પુસ્તકોની ઈ-આવૃત્તિ તૈયાર કરવા પર કે તેમને આવા સ્વરૂપે ફરી ઉપલબ્ધ કરાવવા પર સમગ્ર ધ્યાન ન હોય તે જરૂરી છે.

ઘણાં મિત્રોનું સૂચન છે કે પુસ્તકોની સાઇઝ બને તેટલી નાની હોવી જોઇએ અને તેમને ઝિપ ફોર્મેટમાં ઉપલબ્ધ કરાવવા જોઇએ. જો કે ‘મારુ વિલ અને વારસો’ તથા ‘કચકડે અગરીયાઓનું જીવન’ એ બે ઇ-પુસ્તકોને બાદ કરતા મોટા ભાગના ઇ-પુસ્તકો ૨ મેગા બાઇટ્સથી ઓછી જ સાઇઝના છે. વળી તેમને સરળતાથી પ્રિન્ટ કરી શકાય તથા ફુલસ્ક્રીન વાંચી શકાય તેવી સુવિધા લગભગ બધાં જ પ્રમુખ પીડીએફ રીડરમાં ઉપલબ્ધ છે. ટેક્સ્ટ ટુ સ્પીચ સુવિધા જો કે ગુજરાતી ભાષા માટે હજુ શક્ય હોય તેમ લાગતું નથી. પરંતુ એક મિત્રનું ઓડીયો પુસ્તક ઉપલબ્ધ કરાવવાનું સૂચન ખરેખર ખૂબ જ સુંદર છે.

પુસ્તકના અંતે લેખકની અથવા સંપાદકની અને પ્રકાશકની સંપર્ક વિગતો આપવાનું સૂચન સરસ છે, જો કે આ માહિતિ પુસ્તકના પ્રથમ કેટલાક પાનાંઓમાં હોય જ છે, વળી પુસ્તકના અંતિમ પાના પર એવા જ પ્રકારના અન્ય વાંચવા લાયક પુસ્તકો અને એ વિષયના વધુ વિગતો આપતા પુસ્તકો દર્શાવવાનું સૂચન પણ સરસ છે.

આ સિવાય નરસિંહ મહેતા, અખો વગેરે જેવા આદ્યસાહિત્યકારોના પુસ્તકો, હકારાત્મક વિચારો ઉપસાવતા સ્વ મદદના પુસ્તકો, ગુજરાતી નાટકની સ્ક્રિપ્ટ તથા તે વિશેની વિગતે જાણકારી, શૈક્ષણિક પુસ્તકો, બાળ સાહિત્યના પુસ્તકો, ઇન્ટરનેટ વિશેના પુસ્તકો જેવા અનેક પ્રકારો પણ મિત્રોએ સૂચવ્યા છે. ચાલો ગઝલ શીખીએ જેવા અન્ય કાર્યશિબિરો મૂકવા તથા એ શૃંખલાને ઇ-પુસ્તક તરીકે મૂકવાનું સૂચન પણ અમલમાં મૂકી શકાય તેવું છે.

એકંદરે લોકમત અને ભેટ આપવાનો આ વિચાર (Giveaway and Poll) મિત્રોએ અનેક પ્રતિભાવો અને સૂચનોથી વધાવ્યો એ જોઇને ખૂબ આનંદ થયો. બધા સૂચનો ધ્યાનમાં રાખીને નીચેના ચાર મિત્રોને હાલમાં અનુવાદિત થઈને તૈયાર થયેલ “વર્ડપ્રેસની મદદથી સ્વયં તમારી વેબસાઈટ બનાવો” આ પુસ્તક ઇ-મેલ મારફત ટૂંક સમયમાં મોકલી આપીશું. નીચે આપેલા નામ પ્રતિભાવ મળ્યાના ક્રમ મુજબ મૂક્યા છે.

  • કાર્તિકભાઈ મિસ્ત્રી
  • સુરેશભાઈ જાની
  • મિતેષભાઈ ભટ્ટ
  • મનીષભાઈ મિસ્ત્રી

ઉપયોગી સૂચનો બદલ આ સર્વે મિત્રોને ખૂબ આભાર સહ અભિનંદન. ઇ-પુસ્તક ૩૦ જાન્યુઆરી સુધીમાં ઇ-મેલ દ્વારા રવાના કરવામાં આવશે. ઉપરોક્ત સર્વે મિત્રોને વિનંતિ કે પુસ્તક મળ્યાથી ઇ-મેલ મારફત તેની જાણ કરે. અક્ષરનાદ પર ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડીયામાં બીજી આવી સ્પર્ધા અને ભેટ યોજના આવી રહી છે…..


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “પ્રથમ લોકમત અને ભેટ યોજના – વિજેતાઓ…

  • Suresh Jani

    અક્ષરનાદ તરફ થી લોકમત ભેટ યોજના માં પ્રતિભાવ સ્વીકાર માટે આભાર .
    અક્ષરનાદ સાથે બીજા અનેક વિષય પર વિશેષ વાત ઈમૈલ દ્વારા કરીશ.
    અક્ષરનાદ ના તમામ વાચકમિત્ર નો અભાર