આંસુઓ, મિથ્યા આંસુઓ – આલ્ફ્રેડ ટેનિસન, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ 1


આંસુ, મિથ્યા આંસુઓ,
મને ખબર નથી એનો અર્થ શું?
આંસુ,
ગહન આંતરીક નિરાશાને લીધે હ્રદયમાં ઉદભવતા
અને શરદઋતુના લહેરાતા ખેતરોને જોઈને
આંખોમાં ઉભરાતા આ આંસુઓ
એ દિવસોને વિચારે છે જે હવે રહ્યાં નથી.

વહાણ પર પડતા
સૂર્યના પ્રથમ કિરણ જેવા તરોતાજા
હ્રદયસ્થ મિત્રોને, તેમની યાદોને ઉભારી લાવે છે,
અંતિમ મુલાકાત જેવું ઉદાસ, રાતુંચોળ મન
અંતિમોને વળોટીને આપેલા
સમગ્ર પ્રેમ સાથે ડૂબી રહ્યું છે
ખૂબ ઉદાસ, ખૂબ તરોતાજા
એ દિવસો હવે રહ્યાં નથી.

આહ, આ આંસુ કાળી ઉનાળુ સાંજ જેવું
ઉદાસ અને વિચિત્ર છે,
ઉંઘમાંથી અડધા ઉઠેલા
પક્ષીઓના પ્રથમ સૂર જેવું,
બંધ થઈ રહેલી આંખોથી
મૃત:પ્રાય થઈ રહેલા કાન સુધી,
એક ઝાંખો પ્રકાશ રેલાવતી બારી
ઉઘડી રહી છે, હળવે હળવે
ખૂબ ઉદાસ, ખૂબ તરોતાજા એ દિવસો હવે રહ્યાં નથી.

મૃત્યુ પછી યાદ કરાતા વહાલ જેટલું પ્રિય
અને મીઠું છતાં એ કલ્પિત નિરાશ તરંગી ચુંબન જેવું
પ્રેમ જેટલું ગહન,
એ હોઠ વડે જે ફક્ત બીજા માટે…
આંસુ, પ્રથમ પ્રેમ જેટલું ઉંડુ
અને બધી ખિન્નતા છતાં બેકાબૂ
હે જીવનમાંના મૃત્યુ, એ દિવસો હવે રહ્યાં નથી.

– આલ્ફ્રેડ ટેનિસન, ભાવાનુવાદ – જીજ્ઞેશ અધ્યારૂ

Tears, idle tears, I know not what they mean,
Tears from the depth of some divine despair
Rise in the heart, and gather to the eyes,
In looking on the happy Autumn-fields,
And thinking of the days that are no more.

Fresh as the first beam glittering on a sail,
That brings our friends up from the underworld,
Sad as the last which reddens over one
That sinks with all we love below the verge;
So sad, so fresh, the days that are no more.

Ah, sad and strange as in dark summer dawns
The earliest pipe of half-awakened birds
To dying ears, when unto dying eyes
The casement slowly grows a glimmering square;
So sad, so strange, the days that are no more.

Dear as remembered kisses after death,
And sweet as those by hopeless fancy feigned
On lips that are for others; deep as love,
Deep as first love, and wild with all regret;
O Death in Life, the days that are no more.

– Lord Alfred Tennyson

વિક્ટોરીયન સમયના નોંધપાત્ર કવિ આલ્ફ્રેડ, લોર્ડ ટેનિસન (૧૮૦૯-૧૮૯૨) દ્વારા “ધ પ્રિન્સેસ” ના ગીત સ્વરૂપે લખાયેલ આ રચના માઉન્ટમાઉથશાયર નામના સ્થળના એક ખંડેર મઠની મુલાકાતથી પ્રેરાઈને તેમણે આ કવિતા “Tears, Idle Tears” લખેલી. વિલિયમ વર્ડ્ઝવર્થ દ્વારા પણ આ જ સ્થળની મુલાકાતે એક રચના લખાયેલી. શબ્દોના લાલિત્યને લઈને આ રચના ખૂબ સભર લેખાઈ છે. વિરોધાભાસી અને દ્વિઅર્થી સૂરોને લઈને આ કવિતા ચર્ચામાં રહી છે, જેમ કે રચનાકારના મતે આંસુઓ મિથ્યા છે અને છતાંય હ્રદયની ગહનતામાંથી ઉભરે છે, શરદઋતુના લહેરાતા ખેતરો ઉદાસી ઉભી કરે છે વગેરે. એક વિવેચક લખે છે કે જ્યારે ટેનિસન આવા શબ્દો અને વલણો દાખવે છે ત્યારે તે શબ્દોની અદભુતતા સાથે નાટકીય પાસું પણ ઉમેરાય છે. આ જ કવિતાના ભાવાનુવાદનો એક નાનકડો પ્રયત્ન મેં અત્રે કર્યો છે.


આપનો પ્રતિભાવ આપો....

One thought on “આંસુઓ, મિથ્યા આંસુઓ – આલ્ફ્રેડ ટેનિસન, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ

  • P U Thakkar

    ભાષાંતર અને ભાવનુવાદ. બહુ ફર્ક છે એ બંનેમાં. કવિતા વાંચીને મઝા પડી. બાકી તો Lord Alfred Tennyson ને ક્યાં વાંચવા જવાના હતા? શ્રી જિજ્ઞેશભાઇએ ભાવાનુવાદનો પ્રશંસનીય પ્રયાસ કર્યો છે. અભિનંદન અને આભાર આવી કવિતા પીરસવા બદલ.