Daily Archives: January 11, 2011


રસધારની વાર્તાઓ (ભાગ ૨) – ઝવેરચંદ મેઘાણી (ઇ પુસ્તક ડાઉનલોડ) 4

મારા મિત્ર માયાભાઈ વાઘ જ્યારે જ્યારે રા’નવઘણની આ વાત તેમની આગવી શૈલીમાં દોહાઓ લલકારતા કહે છે ત્યારે સાંભળનારના કાનને ખરેખર અનેરી શાતા મળે છે. રા’નવઘણની વાત અહીં પસંદ કરવા પાછળનો હેતુ એ જ છે. આ વાતની સાથે સંકળાયેલી જે વાત ઓછી જાણીતી છે તે એ કે કેટલાય વર્ષ સુધી વાહણના મૃત્યુ વિશે એક આંસુ ન પાડનાર આહિરાણીએ જ્યારે રા’નવઘણ જુનાગઢનો રાજા બને છે ત્યારે વર્ષો પછી પોકે પોકે રડે છે અને વાહણના મરશિયા ગાય છે. આહિરોમાં ત્યારથી બંગડી કે સેંથાનો કોઈ રિવાજ રહ્યો નથી. ત્યારથી કાળુ કાપડુ પહેરીને સતત આહિર સ્ત્રીઓ વાહણનો શોક મનાવે છે, તેમની એ વેશભૂષાની પાછળ રહેલા આ સત્યની કથની આપણી દરેક વાત, દરેક પ્રથા પાછળના ઉંડા ઈતિહાસની સાક્ષી પૂરે છે. આશા છે આ ઈ-પુસ્તકની બધી વાતો સાથે ઉત્કટતાથી તેના ઈ-સંસ્કરણને પણ આવકારાશે.