પૈસો ને લક્ષ્મી એક નથી.
પૈસો કૃત્રિમ વસ્તુ છે.
છાપખાનામાં એક ઠપ કર્યો કે રૂપિયાની નોટ.
એક ઠપ કર્યો કે સો રૂપિયાની
એક ને સો રૂપિયા માટે સરખો પરિશ્રમ.
આવી છે, પૈસાની ઘટોત્કચની માયા !
અનાજ લક્ષ્મી છે.
એક શેર અનાજ ઉત્પન્ન કરવા
જેટલો પરિશ્રમ કરવો પડે
તેના કરતા બે શેર માટે બમણો કરવો પડે.
પૈસાની કીમત કાયમ ઓછીવત્તી થયા કરે.
આજે અમુક રકમમાંથી ચાર શેર અનાજ મળે,
તો કાલે બે શેર
અને પરમ દિવસે એક શેર પણ થઈ જાય !
એટલે તેને હું લફંગો – લબાડ કહું છું.
આજે એક બોલે અને કાલે બીજું !
લક્ષ્મીનું તો સ્થિર મૂલ્ય છે
પહેલાં જેટલા અનાજથી પેટ ભરાતું
આજે પણ તેટલા જ અનાજથી પેટ ભરાય છે.
લક્ષ્મીનું સ્વરૂપ પૈસા જેવું માયાવી નથી
કે ઘડીએ ઘડીએ તેના રંગ બદલાય.
લક્ષ્મી દેવતા છે, પૈસો દાનવ
પૈસાને આપણે લક્ષ્મી માની લીધી છે !
આનાથી મોટો ભ્રમ બીજો કયો હોય?
લક્ષ્મી તો હાથની આંગળીઓમાં વસે છે,
કરાગ્રે વસતે લક્ષ્મી !
– વિનોબા
(યજ્ઞ પ્રકાશન, ભૂમિપુત્ર, હુજરતપાગા રોડ, વડોદરા દ્વારા પ્રકાશિત પુસ્તક “લફંગા પૈસાનું અનર્થકારણ – વિનોબા” માંથી સાભાર. પુસ્તકનું મૂલ્ય ૩૦/- રૂપિયા.)
મોંઘવારી, ફૂગાવો ને આર્થિક મંદી વગેરે તો રોગનું આજે ઉભરી આવેલ લક્ષણ માત્ર છે, મૂળ રોગ માટે તો ઉંડી તપાસ થવી જોઈએ. તે હેતુથી અર્થવ્યવસ્થાનું વિહંગાવલોકન અને વિશદ છણાવટ વિનોબાજીએ વર્ષો પહેલા કરેલી. પૈસાને અને લક્ષ્મીને આપણે એક જ ગણી લઈએ છીએ પણ એ ભ્રમને વિશે વિનોબાએ પદ્યરૂપે આપેલી પ્રસ્તુત રચના કેટલું બધું સમજાવી જાય છે? પૈસાને તેઓ લફંગો લબાડ અને અળવીતરો કહે છે. અનુભવો લક્ષ્મી અને પૈસા વચ્ચેનો ફરક.
Excellent articles but why not allowed to copy and print?
very fine article! money only doesn’t give happiness. Money earned by hard work only pays! Lage raho!!!!!
‘Money’ and ‘Power’ is dominating our present world,many advantages and disdvantages have also been debated about it,when some one preaches ‘Money’ is an evil,so either he has burned his fingers to get it or failed to get it with all real struggle,well we are here onyl talking about ‘Money’ evil, but true wealth,we should call it ‘LAXMI’ gives person good thinking and passion for welfare of downtrodden, one must make difference between ‘Money’ and ‘Laxmi’.
Vinoba Bhave was good thinker,but somehow his ‘Bhoodan Yagna’ movement did not like Indians,and eventually collapsed,no body now utters any words about it in India,many of his followers have sheltered to ‘Money’!!!
Still making money at the expense of poor Indians(those are really poors).
People are strange animals,one can not be trusted!!
This concept and difference of ‘DHAN’ and ‘LAXMI’ is futile now to describe it,to explain and to preach to people,they just don’t listen.
We see milllion of people go and lisgten all these socalled ‘Kathakars,SWAMIS,Bapus,and Mahants,but no any direct effects on morals of our people,they just listen as good audience and when they come out of from it and forget all good things and naxt day planning to start new scandal,scam and more corruption!!!
Good people are confused and dumpfounded that what is happening now in India!!!!
What deam we all had it? and what happened!!!
પૈસાનું અસ્તિત્વ સાથે કેટલા પાપો, અત્યાચારો, અન્યાયો અને અનર્થોની વણથંભી વણજાર લઈને આવ્યું છે. એનું પ્રલોભન માનવને અવળે પંથે લઈ જાય છે.
Jigneshbhai, How you are managing your daily routine to maintain your passions…in such a beautiful way with versetile subjects…!!
લક્ષ્મી દેવતા છે, પૈસો દાનવ
પૈસાને આપણે લક્ષ્મી માની લીધી છે !
આનાથી મોટો ભ્રમ બીજો કયો હોય?
લક્ષ્મી તો હાથની આંગળીઓમાં વસે છે,
કરાગ્રે વસતે લક્ષ્મી !
ધન્યવાદ
વિનોબાજી કોટી કોટી વંદન સાથે
ખુબ જ સરસ વાત પૈસા વિશે કરવામા આવેી…….!