જીંદગી : વ્યાખ્યા કે અનુભવ – હાર્દિક યાજ્ઞિક 11


જીંદગી વિશે અનેક વિચારો, અનેક ચિંતનો અને વિવેચનો આપણા સાહિત્યમાં ઉપલબ્ધ છે, પણ જીવનના સમગ્ર દ્રશ્યને શબ્દોની પીંછી વડે વ્યાખ્યાથી લઈને અનુભવ સુધીના કેનવાસ પર એબસ્ટ્રેક્ટ સ્વરૂપે ચીતરવાનો સુંદર પ્રયત્ન શ્રી હાર્દિકભાઈ યાજ્ઞિકનો છે. વાચક મિત્ર શ્રી હાર્દિકભાઈની આ ત્રીજી કૃતિ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ રહી છે. પ્રસ્તુત કૃતિ અક્ષરનાદને મોકલવા તથા પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. તેમની કલમે આવી વધુ કૃતિઓ મળતી રહે તેવી અનેક શુભકામનાઓ – જીજ્ઞેશ અધ્યારૂ

* * * * * *

જીંદગી ..

ઘણા લોકો માને છે કે જીંદગી દુનીયાની સૌથી રંગીલી ચીજ… પણ પ્રશ્નએ થાય કે આ જીંદગીને ચીજ કહેવાય ખરી?

જે હશે તે પણ છે બહુ રંગીલી, એના અનેક રંગો દેખા દેતા હોય છે.

ક્યારેક માસ્તરની નજર ચૂકવીને ક્લાસની બહાર ઉભેલા પાણીપુરીવાળાને જોતા બાળકની ભૂખી આંખોમા એ ભુરાશ પકડે છે, તો ક્યારેક ક્લાસમાં કોઇકની સ્માઇલ મેળવીને આખો દિવસ ગુલાબી રહેતા કોઇક છોકરાના ચહેરા પર એ જ જીંદગી શરમાતી હોય છે.

પચાસ વર્ષની ઉંમરે તમારા ભાભીથી સંતાઇને, ગેલેરીમાં આળસ ખાવાના બહાને બાજુના ઘરના સુમનભાભીને જોઇ ને પાણી પાણી થઇ પરસેવામાં વહી જતી આ જ પુરુષોત્તમલાલની જીંદગી, એંશીં વર્ષની ઉમરે મંદિરમા કોઇના સહારે ઉભી ઉભી પરભવની ચિંતા કરતી જોવા મળે છે.

ઘણી વાર વિચાર આવે કે આ જીંદગી મોટી કે ઇશ્વર ?

ઇશ્વર મોટા હોવાના માન્યતા સીવાયના કોઇ પુરાવા નથી, પણ એ વાત પણ ખરી કે દરેક જીંદગી ઇશ્વરથી બીતી હોય છે.

“એ મારુ ખરાબ કરશે તો?”

“એ મારી પાસેથી મારા સ્વજનને છીનવી લેશે તો?”

“હે ઉપરવાળા ! આ વખતે સંભાળી લે.. આવતી વખતથી આવુ નહી કરું બસ !”

પણ દરેક વખતે એને ના પાડી જીંદગી ઇશ્વરને છેતરતી રહી છે. તો પછી પ્રશ્ન એ થાય કે મોટુ કોણ ? ઇશ્વર કે જીંદગી ?

હંમેશા પોતાનામાં મુસ્તાક રહેતી જીંદગી જયારે વાસ્તવિકતાનો સામનો કરે ત્યારે ભીડની ગર્તામાં ખોવાતી જાય છે. એને બીક છે લોકોમા ભૂલાઇ જવાની અને યાદ રખાવવા એ એટલા કામ કરે છે કે એક દિવસ એ સંદતંર ભૂલાઇ જાય છે.

જીંદગી…

સ્વજનની વિદાયવેળાએ જ્યારે હૈયાફાટ રુદન કરતી હોય ત્યારે કેટલી માંયકાંગલી ને દયનીય લાગતી હોય છે અને આવી જ કોઇ જીંદગી કોઇનું ખૂન કરીને લુચ્ચી રીતે હસતી હોય ત્યારે કેવી બિભત્સ લાગતી હોય છે નહી?

સાંજની ટ્રેનમા ઘરે પાછા ફરતા ભીડમા લોલુપતાથી કુંટુબ નિયોજનની જાહેરાત જોતી જીંદગી ઘરના બંધ ઓરડામા કયારેક જીતતી તો કયારેક હારતી જોવા મળે છે. ઘણી વાર કંઇક કરી બતાવું કહેતી જીંદગી કોઈ સ્વર્ગ કે નરક હશે કે નહી જેવી નિરર્થક વાતોમા આખુ આયખુ કાઢી નાંખે છે.

પોતાની પછીની પેઢીને સારા ગુણો શીખવાડતી જીંદગી જયારે પોતે જ બ્લ્યુ ફિલ્મના મોર્નીગ શો ની ટિકીટ લેવા સંતાઇને લાઇનમા ઉભી હોય ત્યારે કેવી લાગતી હશે ?

કોઇ ફિલ્મી હિરોઇનના લગ્ન થઈ ગયા બાદ ના છુટકે તેની ફિલ્મો જોવાનુ બંધ કરે ત્યારે થાય કે આનાથી જીંદગી ને કોઈ ફાયદો ખરો?

શ્મશાનમા ડાઘુઓ બનીને આવતી અનેક જીંદગી જ્યારે તડાકા મારતી, જોકસ કહેતી કે ઘરે જવા વારે વારે ઘડિયાળ જોતી નજરે પડે ત્યારે થાય કે પેલી ચિતા પર પડેલ લાશ અમથીજ જીંદગી બની ને જીવતી હતી …

હશે ત્યારે આપણામા પણ આવી જ કોઇ જીંદગી જીવી રહી છે તો પછી …

– હાર્દિક યાજ્ઞીક


આપનો પ્રતિભાવ આપો....

11 thoughts on “જીંદગી : વ્યાખ્યા કે અનુભવ – હાર્દિક યાજ્ઞિક

 • P U Thakkar

  જિંદગી તારા કેટલા રૂપ!!

  પાર વગરના તારા રૂપ જિંદગી!!
  પામી ન શકાય એવા તારા રૂપ જિંદગી!!

  લોભી સ્વા ર્થીને મન લાભ જિંદગી,
  પ્રાપ્તિની ચાહના અને પ્રાપ્યનો હર્ષ જીંદગી,
  લોભે લખ્ખણ જાય તો, અસહ્ય જિંદગી,
  છેવટે થકવી જ દેતી જીંદગી !!

  શું કરે કોઇ, નદી કિનારે ય તરસ્યા ??
  નદી કિનારે તરસ્યા, એ તો લાચાર જિંદગાની,
  અક્કરમીનો પડીયો કાણો, એવી ય જીંદગાની,

  રણમાં તરસ્યા રહ્યા એ જ જિંદગી,
  રણમાં પાણી મળે મઝાની જિંદગી.

  સંસાર ખારો, તો વિરક્તભાવ, એ જ જીંદગી,
  સાધુતા તો ય એકલતા સાલે ? ખરી જીંદગાની !!
  સંસારીને સાધુતા લલચાવે એવી જીંદગાની,

  સાધુને સંસાર લલચાવે, અરે !!
  સાધુ સંસારને લલચાવે, આ તો-
  આ તો, ઇડીયટ જીંદગાની !!

  પાર વગરના તારા રૂપ જિંદગી!!
  પામી ન શકાય એવા તારા રૂપ જિંદગી!!
  -પી. યુ. ઠક્કર

 • kiran mehta

  વાહ, કેટલી સચોટ વ્યાખ્યા કરી છે જીન્દગીની ! ખરેખર આપણામા પણ આવી જ કોઇ જીન્દગી જીવી રહી છે તો પછી…………

 • Ashok Vaishnav

  આપણા વર્ણાશ્રમના સમયાંતરોનાં પ્રમાણોના આધારે એવું ગણાયકે પચીસેક વર્ષના અંતરાલે આપણે જિંદગીની વ્યાખ્યા બાંધતા હોઇએ છીએ, ચાલીસેક વર્ષના અંતરાલે વ્યાખ્યા અને અનુભવની તુલના કરતા હોઇએ છીએ અને સાઠીના દાયકામાં જિંદગીના અનુભવોને અનુભવતા હોઇએ છીએ.
  પરંતુ એટલું તો નિર્વિવાદ જ જણાય છે કે અનુભવો જિંદગીને અનુસરે જ છે, ગમે તેટલુ ગ્યાન આ પ્રક્રિયાને અતીક્રમી નથી શક્યું

 • pragnaju

  સ્વાર્થ બધા સગપણ ભુલાવી દે…
  ………………………………………….
  આજ મૈંને એક આદમી કી લાશ દેખી

  યૂઁ તો મૈંને બહુત સી લાશેં દેખી હૈ

  પર ઇસ લાશ કી તરફ઼ મૈં આકર્ષિત થા
  થાય સરખામણી તો ઊતરતા છીએ,
  તે છતાં આબરુને દીપાવી દીધી,
  … જાત મરી ભલે ને તરાવી નહીં,
  લાશ મારી પરંતુ તરાવી દીધી.

  -‘બેફામ
  યૂઁ લગા કિ મૈં ઇસ આદમી કો પહચાનતા થા

  ઇસ આદમી કી જિંદગી કો જાનતા થા