લલિતભાઈ ખંભાયતાના પુસ્તક ‘ભારતના ૭૫ જોવાલાયક સ્થળો’ માં અનેકરંગી એવા આપણાં દેશનાં ૭૫ જોવા-ફરવા-જાણવા-માણવા જેવા અનેકરંગી સ્થળો રજૂ કર્યાં છે. આ યાદીમાં સ્થાન ન પામ્યા હોય એવાં સ્થળો પણ બેશક છે જ, પરંતુ આઝાદીનાં ૭૫ વર્ષ નિમિત્તે અહીં ૭૫નો આંકડો પસંદ કર્યો છે.
પ્રસ્તુત છે પુસ્તકમાંથી લીધેલા કેટલાક સ્થળોની વિગતો; પુસ્તક પ્રાપ્તિની માહિતી લેખને અંતે મૂકી છે.
ભારત વિવિધતાથી ભરેલો દેશ છે. પ્રવાસીઓને અહીં તેમના રસ મુજબ વૈવિધ્ય મળે છે. કિલ્લા જેવા ઐતિહાસિક સ્થળો, ગુફાઓ, મંદિર સહિતનાં ધાર્મિક સ્થળો, ડુંગર, નદી, ધોધ, વન જેવી કુદરતની રચનાઓ, ટ્રેકિંગ, હાઇકિંગ માટેના વિસ્તારો, મ્યુઝિયમ જેવાં ઇતિહાસનાં સંગ્રહસ્થાનો; એમ અદ્વિતિય વૈવિધ્ય મળી રહે છે. અનેકવિધ સ્થળોએ ખાવાપીવામાં પણ એટલી જ વિવિધતા જોવા મળે છે. આ પુસ્તકમાં ૭૫ જેટલા વિવિધ સ્થળો વિશેની પ્રાથમિક માહિતી અપાઈ છે. એમાંથી ત્રણ સ્થળો વિશેની માહિતી અહીં લીધી છે.
મરિન નેશનલ પાર્ક (જામનગર)
દેશમાં નેશનલ પાર્ક અનેક છે, પણ સમુદ્રી-દરિયાઈ નેશનલ પાર્ક એક જ અને એ જામનગ૨ પાસે આવેલો છે. પાર્કનું મુખ્ય આકર્ષણ પરવાળાના ૪ જેટલા ટાપુ છે અને એ પાણીમાં અડધોક કિલોમીટર અંદર પહોંચ્યા પછી શ થાય છે. એ બધામાં સૌથી પ્રસિદ્ધ પિરોટન ટાપુ છે. સાથે અહીં મ્યુઝિયમ પ છે, જે સમુદ્રના ઊંડાણમાં આવેલી આસાનીથી ન જોવા મળતી દરિયાઈ સૃષ્ટિન પરિચય આપે છે. ઓટના સમયે આ પરવાળાના ટાપુ પર પર માછલ કરચલા, સી હોર્સ અને એવા તો બીજા લગભગ ૨૦૦ પ્રજાતિના સમુદ્રી જીવ જોવા મળે છે. પાર્કમાં કુલ તો ૩૭ પ્રકા૨ના પરવાળા, ૩૦ પ્રજાતિના કરચલ ભાગ્યે જ જોવા મળતો ગ્રીન સી ટર્ટલ, ૧૦૦થી વધુ પ્રકા૨ની શેવાળ વગે રહે છે.
- પાર્ક જામનગરથી દ્વારકા ૨ોડ પ૨ ૫૫ કિલોમીટર દૂર આવેલો છે. વાડિયા ગામ તરફ જતા રસ્તાથી થોડો અંદર હોવાથી અને તેના વિશે રસ્તા પર કોઈ બૉર્ડ ન હોવાથી આ પાર્ક હાઈ-વે પર સહેલાઈથી નજ૨ નથી પડતો.
- જામનગ૨થી દોઢેક કલાકની સફરે પાર્ક સુધી પહોંચી શકાય છે. રિક્ષા ટૅક્સી જેવાં વાહનો મળી રહે છે.
ખાવા-પીવાની સામગ્રી સાથે લઈને જવી, ત્યાં નહીં મળે. ત્યાં ગાઇડ મળી રહે છે જેઓ ત્રણસોથી ચારસો રૂપિયા લેશે. પાર્ક સવારના ૮થી સાંજના ૬ સુધી ખુલ્લો રહે છે. ઑક્ટોબરથી માર્ચ અહીં મુલાકાતનો ઉત્તમ સમય છે.
રાણીની વાવ
ઉત્તર ગુજરાતના પાટણમાં આવેલી ૧૧મી સદીમાં બનેલી વાવ સૌંદર્ય-કળા કારીગરીનો બેનમૂન ખજાનો છે. સોલંકી (ચૌલુક્ય) કાળના રાજા ભીમદેવના અવસાન પછી આ વાવ તેમની રાણી ઉદયામતીએ બંધાવી હતી. પ્રબંધચિંતામણી’માં નોંધાયેલા ઇતિહાસ પ્રમાણે ૧૦૨૨થી ૧૦૬૩ વચ્ચે તેનું બાંધકામ થયું હતું. ૮૦૦થી વધુ બેનમૂન શિલ્પકૃતિઓ ધરાવતી આ વાવ પૂર્વ પશ્ચિમ બંધાયેલી છે. એટલે કે પૂર્વ તરફ વાવનું પ્રવેશદ્વાર છે અને પશ્ચિમ તરફ કૂવો એટલે કે પાણીનો મુખ્ય કુંડ છે. શિલ્પશાસ્ત્રમાં આપેલા વાવના વિવિધ પ્રકારો પ્રમાણે આ વાવ નંદા પ્રકારની છે. તેની પહોળાઈ ૬૫ ફીટ, લંબાઈ ૨૧૩ ફીટ અને ઊંડાઈ ૯૨ ફીટ જેટલી છે. સદીઓ સુધી જમીનમાં સંતાયેલી રહેલી આ વાવ નજરે ચડ્યા પછી ૧૯૬૮માં પુરાતત્ત્વવિભાગે ખોદી કાઢી તેનું પુનરુત્થાન કર્યું છે. એ વખતે વાવમાંથી રાણી ઉદયામતીની મૂર્તિ પણ મળી આવી હતી. યુરોપમાં જ્યારે અંધકાર યુગ ચાલતો હતો ત્યારે પાટણમાં જમીનમાંથી અંધારું ઉલેચીને વાવનું બાંધકામ ચાલી રહ્યું હતું.
વાવની દીવાલો પર અનેક પ્રકારનાં શિલ્પો છે. જેમાં વીસહથી મહિષમર્દિની દેવી, કોપાયમાન ઉમા, બ્રહ્મા-સાવિત્રી, ઉમા-મહેશ, ગણેશ, કુબેર, વિશ્વરૂપમ્ વિષ્ણુ, મહાલક્ષ્મી, હનુમાનજી વગેરેનો સમાવેશ થાય છે. દીવાલો ૫૨ રામાયણ-મહાભારતનાં પ્રસંગો અને સોળ શૃંગારનાં શિલ્પો પણ છે. * સાત માળની છે અને તેમાંથી છ માળ તો સ૨ળતાથી ઉ૫૨થી જ ગણી શકાય છે. દરેક માળ ઊતરવાનાં પગથિયાં અને પછી ત્યાં પરસાળ બનાવાઈ છે.
- વાવની મુલાકાત માટે ટિકિટ ખરીદવી જરૂરી છે.
- વાવ પાસે જ સહસ્રલિંગ તળાવ અને બૈરામખાંનો મકબરો પણ જોવા જેવાં છે.
ધોળાવીરા (કચ્છ)
કચ્છનું ધોળાવીરા અલગ અને આગવું મહત્ત્વ ધરાવે છે. ઐતિહાસિક, પુરાતત્ત્વીય, સાંસ્કૃતિક, પર્યાવરણીય વગેરે દૃષ્ટિએ મહત્ત્વ ધરાવતા આ સ્થળને ૨૦૨૧માં યુનેસ્કો’એ ‘વર્લ્ડ હેરિટેજ સાઇટ’ જાહેર કરી દીધું છે. કચ્છમાં ઉત્તર છેડે આવેલું આ નગર આમ તો એકાંતવાસી છે. ધોળાવીરા સિંધુ ખીણની સંસ્કૃતિ-સભ્યતાના સૌથી મહત્ત્વના નગર પૈકીનું એક હતું. હડપ્પીય સંસ્કૃતિનું સૌથી મોટું નગર હતું. ઈસવીસન પૂર્વે ૩,000થી લઈને ઈસવીસન પૂર્વે ૧૭૦૦ની સાલ સુધી આ શહે૨નું અસ્તિત્વ હતું. ધોળાવીરા આજે પણ રહસ્યમય નગર છે. હજારો વર્ષ પહેલાં એ કેમ ખાલી થયું કે નાશ પામ્યું હશે તેનું નક્ક કારણ મળતું નથી. અહીંથી મળી આવેલું સાઇન બૉર્ડ જગતનું સૌથી પ્રાચીન બૉર્ડ ગણાય છે, જેની લિપિ સંશોધકો ઉકેલી શક્યા નથી. ધોળાવીરા જળસંગ્રહ માટે બનેલું નગર હતું. આજે જેટલાં બાંધકામો બચ્યાં છે, એમાંથી ૫૦ ટકા કરતાં વધારે તો જળ વ્યવસ્થાપન માટેનાં છે.
- ધોળાવીરા છેવાડે આવેલું સ્થળ છે. અહીં રહેવા માટે ગામવાસી દ્વારા સંચાલિત એક ઠીક-ઠાક રિસોર્ટ છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ હોય ત્યાં ભોજન માટે અગાઉથી જાણ કરવી હિતાવહ છે. ધોળાવીરા ગામમાં હોમ સ્ટેની સગવડ છે. હવે નીકે ટેન્ટ સિટીની સગવડ ઉભી થઈ છે.
- ધોળાવીરા ફરવા માટે ૨-૩ કલાક જોઈશે અને સમજવા માટે સ્થાનિક ગાઇડ મળી રહેશે.
- બાજુમાં ૧૮ કરોડ વર્ષ જૂના લાકડાના અવશેષો અને પથ્થરના અવ ધરાવતો ફોસિલ પાર્ક છે. એ અડધો દિવસ કાઢી ફરવા જેવી જગ્યા છે. અકલ્પનીય સૌંદર્ય ધરાવતું સફેદ રણ છે, જ્યાં બહુ ઓછા પ્રવાસીઓ જાય છે.
ફરવા જવાનું આયોજન કરતા હો, તો પહેલાં આ પુસ્તકનાં પાનાં ફેરવી લો. શક્ય છે, તમારા પ્રવાસન સ્થળ વિશેની પ્રાથમિક માહિતી અહીંથી જ મળી જાય.
પુસ્તક પ્રાપ્તિની વિગતો – મૂલ્ય ૧૨૫/- રૂ.; પ્રકાશક ઃ બુકશેલ્ફ અમદાવાદ
Thanks For Share This Article