Daily Archives: June 13, 2018


મશહૂર અભિનેત્રી વનલતાની વસમી દશા… – હર્ષદ દવે, પ્રકાશ પંડ્યા 7

હોટલે પહોંચતાં જ વનલતાને એથી યે કડવો અનુભવ થયો. પોતાના રૂમની ચાવી માંગી ત્યારે મેનેજરે ચાવી આપવાને બદલે બાજુમાં મૂકેલો તેનો સામાન બતાવ્યો અને કહ્યું, ‘તમારે રૂમ ખાલી કરવાની છે.’ વનલતાએ કહ્યું, ‘શા માટે?’ મેનેજરે કહ્યું, ‘તમે કચ્છી શેઠ સાથે ઝઘડો કર્યો છે. અમને કચ્છી શેઠની નારાજગી ન પોસાય. તમે કોઈ બીજી હોટલ શોધી લો.’ હવે તેના મગજની કમાન છટકી, તે બૂમો પાડવા લાગી. પણ કોઈએ તેની વાત સાંભળી નહીં. તે બહાર નીકળી બાજુમાં આવેલી ત્રણ-ચાર હોટલોમાં ગઈ પણ કોઈએ તેને રૂમ ન આપી. કોઈ કચ્છી શેઠની નારાજગી વહોરવા તૈયાર ન હતા. હવે તે ખરેખર ગભરાઈ ગઈ. શું મુંબઈ ઉપર આ કચ્છી શેઠનું રાજ હતું. તેમની આણ એટલી બધી મોટી હતી!
તેની નજર સામે આવેલી પોલીસ ચોકી પર પડી. તેને થોડી શાંતિ થઇ. રસ્તો ક્રોસ કરીને તે પોલીસ સ્ટેશનમાં ગઈ. આખી પોલીસ ચોકી ઊભી થઇ ગઈ. વનલતા કેટલી મશહૂર અભિનેત્રી હતી,