ઓશો : એક વિરાટ વ્યક્તિત્વ – ચેતન. સી. ઠાકર 13


ઓશો કે જેઓ શરૂઆતમાં આચાર્ય રજનીશના નામથી અને પછી ભગવાન રજનીશ અને છેલ્લે કેવળ ઓશોના નામથી દુનિયાભરમાં મશહૂર થયા, તેમના છેલ્લા નામનો શબ્દ – ઓશો જાપાનીઝ શબ્દ છે જેનો અર્થ થાય છે સાગરીય અનુભવ, એક બૂંદ સાગરમાં ભળી જાય અને સ્વયં સાગર થઈ જાય. હું જે વ્યક્તિ વિશે લખવા જઈ રહ્યો છું તે માટેની લાયકાત હું ધરાવતો નથી કારણ કે હું તેનો કોઈ અનુયાયી નથી કે ડાઇ હાર્ડ ફેન પણ નથી. હા ચોક્કસ એક સારો વાચક અને વિચારક હોવાના લીધે મેંં તેમને વાંચ્યા છે, સાંભળ્યા છે, માણ્યા છે. તેમના જીવનને અને તેમના વ્યક્તિત્વને મૂલવવાનો મારી રીતે થોડો પ્રયાસ કર્યો છે જે હું અહીં આપની સાથે વહેંચી રહ્યો છું.

આ લેખ લખવા પાછળનો ઉદ્દેશ્ય કેવળ એટલો જ છે કે નવી પેઢીના વાચકો આ મહામાનવે આપેલા વિચારો અને અસાધારણ તર્કશક્તિથી ભરેલા તેમના વિવેચન ઓનલાઇન સાંભળી શકે અને માણી શકે, જો તેમને ઈચ્છા થાય તો જ. હું દાવાથી કહી શકું કે તર્કશક્તિ બાબતે આનાથી વિશેષ કોઈ વિચારકને મે સાંભળ્યા નથી કે વાંચ્યા નથી. એમનો તર્ક એટલો બધો ચોક્કસ અને સ્પષ્ટ હોય છે કે સાંભળનારને / વાંચનારને કેવળ ગળે ઉતરી જાય એટલું જ નહીં પણ તેને સંતોષનો ઓડકાર આવી જાય કે હવે આનાથી અન્ય કાંઇ ઉત્તમ હોઇ શકે નહીં.

ઓશો અજોડ દર્શનશાસ્ત્રી અને તર્કશાસ્ત્રી હતા. મારા જેવા ઘણા વાચકોએ ઓશોના માધ્યમથી સિગમંડ ફ્રોઈડ અને ફેડરીક નિત્સે જેવા માનસશાસ્ત્રી અને તર્કશાસ્ત્રીના વિચાર જાણ્યા. હાલમાં જ અક્ષરનાદના સંપાદક અને જાણીતા લેખક શ્રી જીગ્નેશભાઈ અધ્યારૂએ એક અમેરિકાની વેબસીરીઝ જેનું નામ “વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી” છે એ વિષે લખેલા પોતાના સમીક્ષા લેખમાં આચાર્ય રજનીશનો ઉલ્લેખ કરેલો. હવે એમના વિષે થોડી પાયાની વાતો કરીએ. આચાર્ય રજનીશનો જન્મ ૧૧-૧૨-૧૯૩૧ના રોજ મધ્યપ્રદેશના ખૂબ જ નાનકડા ગામ કૂચવાડામાં થયો હતો. તેમનું બાળપણ તેમના નાના-નાનીના ઘરે પસાર થયું હતું. તેઓ તેમના માતાપિતાના કુલ ૧૧ સંતાનોમાં સૌથી મોટા હતા. વધુ સંતાનો હોવાને લીધે તેમનો ઉછેર તેમના નાનાનાની પાસે થયેલો. ઓશોના કહેવા મુજબ તેમના નાની પાસે ગજબની સૂઝ અને દૂરદર્શિતા હતી જેનો પ્રભાવ ઓશો ઉપર હકારાત્મક રીતે પડ્યો.

તેમના જન્મસ્થળ કૂચવાડાથી માત્ર ૧૨૫ કિલોમીટર દૂર જબલપુર નામના નાના શહેરમાં મહર્ષિ મહેશયોગીનો જન્મ થયેલો, આમ મધ્યપ્રદેશના આ નાના એવા વિસ્તારમાં બે મહાન આધ્યાત્મિક ગુરૂના જન્મ સ્થાન આવેલા છે. ઓશો વિષે મને સ્પર્શી ગયેલી વાત હોય તો એ છે તે તેઓ પૂર્ણ સમયના અને જીવનપર્યંત આધ્યાત્મિક ગુરૂ હતા. યુવાનીના બે-ત્રણ વર્ષ બાદ કરતા તેમણે કોઈપણ નોકરી કે ધંધો ક્યારેય કર્યો નથી. તેઓ બાળપણથી જ આધ્યાત્મિક માર્ગના મુસાફર હતા. તેઓ બાલ્યાવસ્થામાં પણ અજાણતા ધ્યાનની સ્થિતિમાં ચાલ્યા જતા, તેમનું બાળપણ સામાન્ય બાળક જેવું જ પસાર થયેલું. તેમની કુશાગ્ર બુદ્ધિ અને તીવ્ર યાદશક્તિને લીધે તેઓએ એમ.એ. સુધીનો અભ્યાસક્રમ ફિલોસોફીના વિષય સાથે પાસ કર્યો ત્યારબાદ થોડો સમય કોલેજમાં અધ્યાપક તરીકે કાર્ય કર્યું પછી તેઓ પૂર્ણ સમય લોકોને જાગ્રત કરવાનું કામ કરતા રહ્યા અને ભારત ભ્રમણ કર્યું. ૧૯૭૦ની આસપાસ મુંબઈ આવી ત્યાં ખૂબ પ્રવચનનો આપ્યા અને લોકોને જાગૃત કર્યા. તેમના પ્રવચનોથી અનુયાયીઓની સંખ્યામાં દિનપ્રતિદિન ખૂબ વધારો થવા લાગ્યો. સમાજના ઈન્ટેલેક્ચ્યુઅલ બિઝનેસ ટાયકૂન અને મોટા-મોટા પ્રોફેશનલ ઓશોના પ્રવચનથી અને પુસ્તકોથી અભિભૂત થઈ ગયા. સાથે સાથે વિવાદો પણ સર્જાતા ગયા અને આ વિવાદો તેમના જીવનનો અનિવાર્ય ભાગ બનીને રહી ગયા. ઓશોના પ્રવચનોથી આકર્ષાઈને પશ્ચિમના લોકો તેમના ડાય-હાર્ડ ફેન બની ગયા હતા અને ઓશો જેની ઉપર સૌથી વધારે ભાર મૂકતા તે ધ્યાન પધ્ધતિ વિષે રૂબરૂમાં જાણવા અને ધ્યાન શીખવા માટે ભારતમાં મોટા પ્રમાણમા વિદેશીઓ આવવા લાગ્યા.

ઓશોએ ધ્યાનની લગભગ ૧૦૮ જેટલી પધ્ધતિઓ વિકસાવી હતી. ઓશો પોતાના પ્રવચનમાં ધર્મના વડાઓને, રાજકીય વડાઓને નિશાન બનાવતા અને તેમનો જાહેરમાં ઉધડો લેતા, પોતાના અસાધારણ તર્કથી તેમને પાખંડી સાબિત કરતા. આમ તેઓએ ખૂબ જ મોટા પ્રમાણમાં વિવાદો સર્જ્યા. આ વિવાદો જીવનપર્યત તેમની સાથે જ રહ્યા પરંતુ તેમના પ્રવચનની કેટલીક ખાસ વાતો એવી પણ હતી કે જે વાચકોને જીવનપર્યંત યાદ રહેશે. તેમણે લોકોને સાચી ધાર્મિકતા શું છે તે શીખવી અને ધર્મના નામે ચાલતા પાખંડથી દૂર રહેવાનુ શીખવ્યું, ભક્તિ ડરથી, લોભથી, લાલચથી નહીં પણ એ બધાથી આગળ વધીને આનંદથી કરવાની છે, પૂજા પરમાત્માની થાય પૂજારીની ન થાય એ વાત તેમણે સ્પષ્ટતાથી ખુલ્લેઆમ કહી.

તેમણે જે તે સમયે કહેલી કેટલીક વાતો આજે પણ વાંચવી અને સાંભળવી ગમે છે, અને પ્રસ્તુત પણ લાગે છે. ઓશોનો ધીમો, મીઠો અને માદક અવાજ વર્ષો સુધી દરેક સાંભળનારના કાન અને મસ્તિષ્કમાં ગૂંજે છે. તુમ અગર ખુશ નહીં રહોગે તો તુમ્હારે ભીતર પરમાત્મા કેસે ખુશ રહ પાયેગા, તુમ અગર દુઃખી રહોગે તો તુમ્હારે ભીતરકા પરમાત્માભી દુઃખી રહેગા, તુમ અગર ભયભીત રહોગે તો તુમ્હારે ભીતરકા પરમાત્માભી ભયભીત રહેગા ઇસી લિયે મેં કહેતા હું હર ક્ષણ ઔર હર હાલ મેં ખુશ રહો, ક્યોકી તુમ્હારી ભીતર રહા પરમાત્માભી યહી ચાહતા હૈ.

ઓશોના વિચારોનું ફલક એટલું મોટું હતું કે તેના માધ્યમથી મારા જેવા અગણિત વાચકોએ દરેક ધર્મ અને દરેક ધર્મના મહાત્માઓ વિષે આછેરી ઝલક મેળવી. તેમણે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, વિ. ધર્મ વિષે ઊંડાણથી ચિંતન કરેલું. તેમણે ભગવાન રામ, કૃષ્ણ, શિવને ખૂબ પ્રેમ કર્યો અને ક્યારેક ધર્મની ત્રુટીઓ દેખાડવાની બિનજરૂરી ચેષ્ટાઓ પણ કરી જેને લઈને સનાતન ધર્મિઓના રોષનો ભોગ બન્યા. તેઓએ મીરબાઈથી લઈને મહાત્મા ગાંધી વિષે વિવેકાનંદથી લઈ કબીર અને રહેમાન સુધીની ઘણીબધી અધ્યાત્મિક હસ્તીઓ વિષે ઊંડાણથી લખ્યું છે અને ભગવાન બુધ્ધ વિષે તો ઓશો જેટલું ભાગ્યેજ કોઇકે લખ્યું હશે. ૧૯૮૦ પછી અમેરિકાના ઓરેગન પ્રાંતમાં ખૂબ જ મોટા કદના આશ્રમની સ્થાપના કરી અને ત્યાં અધ્યાત્મિક પ્રવૃતિઓને વેગ આપ્યો પરંતુ ત્યાં થયેલા વિવાદને લીધે તેમને નાલેશી સાથે ભારત પરત આવવું પડ્યું. ત્યારબાદ તેઓ પૂના ખાતે રજનીશ આશ્રમમાં જ રહ્યાં, તેમનું મૃત્યુ ૧૯-૦૧-૧૯૯૦ ના રોજ પૂનાના આશ્રમમાં જ થયું. આ રીતે એક યુગ પ્રવર્તક પુરુષે આપણી વચ્ચેથી વિદાય લીધી.

– ચેતન. સી. ઠાકર


આપનો પ્રતિભાવ આપો....

13 thoughts on “ઓશો : એક વિરાટ વ્યક્તિત્વ – ચેતન. સી. ઠાકર

 • healwell51

  વારંવાર નામ અને પદ બદલવાની જરૂર કોઈ સંત હોય તો શા માટે પડે? પોતે જ પોતાની રીતે પોતાના માટે વિશિષ્ટ વિશેષણો પ્રયોજ્યા કરવાનો અર્થ શો?
  એમને બરાબર વાંચે અને એમના વર્તનને સાચી રીતે મૂલવે તો એમના જ વિરોધાભાસોથી વેગળા થઈ જાય. આ એક એવું સાચ છે જે એમના અનેક અનુયાયીઓ અનુસર્યા છે. આ જ એમનું મૂલ્યાંકન છે.

  • Jignesh Adhyaru Post author

   જી, એવું આપનું માનવું છે.. પ્રતિભાવ બદલ આભાર.

   અક્ષરનાદ પર પ્રતિભાવો સાચા નામ સાથે હોય એવો અમારો આગ્રહ હોય છે.

 • Jignesh

  ઓશોના જીવાની ફલશ્રુતિ શું? સમાજને શું આપી ગયા? તેમના જીવનની થી કે પ્રવચન થી સમાજમાં કયા ક્રાંતિકારી પરિવર્તન આવ્યા?

 • PANKAJ K. THAKER

  I know only one thing… A man is in total darkness as to his status prior to birth and subsequent to death. All that is known is about the period called life during which man takes birth, grows-up through the various stages of life, experiencing pain and suffering also fleeting joys & sorrows till life comes to an end in the form of death beyond which nothing is known. There is no certain rule, There is no God, There is no religion. In the universe, where we are and who we are ? How we come into existence…is still a question for scientists also. Only one thing I have learned after reading so many philosophers and religious books etc., that one should try to remain happy in real sense otherwise ageing processing is continuous and you will join the majority when time comes. Truth and Fact are words created by human and it changes according to global criteria. In simple word.. You have to pass time here on earth.. Make it maximum enjoyable… Thats all..

  PANKAJ THAKER
  pankajkumar590@gmail.com

  • smdave1940

   Pankajbhai, you are correct . The main aim of our life is how to make it happier and happier without harming others. That is why AANANDA (આનંદ) is attached either as prefix or suffix to a NAME. It is an inherent property of Human Society to go towards Ananda by achieving knowledge and livelihood. But livelihood has to be to such an extent that we do not become a slave to it.

 • smdave1940

  આચાર્ય રજનીશ, ઉર્ફે ભગવાન રજનીશ ઉર્ફે ઓશો રજનીશ ઉર્ફે સંત રજનીશમલ વિષે શું કહી શકાય?
  “આચાર્ય” અને ભગવાન અને સમયાંતરે પ્રીફીક્સ તરીકે લગાવવું કે આ બધું કાઢીને “ઓશો” માત્રથી ઓળખાવવું અને ફોટો લગાવી દેવો કે જેથી ફોટાવાળા ભાઈ ને ઓશો માની ને દર્શક કે આગળ ચાલે અને વાચક બને.
  રજનીશની આ બધી ઉપાધિઓ, નહેરુએ “ભારતરત્નની ઉપાધિ પોતે જ પોતાને આપેલી.” એ વાતની યાદ અપાવે છે. પણ એવાત જવા દો. આપણે મૂળ વાત ઉપર આવીએ.
  રજનીશ અને આસારામ વચ્ચે કોઈ ભેદ હોઈ શકે નહીં.
  સંત રજનીશમલની, અધ્ધર અધ્ધર વાતો કરવી અને સફીક્સે કે પ્રીફીક્સે પ્રાસ અને લય વાળા વાક્યો બોલવાની આદતોથી જનતા પરિચિત છે. દાખલા તરીકે જો લય ન આવતો હોય તો પણ જો સફીક્સે અગાઉ લય આવી ગયો તો પછીના વ્યાક્યના અંતે સફીક્સે શ….. નો ઉપયોગ કરી લેવો.
  આસુમલ પોતાની લીલાઓને લીધે કારાવાસ ભોગવી રહ્યા છે. રજનીશમલ વહેલા ગુજરી ગયા એટલે કારાવાસથી બચી ગયા. ઓશો આસારામ અને સંત રજનીશ મલને એક જ વહાણના પ્રવાસી માની શકાય.
  ભારતીય પ્રણાલી પ્રમાણે સંત રજનીશમલની “શલાકા પરીક્ષા” કરી શકાય.
  “ધ્વનિ એક શક્તિ છે. શક્તિનો નાશ થઈ ન શકે. હાલ વિજ્ઞાન એટલું વિકસિત નથી કે આપણે કૃષ્ણની બંસરીએ કરેલા સ્પંદનો સાંભળી શકીએ. પણ ભવિષ્યમાં જ્યારે વિજ્ઞાન વિકસિત થશે ત્યારે આપણે વૃંદાવનમાં બંસરીને સાંભળી શકીશું. કારણકે એ તરંગો અવિનાશી છે. શક્તિ અવિનાશી છે.” ભગવાન (રજનીશમલ) ઉવાચ.
  વૈજ્ઞાનિક પ્રતિક્રિયાઃ
  હવા ફક્ત વૄંદાવનમાં નથી. આખી પૃથ્વિ ઉપર છે. જે સ્પંદનો ૫૦૦૦ વર્ષ ઉપર ઉત્પન્ન થયાં તેમણે તો કલાકે ૧૨૩૩ કીલોમીટર ની ઝડપે ચારે દિશામાં ફેલાઈ ૨૨ લાખ વખત પૃથ્વિના ચક્કરો મારી લીધા છે અને હજી કદાચ મારતા હશે. તેની એનર્જીનો પ્રચંડ લોસ પણ ગણત્રીમાં લેવો જોઇએ. તેમજ ડૅમ્પીંગ ઓફ એનર્જી અને તેની સમાન તરંગ લંબાઈવાળા અને સમાન એમ્લીટ્યુડવાળ અને તેની સાથે મીક્સ થઈ શકતા તરંગોએ તેને અન ઈન્ટેલીજીબલ કરી નાખ્યા હોય તે ભૂલી ન શકાય.
  સાંતાક્રુઝમાંથી ઉડતા વિમાનનો અવાજ આપણને ચાર કિલોમીટર દુર આવેલા પરેલમાં સાંભળાતો નથી.
  અવાજ જેમ આગળ વધે તેમ તે નાનો ને નાનો થતો જાય છે. કંપન કરતા હવાના કણો જે પોતાના કંપનને તેની નજીકના કણને અથડાઈને પોતાનું કંપન ટ્રાન્સફર કરતા હોય છે તે રીતે અવાજનું પ્રસર્ણ થાય છે. અને તે રીતે આગળના અણુઓનું કંપનનું એમ્લીટ્યુડ નાનુંને નાનું થતું જાય છે. અને તેથી શૂન્ય થાય છે પણ તે દરમ્યાન બીજા વધુ કંપન કરતા કણો તે કણ ઉપર વધુ અસર કરતા હોય છે. એક કણ નું સ્ટેટસ ઓછામાં ઓછું દર ૫ મીલી સેકંડે બદલાય છે. એટલે ૫૦૦૦ વર્ષ માં તો પરાર્ધ સ્ટેટસ બદલાઈ ગયા. આપણે એક વાયુના અણુના (કણના) ને તેના પૂર્વેના સ્ટેટસ ઉપર લાવી સકતા નથી. તો પરાર્ધનંબરનું પૂર્વ સ્ટેટસ અને તે પણ પરાર્ધ પરાર્ધ કણોને તો નજ લાવી શકાય.
  બીજી એક વાત, તમે એક પત્થર ૧૦ મીટર દૂર ફેંક્યો. એટલે પત્થરે સ્થાન બદલ્યું. હવે તે પત્થર તેના પૂર્વ સ્થાન પર નથી. તરંગનું પણ આવું જ છે. વૃંદાવનમાં ની બંસરીના સ્વરો કૃષ્ણ ભગવાને છોડ્યા પછી વૃંદાવનમાં તો મળે જ નહીં. તમને એક સેકંડ પછી ૩૪૩ મીટર દૂર મળે.
  સંત રજનીશ મલને ભૌતિકશાસ્ત્રનું જ્ઞાન ન હોય તે સમજી શકાય છે. પણ ડાહ્યા લોકોએ જે શાસ્ત્રમાં ચાંચ ડૂબતી ન હોય તેમાં ચંચૂપાત કરવો ન જોઇએ.
  આવા તો અનેક સંત રજનીશમલના ઉદાહરણો છે. રજનીશમલની વાતો તર્કશુદ્ધ નથી. તેમની વાતો ભાષાની અદાઓની રમત છે.
  વધુ માહિતિ માટે વાંચો ઃ
  માદાઓનો શિયળ ભંગ કરતા સંતો અને મહાત્મા ગાંધીનો પ્રયોગ – ૧ થી ૫
  ભાગ – ૧ લીંક https://wordpress.com/post/treenetram.wordpress.com/815

   • smdave1940

    સુરેશ્ભાઇ, સંત રજનીશમલના ક્યા વિચારો ક્રાંતિકારી અને તર્કશુદ્ધ છે તે મારે જાણવું છે. મને કોણ જણાવશે? મારે રજનીશના ભક્ત થવું છે. ભક્ત એટલે અનુયાયી એવો અર્થ કરવો.

 • vmdave120

  મારી જાણકારી અને સમજ છે ત્યાં સુધી રજનીશ એ કશું લખિયું નથી તેમને માત્ર પ્રવચન જ અપીયા છે જે સાહિત્ય છે તે તેમના અનુનાયીઓ એ લખેલ છે

  • mydiary311071

   લેખ વાંચવા અને કોમેન્ટ લખવા બદલ આપનો આભાર, વધુ આપવાનો પ્રયાસ ચોક્કસ કરીશ