સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : પરિભ્રમણ

‘પરિભ્રમણ’ કૉલમ અંતર્ગત શ્રી હીરલ વ્યાસ ‘વાસંતિફુલ’ ગુજરાતી સાહિત્ય વિશ્વના અનેરા મોતીરૂપ પુસ્તકો શોધી લાવે છે અને તેમનો વાચકોને પરિચય કરાવે છે. અનેકવિધ પુસ્તકોના વિશ્વમાં વિચરણ કરવાનો અને એનું રસપાન કરાવવાનો તેમનો આ પ્રયાસ ખૂબ પ્રસંશનીય છે.


ઇકિગાઈ : પરિભ્રમણ – હીરલ વ્યાસ 9

“Everything is an art if you do it with heart”. એટલે કે કામ ગમે તે હોય, કે ગમે તેટલું નાનું કેમ ન હોય પણ જો એને પૂરી લગનથી કરવામાં આવે તો એમાં આનંદ અને સકારાત્મક પરિણામ બન્ને મળે જ! તમને તમારી ‘ઇકિગાઈ’ મળી ગઈ છે? શોધો અને લાંબુ, નીરોગી જીવન જીવો.


ગીતમલ્લિકા : સુરેશ દલાલ – હીરલ વ્યાસ 9

આ પુસ્તકમાં કુલ એકસો ચાળીસ (૧૪૦) ગીતો છે. વિષયનું વૈવિધ્ય તો છે જ પણ ભાવોની નવીનતા ઊડીને આંખે વળગે એવી છે. ગીતોના લયમાં ઝૂલવા આ પુસ્તક વાંચવું રહ્યું. હું પ્રયત્ન કરું કે થોડાં ગીતોના હીંચકાં અહી હું તમને પણ નાખું!


ધ રામબાઈ : જીતેશ દોંગા – હીરલ વ્યાસ 9

અક્ષરનાદના માધ્યમથી હું પુસ્તકોના દરિયામાં ડૂબકી લગાવું છું અને નવાં નવાં મોતી તમારા સૌ સાથે વહેંચી રહી છું એ અંતર્ગત આજે જે પુસ્તકની વાત કરું છું એ છે શ્રી જીતેશ દોંગાનું ‘ધ રામબાઈ’


ખરી પડે છે પીંછું : રીના મહેતા – હીરલ વ્યાસ 18

જેમ દરેક માણસને અલગ ચહેરો, અલગ ગંધ, અલગ સ્પર્શ હોય એમ દરેક પુસ્તકનું પણ હોય. પાઠ્યપુસ્તક વાંચતાં-વાંચતાં લાગે કે આ બે પૂઠાંની બહાર પણ દુનિયા છે. જ્યારે ગમતું પુસ્તક વાંચીએ ત્યારે લાગે કે આ બે પૂઠાંની વચ્ચે એક આખું નવું વિશ્વ ઊઘડે છે.