ઓશો : એક વિરાટ વ્યક્તિત્વ – ચેતન. સી. ઠાકર 19
ઓશો કે જેઓ શરૂઆતમાં આચાર્ય રજનીશના નામથી અને પછી ભગવાન રજનીશ અને છેલ્લે કેવળ ઓશોના નામથી દુનિયાભરમાં મશહૂર થયા, તેમના છેલ્લા નામનો શબ્દ – ઓશો જાપાનીઝ શબ્દ છે જેનો અર્થ થાય છે સાગરીય અનુભવ, એક બૂંદ સાગરમાં ભળી જાય અને સ્વયં સાગર થઈ જાય. હું જે વ્યક્તિ વિશે લખવા જઈ રહ્યો છું તે માટેની લાયકાત હું ધરાવતો નથી કારણ કે હું તેનો કોઈ અનુયાયી નથી કે ડાઇ હાર્ડ ફેન પણ નથી. હા ચોક્કસ એક સારો વાચક અને વિચારક હોવાના લીધે મેંં તેમને વાંચ્યા છે, સાંભળ્યા છે, માણ્યા છે. તેમના જીવનને અને તેમના વ્યક્તિત્વને મૂલવવાનો મારી રીતે થોડો પ્રયાસ કર્યો છે જે હું અહીં આપની સાથે વહેંચી રહ્યો છું.