જોજો પાંપણ ના ભીંજાય.. – કમલેશ જોષી 3
જીજાજીના પિતા કશુંક મોટા અવાજે બોલી રહ્યા હતા. હું એ તરફ ગયો ત્યાં નંદિની દોડતી બહાર આવતી દેખાઈ. “પ્લીઝ, બંટી… તું ત્યાં ન જઈશ, અમારા એ ફૈબા છે જ કજીયાળા… તમે લોકો એની વાત ન સાંભળશો.
જીજાજીના પિતા કશુંક મોટા અવાજે બોલી રહ્યા હતા. હું એ તરફ ગયો ત્યાં નંદિની દોડતી બહાર આવતી દેખાઈ. “પ્લીઝ, બંટી… તું ત્યાં ન જઈશ, અમારા એ ફૈબા છે જ કજીયાળા… તમે લોકો એની વાત ન સાંભળશો.
“જોષીભાઈ છે?” બહાર કોઈ કડક અવાજે પૂછી રહ્યું હતું. ચકુ પાણીના ગ્લાસ મૂકવા ઉભી જ થઈ હતી. “હું જોઉં છું.” એ બોલી. ચકુ ઉતાવળે પાછી આવી. એની આંખોમાં ગભરાટ હતો. “કોઈ પોલીસવાળા આવ્યા છે.”
કોઈ કહેતું હતું, “મારો આ ચોથો ઇન્ટરવ્યૂ છે.” કોઈ કહે “હું તો ખાલી ટાઇમપાસ કરવા આવ્યો છું, મારી તો માર્કેટમાં દુકાન છે.” કોઈ બોલ્યું, “પચાસ હજાર રૂપિયા ભાવ ચાલે છે.”
શ્રી પુરુષોત્તમ સોલંકીએ લખેલું પ્રસ્તુત પુસ્તક ‘લોકમાતાઓ’ નવદુર્ગાનાં પ્રાચીન નામ, દેવીઓની નામાવલી, સર્વકલ્યાણકારી દેવીની ઉત્પત્તિ, ચમત્કારિક પરચા, પ્રત્યેક દેવીના સ્થાનકનું ભૌગોલિક-ઐતિહાસિક વર્ણન અને કથાઓ, દેવીઓની સાવળો, ગરબા અને દોહરાનો પરિચય કરાવે છે.
“શું હું ભેંસ છું? એમ કરો, ગાડી તમે ચલાવો, હું ઉતરી જઊં.” ડ્રાઇવર ગાડી રસ્તાની વચ્ચોવચ ઊભી રાખી હેઠે ઉતરી ગયો. પાછળ ટ્રાફિક જામ થવા માંડ્યો. બહાર હોર્નનો ઘોંઘાટ વધ્યો અને ગાડીની અંદર માનુનીઓનો.
“એ જ તો ખબર નથી. મને કોણ નોકરીએ રાખે? મારી પાસે તો કોઈ ઍક્સપિરીયન્સ પણ નથી.” મેં મારી મુંઝવણ કહી. પરંતુ બીજી સાંજે જ મને ઓફર મળી.
એવી માન્યતા છે કે ઋગ્વેદમાં મુખ્ય સ્તુતિ અને જ્ઞાન, યજુર્વેદમાં કર્મ, સામવેદ માં ઉપાસના અને અથર્વવેદમાં જીવન વિજ્ઞાનનું નિરૂપણ છે.
ઉત્તમકુમાર કિશોરકુમારના અવાજની તાજગીને ન્યાય આપે છે અને તેની સાક્ષી બને છે ઈશારામાં દિલ લેનારી ‘કશ્મીર કી કલી’ શર્મિલા ટાગોર
જુદા જુદા ત્રણ રોગ એકબીજામાં ભળી ગયા. ત્રણ ભારેખમ નામની ભેળ થઈ મગજમાં ફક્ત એક નામ બન્યું, ‘હિમોફિલિયા સાઇકો કોન્ડ્રીઆ પેરાલિસીસ ઑફ બટ્ટોક્સ.’
કેટલાક ડર ઉપકારક હોય છે. બાળકના ડરથી વ્યસનોથી મુક્ત રહી શકાય, ક્રોધ પર કાબુ રાખી શકાય, પરિવારનું વાતાવરણ પ્રફુલ્લિત રહે તે માટે કેટલુંક ખમી ખવાય છે.
આર્થર સી ક્લાર્કની એક વાર્તા છે. વાર્તામાં એક માણસ આંધળાઓના ગામમાં પહોંચી જાય. ગામના બધા જ લોકો આંધળા છે. ત્યાં પહોંચેલો દેખતો માણસ ગામના લોકોને વિશ્વની સુંદરતા વિશે જણાવે. આંધળાઓને એની વાતો સમજાય નહિ. બધા તેને ગાંડો ગણે. તેની વાતોથી ગામના લોકો ગુસ્સે થાય. ગામની જ એક છોકરીને બહારની દુનિયા દેખાડવા
મારું લખાણ નોટીસ બોર્ડ પર હતું. હું કોલેજ ગયો ત્યારે થોડો શરમાતો હતો. મને હતું કે હું આખી કોલેજમાં પ્રખ્યાત થઈ ગયો હોઈશ, પણ.. “તમે બહુ સારું લખો છો.” એક મધુર સ્વર મારા કાને અથડાયો અને હું ચમક્યો.
આ સંગ્રહમાં લઘુકથા સ્વરૂપ માટે આવશ્યક કહી શકાય એવા કલ્પન, પ્રતીક, વ્યંજના, કાકુ તેમજ અલંકારોનો યોગ્ય જગ્યાએ ઉપયોગ થયો છે. લેખકના મજબૂત અને આકર્ષક ભાષાકર્મનો લાભ વાચકોને મળે છે.
ગ્રાહક સિક્કો કાઢીને દુકાન માલિકને ‘હેડ્સ કે ટેઈલ’ પસંદ કરવા કહે છે. પ્રેક્ષક તરીકે આપણે જાણીએ છીએ કે એ સિક્કા પર માલિકના જીવન મરણનો આધાર છે.
વિદ્યાર્થીનો U-DISE નંબર જ્યારે પ્રથમ ધોરણમાં વિદ્યાર્થીનો પ્રવેશ થાય ત્યારે જનરેટ કરવામાં આવે છે. વિદ્યાર્થીની વિગત સર્વ શિક્ષા અભિયાન પોર્ટલમાં મોકલવામાં આવે છે
યાજ્ઞવલ્કય સામે શાસ્ત્રાર્થમાં કોઈ ઋષિ ટકી શક્યા નહી. એ જ વખતે વાચકનુ ઋષિની કન્યા ગાર્ગી સભા વચ્ચે ઊભી થઇ.
અમે જાંખુ મંદિરના દર્શને ગયા. વાયકા એવી છે કે હનુમાનજી લક્ષ્મણજી માટે જડીબુટ્ટી લેવા જતાં હતાં ત્યારે તેઓ આ ટેકરી ઉપર આરામ કરવા બેઠા હતા.
તું ન મળ્યો હોત તો, મારી જિંદગીમાં કોઈક કમી રહી જાત! તું પ્રેમ છે, તું જિંદગીનો ઉત્સવ છે, તારી અંદર એટલો બધો પ્રેમ, એટલી બધી ચાહના વહે છે કે કદાચ મારું આ નાનકડું હ્રદય તારા પ્રેમના દરિયાને સંભાળવામાં નાકામ રહ્યું!
રાહુલ દેવ બર્મને જે ૩૩૧ ફિલ્મોમાં સંગીત આપ્યું હતું તેમાંની આ એક ફિલ્મ છે. યાદોં કી બારાતના આ ગીતમાં એનર્જી છે, જોશ છે, સંગીત છે.
મોગલ અને બ્રિટિશ કાળમાં ઓડિસી નૃત્યકારોને મંદિરમાંથી રાજપરિવાર અને દરબારના મનોરંજન માટે ખસેડવામાં આવ્યા. આગળ જતાં નૃત્યાંગનાઓની સ્થિતિ રખૈલ જેવી થઈ ગઈ.
પાણીવાળું શાક અને જાડી રોટલી, ખુલ્લામાં લેટ્રિન અને આખો દિવસ પરેડ. ત્રીજા દિવસે હું અને શિવમ પણ રડી પડ્યા. પાંચમાં દિવસે હું, સુખો અને મની અમારા ઉતારાના ઓરડે પહોંચ્યા તો પૂજન ડૂસકાં ભરતો હતો.
જે છઠ્ઠા પગારપંચ અને બે વેકેશનની વચ્ચે ઘણું બધું કરી શકે એ જ શિક્ષક બની શકે. જે વાર્તાઓ કહી શકે અને બાળક્ને શાંતિથી સાંભળી શકે એ શિક્ષક.
શું તમને ખબર છે કે આજના સમયમાં પણ અમુક શાળાઓમાં બાળકોને શાસ્ત્રોનું જ્ઞાન આપવામાં આવે છે?
યજુર્વેદની બે શાખાઓ પૈકી એકના રચયિતા, વૈશંપાયનના શિષ્ય મહર્ષિ યાજ્ઞવલ્કય અને યજુર્વેદની બે સંહિતાની ઉત્પત્તિ વિષે…
મસાઈમારા પહોંચવાની ઉત્સુકતાને કારણે સવાર જરા વહેલી પડી ગઈ. રસ્તામાં ઘણા બધાં વાઈલ્ડ બીસ્ટ જોયા. વાયરલેસ પર સંદેશો આવ્યો કે એક જગ્યાએ સિંહણ અને બે બચ્ચા બેઠા છે.
મનોમન તારી સાથે દિવસભર વાતો કર્યા કરું ને તને મળું ત્યારે મૌન મને વીંટળાઈ વળે છે. મારા મૌનને પાર કરીને તું મારા સુધી પહોંચી જાય છે ને મને તારી હુંફના મજબુત આલિંગનમાં લઈ લે
રાજેશ ખન્ના અને આશા પારેખની ઓન સ્ક્રીન કેમેસ્ટ્રી અવિસ્મરણીય છે. પ્રેમી યુગલ તરીકે તેઓ એટલાં તો સાહજિક લાગે છે કે આપણે તેમની પ્રેમકથામાં ખોવાઈ જઈએ.
આપણાં શાસ્ત્રીય નૃત્યો પાસે પ્રાચીન ગ્રંથો રૂપી ખૂબ મજબૂત પાયો છે. કુચીપુડી નૃત્યશૈલી આપણા સાંસ્કૃતિક વારસાને આંધ્રપ્રદેશ તરફથી એક મૂલ્યવાન પ્રદાન છે.
આદિ શક્તિની પાણી સાથે સરખામણી શા માટે? જળ અથાગ છે અને વળી સૌથી વધુ જરૂરી તત્વ પણ. જળરાશીનો વિસ્તાર અસીમ છે અને એ જ રીતે જીવન પ્રકિયા પણ સતત અવિરત વિસ્તરતી જાય છે.
જગદંબાના તેજસ્વી લલાટ પરથી જરા જેટલું કંકુ ખરે ને એમાંથી પ્રાદુર્ભાવ થાય સૂર્યનો. સૂર્ય એટલે તેજપુંજ. જે શક્તિના ભાલેથી ખરેલ ચપટીક કંકુ થકી નિર્માણ થયું હોય તે સૂર્ય જ જો આટલો ઓજસ્વી હોય તો સ્વયં એ શક્તિનો પ્રકાશ કેટલો હોય?