સાહિત્યકાર મુજબ સંગ્રહ... : કમલેશ જોષી


જોજો પાંપણ ના ભીંજાય.. – કમલેશ જોષી 3

જીજાજીના પિતા કશુંક મોટા અવાજે બોલી રહ્યા હતા. હું એ તરફ ગયો ત્યાં નંદિની દોડતી બહાર આવતી દેખાઈ. “પ્લીઝ, બંટી… તું ત્યાં ન જઈશ, અમારા એ ફૈબા છે જ કજીયાળા… તમે લોકો એની વાત ન સાંભળશો.


કંકુ છાંટીને લખજો કંકોત્રી.. – કમલેશ જોષી

“જોષીભાઈ છે?” બહાર કોઈ કડક અવાજે પૂછી રહ્યું હતું. ચકુ પાણીના ગ્લાસ મૂકવા ઉભી જ થઈ હતી. “હું જોઉં છું.” એ બોલી. ચકુ ઉતાવળે પાછી આવી. એની આંખોમાં ગભરાટ હતો. “કોઈ પોલીસવાળા આવ્યા છે.”


અજીબ દાસ્તાં હૈ યે.. – કમલેશ જોષી 4

કોઈ કહેતું હતું, “મારો આ ચોથો ઇન્ટરવ્યૂ છે.” કોઈ કહે “હું તો ખાલી ટાઇમપાસ કરવા આવ્યો છું, મારી તો માર્કેટમાં દુકાન છે.” કોઈ બોલ્યું, “પચાસ હજાર રૂપિયા ભાવ ચાલે છે.”

man wearing pink suit jacket holding using tablet computer

group of people gathering inside room

વિદાયની આ વસમી વેળા – કમલેશ જોષી 4

“એ જ તો ખબર નથી. મને કોણ નોકરીએ રાખે? મારી પાસે તો કોઈ ઍક્સપિરીયન્સ પણ નથી.” મેં મારી મુંઝવણ કહી. પરંતુ બીજી સાંજે જ મને ઓફર મળી.


તેરે મેરે બીચ મેં… – કમલેશ જોષી 6

મારું લખાણ નોટીસ બોર્ડ પર હતું. હું કોલેજ ગયો ત્યારે થોડો શરમાતો હતો. મને હતું કે હું આખી કોલેજમાં પ્રખ્યાત થઈ ગયો હોઈશ, પણ.. “તમે બહુ સારું લખો છો.” એક મધુર સ્વર મારા કાને અથડાયો અને હું ચમક્યો.


person driving a car

જહાં ચાર યાર મિલ જાય.. – કમલેશ જોષી 4

પાણીવાળું શાક અને જાડી રોટલી, ખુલ્લામાં લેટ્રિન અને આખો દિવસ પરેડ. ત્રીજા દિવસે હું અને શિવમ પણ રડી પડ્યા. પાંચમાં દિવસે હું, સુખો અને મની અમારા ઉતારાના ઓરડે પહોંચ્યા તો પૂજન ડૂસકાં ભરતો હતો.


યે કૌન સા રંગ હૈ ઉમ્ર કા.. – કમલેશ જોષી

“એન.સી.સી. મેરે લિયે સબ્જેક્ટ નહીં હૈ, ડ્રીમ હૈ…” એ બોલ્યો. “મારા પપ્પા લશ્કરમાં છે અને મારા દાદાજી એકોતેરની લડાઈમાં શહીદ થયા હતા.”


મિલન અભી આધા અધૂરા હૈ.. – કમલેશ જોષી 11

લગ્ન પહેલા મુરતિયાઓ જોવા આવે એવો રિવાજ હું જાણતો હતો પણ એ રિવાજ મુજબ એક છોકરો મોટીબેનને આજે જોવા આવવાનો હતો એ સાંભળી કોણ જાણે કેમ મને એસએસસીની પરીક્ષા હોય એવું ટેન્શન થઈ ગયું.


યહાં કલ ક્યા હો કિસને જાના? – કમલેશ જોષી 6

પિરિયડ પૂરો થાય એટલે તોફાનીઓ બહાર નીકળતી વખતે આગલી બેંચ પર બેઠેલા એ બેટરીને પાછળથી જોરથી ટાપલી મારે. પેલો પાછળ ફરીને જુએ તો બધા બીજી બાજુ જોઈ ગયા હોય. પેલો “કોણે માર્યું.. કોણે માર્યું.. હું સાહેબને કહી દઈશ..” કહ્યા કરે. પેલા તોફાનીઓ એને ઘાંઘો-વાંઘો થયેલો જોઈ એકબીજાને “કોણે માર્યું.. કોણે માર્યું..” કરવા માંડે.


જીવનનો ખેલ – કોઈ પાસ કોઈ ફેલ

પેપર ફૂટી જાય, આડેધડ ચેક થાય છે. ચેક કરવાવાળાએ ટેસ્ટી ચા પીધો હોય ત્યારે સારા માર્ક આપે નહીંતર ચોકડા. ઉત્તરવહીને એક પછી એક ઘા કરવામાં આવે, ડબલાની અંદર પડે એ પાસ


સોલહ બરસકી બાલી ઉમરકો સલામ 2

“તમારું નામ નહીં કહો?” જીગાભાઈએ મારી સામે જોઈ કહ્યું. હું ચમક્યો. મારું નામ તો જીગાભાઈને ખબર જ છે. ભૂલી ગયા હશે? પણ હું કહું એ પહેલા પેલી બોલી “બિંદીયા.”


જિંદગી મોત ના બન જાયે સંભાલો યારો.. 2

મને તો તહેવારોમાં મેળો, હોળી-ધૂળેટી અને દિવાળી બહુ ગમતા. હોળીમાં સવારથી હું અને પિન્ટુ નીકળી પડતા. એક પછી એક ભાઈબંધ એમાં ભળતો જતો. ગોટી, ભોલુ, વીરો, પૂજન. પિચકારીમાંથી કલરિંગ પાણીની છૂટી સેર જોવાની ગજબ મજા હતી. પાણી ભરેલા ફુગ્ગા, લાલ, લીલા, પીળા, બ્લુ રંગથી ચીતરાયેલા ચહેરા, કપડાં અને રસ્તાઓ.


વાટકીમાં ચોખા, આપણે બેય નોખાં – કમલેશ જોષી 4

આવતું-જતું હર કોઈ મને વહાલ કરતું હતું. કો’ક કો’ક મને ‘અદા’ કહેતું, ત્યારે હું એમને કહેતો, “અદા તો અંદર છે, હું બંટી છું..” એ લોકો હસતા.

boy leaning beside an old man

blur boat close up paper

વો કાગઝ કી કશ્તી, વો બારિશ કા પાની – કમલેશ જોષી 6

મમ્મી દસની નોટ વાપરવા આપતી એમાંથી અમે પારલે બિસ્કીટ, ક્રીમ રોલ, કચોરી, સમોસા, ભૂંગળા, પેપ્સી, બટર, નાનખટાઈ, સોડા, આઈસ્ક્રીમ, ગોલા, પોપીન્સ, લોલીપોપ, કોલેટી, ચણા મસાલા, ખારાં બી, દાળિયા એવું એવું ખાતા.


રાખનાં રમકડાં.. – કમલેશ જોષી 2

મેં મમ્મીને જયારે ‘હાથી જોયા’ની વાત કરી તો મમ્મીએ પૂછ્યું, “કેવડો હતો એ હાથી?” ત્યારે મને થયું, બિચારી મમ્મીએ હાથીયે નથી જોયો. જો આજે એ મારી સાથે પૈડું ફેરવવા આવી હોત તો એને સાચોસાચ હાથી હું દેખાડત.


toddler in pink and white polka dot shirt

જાને વો કૌન સા દેશ જહાં તુમ.. – કમલેશ જોષી 6

રાત્રે સૂતી વખતે પપ્પા મારા આખા શરીરે એનો ગરમ હાથ ફેરવતા, એ સ્પર્શ મને બહુ ગમતો. મમ્મી થોડી-થોડી વારે મારા મોંમાં કંઈક મૂકી જતી, એ મને ગમતું. મારી મોટી બહેન મને તેડી-તેડી બધે ફેરવતી, એ મારા માટે અમૂલ્ય આનંદના અનુભવો હતા.


સ્મશાન યાત્રા – કમલેશ જોષી 6

પહેલો શ્વાસ લઈને મેં મારા અંતિમ શ્વાસ તરફની યાત્રા શરુ કરી. શું એને અંતિમ યાત્રા કે સ્મશાન (તરફની) યાત્રા કહેવી એ સાચું નથી? અને હવે હું જે કહેવા જઈ રહ્યો છું એ કદાચ તમને નહિ ગમે : આ સ્મશાનયાત્રા મારી એકલાની નથી તમારી પણ આ અંતિમયાત્રા જ છે.. માટે શ્રદ્ધાપૂર્વક શ્વાસોચ્છવાસના ડગલા માંડતા ભીતરે વાગતા ‘રામ નામ સત્ય હૈ’ ના નાદને સાંભળવાની કોશીશ કરો.