આપકે કમરે મેં કોઈ રહતા હૈ.. – હર્ષદ દવે 1


‘આપકે કમરે મેં કોઈ રહતા હૈ…’, ‘યે જવાની હૈ દીવાની…’, ‘પ્યાર દીવાના હોતા હૈ…’ અને ‘યે ક્યા હુઆ…’  આ ચારેય ગીતોમાં કોમન હોય એવી કઈ  વાત છે?

તમારી વાત સાચી છે! એ ગીતો કિશોરકુમારે ગાયા છે અને આર. ડી. બર્મને સંગીતબદ્ધ કર્યા છે. પણ તમે કદાચ એ નહીં જાણતા હો કે આ બધાં ગીતો બર્મન દા એ એક જ બંગાળી ફિલ્મનાં ગીતોની ધૂન પરથી મેળવ્યા છે! અને એ ફિલ્મનું નામ છે ‘રાજકુમારી’ (બંગાળી). આ રાજકુમારી ફિલ્મ ૧૯૭૦ માં બની હતી.

‘યાદોં કી બારાત’ ફિલ્મ ૧૯૭૩ માં રિલીઝ થઇ હતી. યાદોં કી બારાત મસાલા ફિલ્મ મનોરંજક હતી કારણ કે તેમાં એક્શન, ડ્રામા, રોમાન્સ, સંગીત, અપરાધ જેવું સઘળું હતું અને વળી તે થ્રીલર પણ હતી! વળી તે નીતુ સિંઘ અને ઝીનત અમાનની પહેલી ફિલ્મ હતી. સલીમ-જાવેદે તેની કથા લખી હતી. મજરૂહ સુલતાનપુરીએ તે માટે જે ગીતો આપ્યા તેમાં એક ગીત છે… ‘આપકે કમરે મેં કોઈ રહતા હૈ…’.

રાહુલ દેવ બર્મને જે ૩૩૧ ફિલ્મોમાં સંગીત આપ્યું હતું તેમાંની આ એક ફિલ્મ છે. રાહુલ દેવ બર્મનને ‘પંચમ’ જેવું નામ પણ મળ્યું છે. તેમણે ૧૭ વર્ષની ઉંમરે ‘એ મેરી ટોપી પલટ કે આ..’ (૧૯૫૬ / ફન્ટુશ) ગીતમાં પહેલીવાર સંગીત આપ્યું. એ જ ઉંમરે તેમણે ‘સર જો તેરા ચકરાએ..’ ની ધૂન પણ તૈયાર કરી હતી જેનો ઉપયોગ સચિનદા એ ગુરુદત્તની ‘પ્યાસા’ ફિલ્મમાં કર્યો હતો. તે જ સંગીત નિર્દેશક અને ગાયક સચિન દેવ બર્મન પિતા અને ગીતકાર માતાનો એકનો એક પુત્ર પંચમ.

બોલીવુડની આ ફિલ્મમાં ખાન-ત્રિપુટી સલમાન, શાહરૂખ અને આમિર નહીં પણ  તારીક ખાન, અજીત ખાન અને આમીર ખાન હતા! આમીર ખાન ત્યારે રતનની બાળપણની (મોન્ટો/તારીક ખાનની) ભૂમિકામાં જોઈ શકાય છે! યમલા પગલા જટ ધર્મેન્દ્ર પણ મોટાભાઈની ભૂમિકામાં છે. ત્રણ ભાઈઓ નાના હતા અને તેઓ મેળામાં નહીં પણ ખાસ પરિસ્થિતિમાં ખોવાઈ જાય છે. તેઓની સ્મૃતિમાં હતું  માતાએ ગાયેલું એક ખાસ ગીત. આજે આપણે એ ખાસ ગીત માણવાના છીએ! એ જ ગીત ત્રણેય બંધુઓના ફરી (‘શંકર-વિજય-રતન’) મિલાપનું નિમિત બને છે. નાટકીય પ્રસંગો પણ આપણને જોવા ગમે તેવા છે. યાદોં કી બારાતના આ ગીતમાં એનર્જી છે, જોશ છે, સંગીત છે:

આપકે કમરે મેં કોઈ રહતા હૈ;
હમ નહીં કહતે જમાના કહતા હૈ… આપ કે કમરે મેં…

હમ આજ ઉધર સે નીકલે તો, બડે ઈંતજામ સે,
ગિરા રહા થા કોઈ પરદા, હાય સરે શામ સે,
ઉધર આપકી ફોટો સે, સજી દિવાર પે.
પડા હુઆ થા એક સાયા, બડે આરામ સે… આપ કે કમરે મેં…

મગર જો એક દિન મૈં ગુજરી, ગલી મેં સરકાર કી,
તભી સે ચલતી હૈ દિલ પે, હાય તલવાર સી,
દબી દબી હલ્કી હલ્કી, હંસી કી તનાવ મેં;
મચલ રહી થી ચૂડી ભી, હાય છનકાર સી,
યે ના સમજો કે કોઈ ગાફિલ રહતા હૈ… આપ કે કમરે મેં…

અગર મૈં કહૂં જો દેખા, નહીં થા વો કોઈ ખ્વાબ,
પડા થા ટેબલ પે ચશ્મા, વો કીસકા જનાબ,
ગોરે ગલે મેં વો મફલર, થા કિસ હસીન કા,
જરા હાથ દિલ પે રાખ કે, હમેં દિજીયે જવાબ… આપકે કમરે મેં…

દિલ મિલ ગયે તો હમ ખીલ ગયે,
કે દિલ દિલ મિલે, જહાન મેં કભૂ કભૂ,
અરે હાં હાં, અરે હાં હાં, યારો કે લિએ, હૈ મેરી દુઆ,
આ જાએ વો દિન, ગલે મિલકે બીતે જવાની,
તુમકો ભી મિલે, દિન બહાર કા
રાત બહાર કી, યૂં હી ઝૂમે થે જિન્દગાની… દિલ મિલ ગએ…

આ ગીતની લિંક નીચે મુજબ છે: (હિન્દી)

આ ગીત કિશોરકુમારે અને આશા ભોંસલેએ ગાયું છે. ગીતને તમે સોલો, ડ્યુએટ કે કોરસ ગમે તે શ્રેણીમાં લઇ શકો! નાવીન્યસભર આ ગીતમાં રોમાન્સ ઉપરાંત ડેપ્થ છે અને તેની સાથે સ્વાભાવિક શબ્દોમાં વ્યક્ત થતો મેસેજ પણ છે. સામાન્ય સાથે અસામાન્ય તત્વ! આ ‘…કમરે મેં…’ શબ્દો ‘મન કી બાત’ માટે છે. આમાં ‘ગમ’ મીટાવવા માટે ‘બડે ઈંતજામ…’ કિયે ગયે હૈ. ગીતમાં સૂર, સ્વર, હલક, લય, તાલ, તરાના, આલાપ કેટકેટલું છે! ‘જિંદગાની’ ઝૂમી ન ઉઠે તો જ નવાઈ કહેવાય! આવા ગીત ‘કભૂ કભૂ’ જ મળે. 

આપણે શરૂઆતમાં જે વાત કરી તે ફિલ્મ ‘રાજકુમારી’ની કથા સાવ અલગ છે, પણ ભાવના અને સંગીતને વ્યક્ત થવું હોય તો એવી પરવા કરવી કેમ ચાલે? આ ગીત આધુનિક ગાન હેઠળ ભલે હોય પણ તેનું સંગીત ૧૯૭૦ માં  જ લોકો સુધી પહોંચી ગયું હતું.  કથા અને દિગ્દર્શન સલીલ સેનનું હતું. સંગીત બર્મન દા નું હતું. એ ફિલ્મમાં હીરો ઉત્તમકુમાર હતા. શોભના સમર્થનું નામ કદાચ ઓછા વાચકો જાણતા હોય તેમ બને પરંતુ તેમની બંને પુત્રીઓમાંથી તનુજાની બહેન નૂતનને તો બહુ બધા ફિલ્મ રસિકો જાણતા હશે. ૧૯૬૫ પછી તનુજાએ બંગાળી અને હિન્દી ફિલ્મોમાં જમાવટ કરી હતી. ‘રાજકુમારી’ ફિલ્મમાં તેને છાયાદેવીની સખત શિસ્તનું પાલન કરવું પડતું હતું. પણ પ્રેમ થયા બાદ તેને સ્વતંત્રતાનું મહત્વ સમજાયું અને…     

ઓ… બંધો દ્વારેર અંધોકારે થાકબો ના…
મોન કે તો આર બોંદિ કોરે રાખબો ના;
બંધો દ્વારેર અંધોકારે થાકબો ના…
દૂરે ઓય અનેક દૂરે ચોલો જાય તુમિ આમિ
અજાના ઉધાઉ પોથે બોલો ગો આ કે થામે…(૨)

બંધો દ્વારેર અંધોકારે થાકબો ના,
મોન કે તો આર બોંદિ કોરે રખબો ના,
બંધો દ્વારેર અંધોકારે થાકબો ના,

ફોટે તારા ફોટે જે ફૂલ,
ગાયે ઓઈ ભ્રમર પાખિ આશે જે મધુઋતુ,
બધૂ ગો જાનો ના કિ,
ઓ… બંધો દ્વારેર અંધોકારે થાકબો ના…

મોન કે તો આર બોંદિ કોરે રાખબો ના,
બંધો દ્વારેર અંધોકારે થાકબો ના

બંગાળી ગીતની લિંક આ રહી:

બંગાળી ગીતકાર છે ગૌરીપ્રસન્ના મઝુમદાર. તેમને વિષે ‘ગીતમાલા’ કોલમમાં  આપણે અગાઉ થોડી માહિતી મેળવી હતી. તેમના આ ગીતનો ભાવ તરત જ સમજાઈ જાય તેવો છે.

મનનાં દ્વાર બંધ ન રાખો. અંધકારમાં ઊભા રહેવાનો કોઈ જ અર્થ નથી. જો મન મુક્ત હશે તો ઋતુ બદલાશે. પંખીઓ અને ભમરાઓ ગાન કરતાં આવશે. આ મનની મોકળાશ મુક્ત નિજાનંદ અને સ્વતંત્રતાનો પર્યાય છે. તનુજા અને ઉત્તમકુમારને ચાલતી ઓપન કારમાં જોઇને કિશોરકુમાર તથા મધુબાલાની યાદ આવી જાય. માણસની મૂળ પ્રકૃતિ આનંદની છે. આનંદ એટલે મુક્તિ. અને એ મુક્તિમાં પ્રેમ ઉદભવે.

‘યાદોં કી બારાત’ ફિલ્મ તામિલ, તેલુગુ અને મલયાલમ ભાષામાં પણ બની હતી.  તમે એકવાર સફળ થાઓ તો પછી તમે એક પછી એક સફળતાના સોપાનો સર કરી શકો છો. સફળ અને લોકપ્રિય થયા પછી વિવિધ લોકો સુધી પહોંચવામાં નિષ્ફળતાનો ડર ડોકાઈ જ ન શકે.

– હર્ષદ દવે


આપનો પ્રતિભાવ આપો....

One thought on “આપકે કમરે મેં કોઈ રહતા હૈ.. – હર્ષદ દવે