ક્લોકટાવર અને ચામાચીડિયા : અજય સોની; વિવેચન – એકતા નીરવ દોશી 1
વાર્તા અભ્યાસુઓ માટે ઉદાહરણ જેવી આ વાર્તા મગજને એક સરસ ખોરાક આપી શકે એમ છે. એક જ વાર્તા દરેક સ્તરે કેમ લખી શકાય એ સમજવા માટે આ વાર્તાને વારંવાર વાંચવી રહી.
વાર્તા અભ્યાસુઓ માટે ઉદાહરણ જેવી આ વાર્તા મગજને એક સરસ ખોરાક આપી શકે એમ છે. એક જ વાર્તા દરેક સ્તરે કેમ લખી શકાય એ સમજવા માટે આ વાર્તાને વારંવાર વાંચવી રહી.
બેતાલીસ વર્ષની સ્ત્રી પોતાની સાંસારિક જવાબદારીઓ પૂર્ણ કર્યા બાદ એક મનોચિકિત્સક અને સેક્સોલોજિસ્ટને મળવા જાય છે. પતિ સાથે ક્યારેય જાતીય સુખનો અનુભવ નથી થયો કારણ કે એને સ્ત્રીમાં રસ છે.
બીભત્સ રસ (ચિતરી ચડે તેવી વાત)નો બહોળો ઉપયોગ કરી, રસપ્રદ બનાવાયેલી આ વાર્તા વાંચવાલાયક છે.
જેના ફક્ત પુરાવા છે પણ લેખિત ઇતિહાસ નથી એવી માનવ સંસ્કૃતિને જાણવા સમજવાની ઈચ્છા લગભગ દરેક વ્યક્તિને હોય છે. આવા જ એક યુગની વાર્તા લઈને આવ્યો છે ‘લોથલનો શિલ્પી’
એંઠવાડમાં શું હોઈ શકે? કોઈનું વધેલું ખાવાનું, કોઈની ઘરનો વધારાનો ગંદવાડ કે પછી… સાંપ્રત લેખકની વાર્તાનું વિવેચન.. દિના રાયચુરાની વાર્તા ‘એંઠવાડ’
ત્રીજા પુરુષમાં લખાયેલી આ વાર્તા પહેલા વાક્યથી જ પરિવેશ અને લેખકના ભાષા ઉપરના કાબૂ વિશે મજબૂત છાપ ઊભી કરે છે. “તરસ” અભિધા અને લક્ષણા બંને કસોટી પર ખરી ઉતરે છે.
કલાપ્રતિષ્ઠાન-કલાગ્રંથ, મમતા, એતદ્, સંચયન, શબ્દસૃષ્ટિ અને અભિયાન જેવા પ્રશિષ્ટ અને લોકપ્રિય સામયિકોમાં પ્રિયંકા જોષીની રચનાઓ પ્રકાશિત થઈ છે. ૨૦૧૮ માં અરસપરસ દ્વારા આયોજિત ટૂંકીવાર્તા સ્પર્ધામાં તૃતીય અને ૨૦૨૦ માં આયોજિત સ્મિતા પારેખ વાર્તા સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
ટૂંકીવાર્તા, લઘુકથામાં ગિરિમા ઘારેખાન આગવી પ્રતિષ્ઠા ધરાવે છે, છેલ્લાં પાંચેક વર્ષમાં સાહિત્ય ક્ષેત્રે તેમનું નામ ગૂંજતું થઈ ગયું છે. આજની તેમની વાર્તા જેની આપણે ચર્ચા કરીએ છીએ તે ચિત્રલેખા કચ્છશક્તિ વાર્તાસ્પર્ધા ૨૦૧૯ ની વિજેતા વાર્તા છે.
આજની વાર્તા “ચોરટી” સ્વ. ભાવેશ ચૌહાણ સ્પર્ધા 2020માં તૃતીય ક્રમે વિજેતા બની હતી. ત્રીજા પુરુષમાં લખાયેલી આ વાર્તા શરૂ થાય છે, “ચોરટી, ચોરટી” શબ્દથી અને વાચકને ઉત્સુક કરી દે છે. એક સ્ત્રી ઉપર બાળક ચોરવાનો આરોપ છે,
આજે વ વાર્તાનો વ કોઈ વાર્તા કે તેનું વિવેચન લઈને નથી આવ્યું પણ આવ્યું છે વાર્તાની થોડી સમજણ લઈને! થોડી સમજણ તમારી અને થોડી સમજણ મારી ભેળવીને વિસ્તારીએ આપણી વાર્તા સમજવાની કળાને. તો આજનો લેખ છે વાર્તાને લગતા FAQ (Frequently Asked Questions) : વારંવાર ઉઠતા / પૂછાતા સવાલો…
મારી દ્રષ્ટિએ આ વાર્તા સંપૂર્ણપણે અભિધામાં લખાયેલી કટાક્ષિકા છે. જેમાં એક ફિલ્મની ગતિએ દ્રશ્યો બદલાય છે. આ વાર્તા હજુ ધીમી અને લાંબી થઈ શકવાની ક્ષમતા ધરાવે છે. જેમાં દરેક પાત્રના મનોમંથનનો અવકાશ હતો. જેને કારણે પાત્રના ઘડતરને પણ મજબૂતી મળી શકત. હજુ વધારે ઘૂંટી શકાય તેવી વાર્તા ચોક્કસપણે સામાજિક નિસબત ધરાવે છે.
આખી વાર્તામાં એક અબુધ કિશોરીનું મનોમંથન સરસ રીતે નીપજ્યું છે. વરસાદ આવ્યો એમાં મારો શું વાંક? કાલ સુધી મન ભરી પલળતી છોકરીને આજે બીજાની નજરોને કારણે અનાવૃત કેમ અનુભવવું પડે?
વર્ષોથી રોજની ઘટમાળામાં પરોવાયેલી એક સરેરાશ સુખી ગૃહિણી ઉપર એક અજાણ્યો ફોન કોલ આવે કે, “તું મને ગમે છે, હું તને ચાહું છું.” આ ફોનનો રોજીંદો ક્રમ અને એ સ્ત્રીમાં થતો..
ત્રીજા પુરુષમાં લખાયેલી ‘ખારાં આંસુ’ વાર્તાનું સૌથી મોટું જમા પાસું છે વાર્તાનો પરિવેશ.