સૂર્ય પ્રત્યેની આધ્યાત્મિકતા – શ્રદ્ધા ભટ્ટ 17
બુદ્ધિની તેજસ્વિતા એ દરેક મનુષ્યની આંતરિક બાબત છે. પ્રકાશથી ઝળહળ થતો પૂંજ બાહ્ય અંધકારને દૂર કરી શકે પણ માનવના અંતરમનમાં વ્યાપેલો અંધકાર તો એણે જાતે જ દૂર કરવો રહ્યો! સૂર્યનું સવિતૃ રૂપ આ આંતરિક અંધારાને દૂર કરી ભીતર પ્રકાશ પાથરવા નિમિત્ત બને છે! પોતાના પૂર્ણ તેજમાં પ્રકાશતો સૂર્ય એટલે જ સવિતૃ!
देवो दानाद्, ध्योतनाद् दीपनाद् वा |