એકડા તરફ નમી ગયેલું પલડું! – રાજુલ ભાનુશાલી 14
પૃથ્વી પર જેટલી શ્ર્દ્ધા છે તેનું મૂલ્ય સકલ જગતની જીવસૃષ્ટિને મળેલી કશુંક પામવાની તરસ અને કશુંક ખોઈ દેવાના ડરને કારણે ટકી રહ્યું છે.
પૃથ્વી પર જેટલી શ્ર્દ્ધા છે તેનું મૂલ્ય સકલ જગતની જીવસૃષ્ટિને મળેલી કશુંક પામવાની તરસ અને કશુંક ખોઈ દેવાના ડરને કારણે ટકી રહ્યું છે.
મોટાં થતાં થતાં એ ડર અલોપ થતો ગયો પરંતુ પેલી જાદુગરણી અને એની મંત્રમોહિની વિદ્યા સ્મૃતિના કોક અવાવરુ ખૂણામાં સુપ્ત અવસ્થામાં પડ્યાં રહ્યાં. આજે પેલી કુમળી વિષવેલની ગંધથી એ જાદુગરણી સુપ્ત અવસ્થામાંથી આળસ મરડીને બેઠી થઈ ગઈ.
હું ક્યારેય તમને તમારા ભાગનું સ્મિત આપવામાં અંચઈ નહિ કરું, તમે મને મારા ભાગનું સ્મિત આપશોને?
લખતી વખતે શબ્દોનો કેફ ચઢે પછી વિષય પરથી અજાણતાં જ લપસી પડાય ત્યારે હસવું આવી જાય. સાબુવાળાં પોતાં કરતી વખતે લીસ્સી થઈ ગયેલી ફર્શ પરથી ફૂવડ ગૃહિણીની જેમ લપસી પડાયું હતું ત્યારે પણ આવું જ હસવું આવ્યું હતું!
ઘૂઘરીમાંથી ખણક છુટ્ટી પડી શકતી નથી, મધ અને મીઠાશને વિખૂટાં પાડી શકાતાં નથી. કોઈ વસ્તુમાંથી એની છાયાને દૂર કરી શકાય ખરી? તું મારી છાયા છે. મારી મીઠાશ છે. મારી ખણક છે. આપણે જુદા ન પડી શકીએ. આપણને જુદા ન પાડી શકાય.
ઘણીવાર વાર્તાના પાત્રો મારી રજા લીધા વિના ફરવા નીકળી પડે કે કવિતાનો લય ક્યાંક આડા હાથે મૂકાઈ જાય ને અંજુરીમાં માત્ર થોડાક રડ્યાંખડ્યાં શબ્દો બચ્યાં હોય ત્યારે એ શબ્દો પાસેથી હું મનફાવે એવું કામ લેતી હોઉં છું.
આ છે ઘરની માયા. આપણને ઘરની અને ઘરને આપણી! હમણાં જ ધોઈને સુકવેલી રંગીન ઓઢણીના સમ, નિરાંત આને જ કહેવાય.
હે વર્તમાન, તું ખૂબ સુંદર છે. આભાર. આવનારા અનેક વર્ષો સુધી જો કોઈ મને પૂછશે કે તે સૌથી વધારે સુખ ક્યારે પામ્યું તો હું બધું જ સુખ આંખોમાં આંજીને કહીશ.. વર્તમાનમાં!
હે મારી હયાતી માટે સતત લડતાં મનોસૈનિકો! મારી ઈચ્છા કે અનિચ્છાની દરકાર કર્યા વગર તમને યોગ્ય લાગે તો અને યોગ્ય લાગે એ ક્ષણે મારી અચરજ સાથેની આ નાળ કાપી નાખજો. મારે મારે નવી નવી ચકલીઓ શોધવી છે.