ચાલો ગઝલ શીખીએ .. ભાગ ૭ – જીજ્ઞેશ અધ્યારૂ (ફિલ્મી ગઝલો અને છંદો) 4


આ પહેલા આ શૃંખલામાં આપણે ગઝલની પૃષ્ઠભૂમી, લઘુ ગુરૂ અક્ષરો વિશે, ગઝલના શુદ્ધ તથા મિશ્ર અને વિકારી છંદો, છંદશાસ્ત્ર પ્રમાણેના ગઝલ સિવાયના પ્રકારો,  એના અંગો રૂપ રદીફ, કાફીયા, મત્લા અને મક્તા વિશે જાણ્યું. આ વિષયો વિશે વિગતે ચર્ચા કર્યા પછી આજે વિશે વાત કરીએ ફિલ્મી ગઝલોની. ગઝલના સ્વરૂપને સમજવા અને સરળતાથી તેનો પરિચય મેળવવા આ અંગેની સમજ મેળવવી મદદરૂપ પૂરવાર થાય છે. વિવિધ ફિલ્મી ગઝલો અને તેમના છંદો વિશે જાણીએ.

કેટલાય ગઝલકારોએ ફિલ્મી ગઝલો સાંભળી-ગાઈ છંદોની જાણકારી મેળવી છે. પણ ફિલ્મી ગઝલો કે સુગમ સંગીતકારો દ્રારા રજૂ થતી ઉર્દૂ – હિઁદી ગઝલોનો અભ્યાસ કરતાં થોડી વાતો નોઁધવી જરૂરી છે.

1) ફિલ્મી ગઝલોમાં મુખડું કયારેક ગઝલના મત્લા રૂપે હોયા ને પછી અંતરામામ ગીતનું સ્વરૂપ હોય કે બીજો છંદ હોય એવું બને.
2) ઉચ્ચારભેદથી લઘુને ગુરુ ગણી લેવાય.
3) સામાન્ય રીતે ‘એ’, ‘ઓ’ સ્વરવાળા કે અનુસ્વારવાળા અક્ષરો લઘુ ગણાય છે.
૪) અંત્ય ‘ઈ’ કે ‘ઉ’ (હસ્વ)વાળા અક્ષરો ઉચ્ચારભારથી ગુરુ ગણાઈ શકે છે. દા.ત. આસું-ગાગા

‘ગા’, ‘લલ’ કે ‘ગાલ’ રૂપે તો ‘કોઈ’ ‘લલ’, ‘ગાલ’, ‘લગા’, કે ‘ગાગા’ રૂપે.

૫) ઉર્દૂના કેટલાક શબ્દો બે રીતે ઉચ્ચારી છંદની જરૂરીયાત પ્રમાણે લેવાય છે; જેમકે ‘સામાં’ – સામાન’ ‘ગાગા’ કે ‘ગાગાલ’ રૂપે; ‘જહાં – ‘જહાન’, ‘નિશાં’ – ‘નિશાન’ વગેરે.

૬) શબ્દને અંતે લઘુ વ્યંજન હોય ને પછી ‘આ’, ‘એ’ કે ‘ઓ’ થી શરૂ થતો શબ્દ તરત આવતો હોય તો લઘુ વ્યંજનને તેની સાથે જોડી ગુરુ બનાવી દેવાય, જેમા કે, ‘સવાલ આયા’ – ‘સવાલાયા’.

7) બે શબ્દો વચ્ચે ‘એ’ કે ‘ઓ’ વગેરે જોડી બનાવાતા (અત્ફ- જોડિયા) કે ઈઝાફતવાળા શબ્દોના ‘લગા’ ત્મક રૂપો કુદરતી રીતે કે ઉચ્ચાર પ્રમાણે થાય, જેમકે ‘મક-એ-કૂચ-એ-બા-ઝાર’ નું રૂપ ‘લ-ગા-લ-ગા-લ-લ-ગા-ગા-લ’ થાય ને કાર-ઓ-બાર’ નું ગુજરાતી કારભા’ પ્રમાણે ‘ગાલગાલ’ રૂપા થાય.

જુદી જુદી બહરવવાળી ફિલ્મી ગઝલો :

મુતકારિબ’ છંદ: લગાગા લગાગા લગાગા લગાગા
1) ‘મહોબ્બ્ત કી જૂઠી કહાની પે રોયે’
શાયર: શકીલ બદાયૂની (મુગલ-એ-આઝમ)

2) ‘ન યે ચાંદા હોગા, ના તારે રહેંગે’

3)’વફાઓં કા મજબૂર દામન છુડા કર,
દુઆ કર, ગમ- એ-દિલ, ખુદા સે દુઆ કર.’
શાયર: રાજેન્દ્ર કૃષ્ણ (અનારકલી)
‘ગમ-એ-દિલ’ – ગમ-એ-દિલ’ – લગાગા.

4) ‘મેરી યાદ મેં તુમ ન આંસુ બહાના, ન જી કો જલાના, મુઝે ભૂલ જાના’
શાયર: રાજા મહેંદી અલી (મદહોશ)

5) ‘અજી રૂઠ કર અબ કહાં જાઈએગા’
શાયર: હસરત જયપૂરી (આરઝૂ)

6)’યે દિલ ઔર ઉન કી નિગાહોં કે સાયે,
હમે ઘેરતે હે હવાઓ કે સાયે’ – શાયર: ? (પ્રેમ પરબત)

7) ‘સમાં હે સુહાના, સુહાના, નશે મેં જહાં હે’
શાયર: આનંદ બક્ષી (ઘર ઘર કી કહાની)

8) ‘કહાં તક યે મન કે અંધેરે છ્લેંગે ?’
શાયર: યોગેશ (બાતોં બાતોં મેં) ‘અંધેરે’ – લગાગા

9) રફની બે નઝમ : ‘યે દુનિયા, યે મહેફિલ, મેરે કામ કી નહિ’
(અંતરામાં છંદ બદલાય છે.)
‘યે મહલો, યે તખ્તોં યે તાજોં કી દુનિયા’
શાયર: સાહિર (પ્યાસા)

10) ના તુમ બેવફા હો ન હમ બેવફા હૈ
શાયર : રાજેન્દ્ર કૃષ્ણ (એક કલી મુસ્કુરાઈ)

11) મુજે પ્યારકી ઝિંદગી દેને વાલે
પ્રેમ ધવન (પ્યાર કા સાગર)

છંદ : લગાગા લગાગા લગાગા લગાગા લગાગા લગા

1) ‘યેં રાતેં, યે મૌસમ, નદી કા કિનારા, યે ચંચલ હવા’
શાયર: શૈલેન્દ્ર (દિલ્લી કા ઠગ)

છંદ: લગાગા લગાગા લગાગા લગા
1) સુહાના સફર ઔર યે મૌસમ હંસી
શૈલેન્દ્ર (મધુમતી)

છંદ : લગાગા લગા લગાગા લગા
‘કિસી રાહ પે, કિસી મોડ પર કહીં ચલા ના દેના તૂ છોડ કર’
શાયર: આનંદ બક્ષી (મેરે હમસફર)

છંદ : લગા લગાગા લગા લગાગા લગા લગાગા લગા લગાગા
‘નસીબ મેં જિસ કે જો લિખા થા, વો તેરી મેહફિલ મેં કામ આયા’
શાયર: શકીલ બદાયૂની (દો બદન)

મુતકારિબ’ છંદ: લગાગા લગાગા લગાગા લગાગા લગાગા લગાગા લગાગા લગાગા
1) યે દૌલત ભી લે લો, યે શોહરત ભી લે લો, ભલે છીનલો મુજસે મેરી જવાની,

2) મુઝે દુનિયાવાલો શરાબી ન સમજો, મેં પીતા નહીં હું, પિલાઈ ગઈ હૈ.
શકીલ બદાયુંની (લીડર)

મુતદારિક છંદ : ગાલગા ગાલગા ગાલગા ગાલગા
1) આજ દિલ પે કોઈ જોર ચલતા નહીં – આનંદ બક્ષી (મિલન)
2) છોડ દે સારી દુનિયા કિસી કે લિયે – ઈંદિવર (સરસ્વતી ચંદ્ર)
3) આજ સોચા તો આંસુ ભર આયે ‘ભર આયે’ , ભરાયે છેલ્લું આવર્તન ‘ગા’ છે.
4) આપ યૂં હી અગર હમસે મિલતે રહે, દેખિયે એક દિન પ્યાર હો જાએગા – રાજા મહેંદી
5) બેખુદી મેં સનમ, ઉઠ ગયે જો કદમ
6) ખુશ રહો હર ખુશી હૈ તુમ્હારે લિયે

છંદ : ગાગા ગાગા ગાગા ગાગા
1) ‘રહેતે થે કભી જિન કે દિલ મેં હમ જાન સે ભી પ્યારોં કી તરહ’ મજરૂહ (મમતા)
2) ‘દો દિલ તૂટે, દો દિલ હારે, દુનિયાવાલોં સદ પે તુમ્હારે’ કૈફી (હીર રાંઝા)
3) ‘મેં દિલ હું ઈક અરમાન ભરા, તૂં આકે ઉસે પહચાન જરા’ સત્યેન્દ્ર (અનહોની)

છંદ : લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા
1) ‘બહારોઁ ફૂલ બરસાઓ, મેરા મેહબૂબ આયા હૈ’ – હસરત (સૂરજ)
2) ‘બેદર્દી બાલમા તુઝકો મેરા મન યાદ કરતા હૈ’ – હસરત (સૂરજ)
3) ‘યે હી અરમાન લે કર આજ અપને ઘર સે હમ નિકલે’ – કૈફી (શબાબ)
4) ‘સજન રે જૂઠ મત બોલો, ખુદા કે પાસ જાના હૈ’ – શૈલેન્દ્ર (તીસરી કસમ)
5) ‘સુહાની ચાંદની રાતેં, હમેં સોને નહીં દેતીં’ – આનંદ બક્ષી (મુક્તિ)
6) ‘ખિલૌના જાના કર તુમ તો મેરા દિલ તોડ જાતે હો’ – આનંદ બક્ષી (ખિલૌના)

છંદ : લગાગાગા લગાગાગા લગાગાગા લગાગા
‘તેરી દુનિયા મેં દિલ લગતા નહીં, વાપસ બુલા લે’ – કેદાર શર્મા (બાવરે નૈન)

છંદ : લગાગાગા લગાગાગા લગાગાગા લગાલગા
‘સૂનો સજના પપીહેને કહા સબ સે પુકાર કે’ – આનંદ બક્ષી (આયે દિન બહાર કે)

છંદ : લગાગાગા લગાગાગા લગાગાગા ગાગા
‘કભી ખુદ પે કભી હાલાત પે રોના આયા’ – સાહિર (હમદોનોં)

છંદ : લગાલગા લગાલગા લગાલગા લગાલગા
1) ‘અજીબ દાસતાં હૈ યે, કહાં શુરૂ કહાં ખતમ ?’ – શૈલેન્દ્ર (દિલ અપના પ્રીત પરાઈ)
2)’પુકારતા ચલા હૂં મૈ, ગલી ગલી બહાર કી’

છંદ : ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
1) ‘આપ કી નજરોં ને સમજા પ્યાર કે કાબિલ મુઝે’ – રાજેન્દ્ર કૃષ્ણ (અનપઢ)
2) ‘દોં સિતારોં કા જમીં પરા હૈ મિલન આજ કી રાત’ – શકીલ (કોહિનૂર) (છેલ્લે ‘લગાગાલ’)

છંદ : ગાલગાગા ગાલગાગા લગાગા
‘રાત ભર કા હૈ મહેમાં અંધેરા, કિસ કે રોકે રુકા હૈ સવેરા ?’ – સાહિર (સોને કી ચિડિયા)

છંદ : ગાલગાગા ગાલગાગા ગાલગા
‘કોઈ સાગર દિલા કો બહલાતા નહીં’ – શકીલ (દિલ દિયા દર્દ લિયા)

છંદ : ગાલગાગા લલગાગા લલગાગા લલગા/ગાગા
‘તુમ અગર મુઝકો ન ચાહો તો કોઈ બાત નહીં’ – જી. કે. રાવલ (દિલ હી તો હૈ)

છંદ : ગાલગાગા ગાલગાગા ગાલગા
‘આપકે પહેલુ મેં આ કર રો દિયે’

છંદ : ગાલગાગા લલગાગા લલગાગા લલગા/ગાગા
1) ‘ફિર વો હી શામ વો હી ગમ વો હી તન્હાઈ હૈ, દિલ કો સમજાને તેરી યાદ ચલી આઈ હૈ’
રાજેન્દ્ર કૃષ્ણ (જહાં આરા)
2) ‘રસ્મ-એ-ઉલ્ફત કો નિભાયેં તો નિભાયેં કૈસે ?
હર તરફ આગ હૈ, દામ કો બચાયેં કૈસે ?’ – નક્શ લાયલપૂરી (દિલા કી રાહેં)
3) ‘આપને યાદ દિલાયા તો મૂઝે યાદ આયા’ – મજરૂહ (આરતી) ‘યાદાયા’ – ગાલગા
4) ‘અબ કે બિછડે હુએ શાયદ કભી ખ્વાબોં મેં મિલે,
જિસા તરહ સૂખે હુએ ફૂલ કિંતાબોં મેં મિલે.’ – અહમદ ફરાઝ
5) ‘ઈક શેહનશાહને બનવા કે હસીં તાજમહલ
સારી દુનિયા કો મહોબ્બત કી નિશાની દી હૈ’ – સાહિર (લીડર)

છંદ : ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા
1) ‘જીના યહાં મરના યહાં, ઈસકે સિવા જાના કહાં ?’ – શૈલેન્દ્ર શૈલી (મેરા નામ જોકર)
2) ‘અય દિલ મુઝે ઐસી જગહ લે ચલ જહાં કોઈ ના હો’ – શકીલ (આરઝૂ – જૂની)
3)’આંસુ સમજ કે ક્યૂં મુઝે આંખો સે તુમને ગિરા દિયા ?
મોતી કિસી કે પ્યાર કા મિટ્ટી મેં ક્યોં મિલા દિયા ?’ – રાજે ન્દ્ર (છાયા)
4) ‘તૂટે હુએ ખ્વાબોંને હમ કો યે સિખાયા હૈ’ -શૈલેન્દ્ર (મધુમતી)
5) ‘ઈન્સાફ કા મંદિર હૈ યે ભગવાના કા ઘર હૈ’ – શકીલ (અમર)

છંદ : ગાલગાગા લગાલગા લલગા/ ગાગા
‘તૂમા કો દેખા તો યે ખયાલ આયા
જિંદગી ધૂપ તુમ ઘના સાયા’

છંદ : લગાલગા લલગાગા લગાલગા લલગા/ગાગા
1) ‘કભી કિસી કો મુકમ્મલ જહાં નહીં મિલતા,
કહીં જમીં તો કહીં આસમાં નહીં મિલતા’ – નિદા ફાઝલી (આહિસ્તા આહિસ્તા)
2) ‘રુકે રુકે સે કદમ, રુક કે બાર બાર ચલે,
કરાર દિલ કા કહીં ખો કે બેકરાર ચલે.’ – ગુલઝાર (મૌસમ)
3) ‘વો ચૂપ રહે તો મેરે દિલ કે દાગ જલતે હૈ,
જુબાં સે કેહ દે તો બુઝતે ચરાગ જલતે હૈ’ – રાજા મહેંદી (અદાલત)

છંદ : ગાગાલ લગાગાગા ગાગા ગાગાલ લગાગાગા ગાગા
‘સીને મેં સુલગતે હૈ અરમાં, આંખો મેં ઉદાસી છાઈ હૈ,
યે આજ તેરી દુનિયા સે હમેં તકદીર કહાં લે આઈ હૈ?’ – ‘સેવન’ રિઝવી (તરાના)

છંદ : ગાગાલ ગાલગાલ લગાગાલ ગાલગા
1) ‘યૂં હસરતોં કે દાગ મહોબત મેં ધો લિયે,
ખુદ દિલા સે દિલ કી બાત કહી ઔર રો લિયે’ – રાજા મહેંદી (અદાલત)
2) ‘હમ હૈ મકાં-એ-કૂચ-એ-બાઝાર કી તરહ,
ઉઠતી હૈ હર નિગાહ ખરીદાર કી તરહ’ – મજરૂહ (દસ્તક)
3) ‘ગુજરે હૈ આજ ઈશ્ક મેં હમ ઉસા મુકામ સે’ – મજરૂહ (દિલ દિયા દર્દ લિયા)
4) ‘લગ જા ગલે સે ફિર યે હસીં રાત હો ના હો’ – રાજા મહેંદી (વો કોન થી)
5) ‘હમ બેખુદી મેં તુમા કો પુકારે ચલે ગયે’ – મજરૂહ (કાલાપાની)
6) ‘દિલ ચીઝ ક્યા હૈ આપા મેરી જાન લીજિયે’ – (ઉમરાવજાન)
7) ‘મૈં જિંદગી કા સાથ નિભાતા ચલા ગય’ – સાહિર (હમદોનોં)
8) ‘દેખા હૈ જિંદગી કો ભી ઈતના કરીબ સે’ – સાહિર (એક મહલ હો સપનોં કા)

છંદ કામિલ : લલગાલગા લલગાલગા લલગાલગા લલગાલગા
1) ‘યેં હવા યે રાત યેં ચાંદની તેરી ઈક અદા પે નિસાર હૈ,
મુઝે ક્યૂં ના હો તેરી આરઝૂ ? તેરી જૂસ્ત્જૂં મેં બહાર હૈ’ – રાજેન્દ્ર કૂષ્ણ (સંગદિલ)
2) ‘હૈ ઈસી મેં પ્યાર કી આબરૂ, વો જફા કરે મૈ વફા કરું’ – રાજેન્દ્ર કૃષ્ણ (અનપઢ)
3) ‘વો જો હમ મેં તુમ મેં કરાર થા, તુમ્હે યાદ હો કે ના યાદ હો’

ફિલ્મી ગઝલોના આવા તો અનેક ઉદાહરણો આપી શકાય, પસંદગીના છંદના કોઈ એક ગીતનો રાગ કે સૂર લઈને તેમાં પંક્તિને ઢાળવાનો પ્રયાસ કરવામાં આવે તો ગઝલને છંદમાં બેસાડવામાં સરળતા પડે છે. વિવિધ છંદોના લગા’ત્મક સ્વરૂપને પૂર્ણ રીતે સમજવા આ ઉપયોગી થઈ રહે છે એમ મારું માનવું છે. નવોદિતો માટે આ પ્રકાર શરૂઆતમાં ઉપયોગી અને સરળ પૂરવાર થાય છે. ફિલ્મી ગઝલોના છંદ દર્શનનું પ્રકરણ હવે છંદશાસ્ત્રના પુસ્તકોનું એક અભિન્ન અંગ બની રહ્યું છે.

આ શ્રેણીના બધા લેખો અહીં ક્લિક કરીને વાંચી શકાય છે

– જીજ્ઞેશ અધ્યારૂ

સંદર્ભ પુસ્તક –

ગઝ્લ શીખીએ – ડૉ. પ્રફુલ્લ શાહ
ગઝલનું છંદોવિધાન – રઈશ મનીઆર


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “ચાલો ગઝલ શીખીએ .. ભાગ ૭ – જીજ્ઞેશ અધ્યારૂ (ફિલ્મી ગઝલો અને છંદો)

  • Ajaysinh Balvantsinh Tarsadiya

    લગાગાગા લગાગાગા લગાગાગા લગાલગા ” સાહેબ આ છંદનું નામ શું??”

  • મંથન ડીસાકર

    ઉપર જે લગાગા લગા લગાગા લગા છંદ નું ઉદાહરણ આપેલ છે ‘કિસી રાહ મેં કિસી મોડ પર…. એ ખોટું છે.
    લગાગા લગા લગાગા લગા આ છંદ મુતદારિકનું એક ખાદિત સ્વરૂપ છે અને ઉદાહરણ લલગાલગા X ૪ કામિલનો સાલેમ છંદ છે.