પ્રિય મિત્રો,
એક ન ભૂતો ન ભવિષ્યતિ ઘટનાનાં સાક્ષી અને કર્મધારક બનવાનું સદભાગ્ય આપણા સૌના આંગણે આવીને ઉભું છે.
ઘણાં વખત પહેલાની વાત છે, એક ઈ-મેલ આવેલો, મદુરાઈમાં અને આસપાસના વિસ્તારોમાં રખડતાં ભટકતા મંદબુદ્ધિ લોકોને શોધીને રોજ ત્રણ વખત ખવડાવતાં ક્રિષ્ણનની વાત હતી, એ એ ઈ-મેલ એટલો સ્પર્શી ગયો કે મને થયું અક્ષરનાદ પર એ વિશે લખાવું જોઈએ. પછી તો એ વિશે સંપર્ક માહિતી શોધીને તેમનો સંપર્ક કર્યો, અનેકો ફોન અને ઈ-મેલ / કુરીયર, ઘણી વિગતો મેળવી અને અક્ષરનાદ પર અંગ્રેજી (અહીં ક્લિક કરીને વાંચો) અને ગુજરાતી (અહીં ક્લિક કરીને વાંચો) માં લેખ લખ્યો, એ જ લેખ જુલાઈ ૨૦૧૦માં અખંડ આનંદમાં પણ છપાયો. અખંડ આનંદના લેખના પ્રતિભાવ રૂપે બે મહીનામાં કુલ ૧૦૦થી વધુ ફોન આવ્યા હશે, કેટલાય પત્રો અને અન્ય એવાંજ આંગળીચીંધણ. એક ગુજરાતી સામયિકનો વિચારશીલ વસ્તાર અને એના વાચકોની પરિપક્વતા કહો કે સંવેદનશીલતા, અખંડ આનંદના આ લેખ પછી તેના લીધે ઘણી આર્થિક મદદ અક્ષય ટ્રસ્ટને મળી.
અને આટલું ઓછું હોય તેમ સીએનએન (વિશ્વ – મુખ્ય ચેનલ) દ્વારા દર વર્ષે યોજાઈ રહેલા સીએનએન હીરો ના સન્માન માટે કોઈકે સિગાપુરથી તેમનું નામાંકન કર્યું. સામાન્ય લોકો દ્વારા કરાયેલા આવા વિશ્વભરના લગભગ ૧૦,૦૦૦ નામાંકનોમાંથી છેલ્લે ૨૫ લોકોને પસંદ કરવામાં આવ્યા. સદભાગ્યે ક્રિષ્ણન એમાનાં એક હતાં. એ પછી વિશ્વભરની સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા લોકોના બનેલા એક મંડળ દ્વારા આમાંથી ૧૦ જણાંને સીએનએન ટોપ ૧૦ હીરો તરીકે સન્માનવામાં આવશે. અને એ દરેકને $ ૨૫,૦૦૦ સન્માન રૂપે આપવામાં આવશે. તા. ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૦ના રોજ થયેલી જાહેરાત મુજબ ક્રિષ્ણન સીએનએન ટોપ ૧૦ હીરો ૨૦૧૦ માટે અંતિમ ૧૦ સ્પર્ધકોમાં આવી પહોંચ્યા છે. આ સ્તર સુધી પહોંચનારા એ પ્રથમ ભારતીય છે એનો ગર્વ તો આપણે લેવો જ રહ્યો. સાથે સાથે હવે પછી એ દસ માંથી એકને સીએનએન હીરોનું સન્માન તથા $ ૧,૦૦,૦૦૦ નો પુરસ્કાર આપવામાં આવનાર છે. આ માટે લોકો દ્વારા ઓનલાઈન વોટીંગ કરવામાં આવશે. આ વોટીંગ પ્રક્રિયા ૧૮ નવેમ્બર સુધી ચાલશે.
આપણે ટીવી રીયાલીટી શો માટે કેટલાય લોકો માટે વોટ કરીએ છીએ તો આવા કોઈક નિષ્કામ કર્મયોગીને માટે થઈને એક વેબસાઈટ પર જઈને ક્લિક ન કરી શકીએ? એક એક ટીપે સરોવર ભરાય છે, આપણે આપણાં ભાગનું ટીપું તો મૂકીએ ! આ માટે આપણે સૌએ બીડું ઝડપવું જ રહ્યું. એક ભારતીય હોવાને નાતે, એક સમાજોપયોગી કર્મ નિષ્કપટભાવે તદ્દન સાહજીકતાથી પોતાના જીવનને સંપૂર્ણપણે એને જ સમર્પિત કરીને જીવતા એક માણસને આપણે વોટ કરવો જ રહ્યો. આ રકમ તેમને અક્ષયઘર બનાવવા માટે ઘણી મદદ કરી શક્શે. આવા કેટલાય નિરાધાર લોકોને આશરો અને ભોજન મળી રહેશે, ફક્ત એક ક્લિક આટલો ફરક કરી શકે એ તો ન માની શકાય એવી વાત છે ને? આ સિવાય વધુને વધુ લોકો સુધી આ વાત પહોંચાડી શકાય એ માટેના પ્રયત્નો આપણે કરવા જ રહ્યાં.
પગલું ૧ સીએનએન ટોપ ૧૦ હીરો વોટીંગ
પગલું ૨ ક્રિષ્ણન પ્રથમ પંક્તિમાં ડાબેથી અંતિમ છે, તેમના પર ક્લિક કરો એટલે યોર સિલેક્શન લખેલું છે તેની નીચે વાળા ખાનાંમાં તેમનો ફોટો આવશે,
પગલું ૩ એ પછી બાજુના બે અંગ્રેજી શબ્દો તેની નીચે આપેલા ખાનામાં યોગ્ય રીતે ભરો
પગલું ૪ અંતે વોટ પર ક્લિક કરો.
એક ગુજરાતી સામયિકના લેખે જે અપાવ્યું એ અક્ષય ટ્રસ્ટ અને તેમના આખાય વર્તુંળ માટે ભાવનાત્મક વાત છે, આ ઓનલાઈન વોટીંગ માટે તેમણે એથી પ્રેરાઈને ગુજરાતી બ્લોગજગત પાસે – આપણી પાસે ટહેલ નાખી છે, મદદ માંગી છે.
વોટીંગ ચાલે ત્યાં સુધી અક્ષરનાદ પર આ ટહૂકો નાંખતો એક લોગો સાઈડબારમાં કાયમ રહેશે. બ્લોગમિત્રોને વિનંતિ કે તેઓ આ લોગો જો શક્ય હોય તો તેમના બ્લોગ / વેબસાઈટના સાઈડબારમાં મૂકે, (આ લોગો અહીંથી ડાઊનલોડ કરી શકાશે) અને તેની લિંક સીએનએનના વોટીંગ પેજ પર આપે.
અથવા આ માટે તૈયાર કોડ અહીં છે.
<a href=”http://heroes.cnn.com/vote.aspx” target=”_blank”><img title=”krishnan” src=”http://aksharnaad.com/wp-content/uploads/2010/09/krishnan.gif” alt=”” width=”176″ height=”240″ /></a>
અથવા
<a href=”http://heroes.cnn.com/vote.aspx” target=”_blank”><img title=”krishnan” src=”http://aksharnaad.com/wp-content/uploads/2010/09/krishnan.gif” alt=”” /></a>
આપના બ્લોગના સાઈડબારના ટેક્સટ વિજેટમાં આ માટે તૈયાર કોડને પેસ્ટ કરો. અને શક્ય હોય તો વોટીંગ સમય સુધી તેને રાખો. આ વાતને બને એટલા વધુ લોકો સુધી પહોંચાડી શકાય તે માટેના સૂચનો આવકાર્ય છે. અક્ષરનાદ તરફથી અમે બનતાં બધાં પ્રયત્નો કરી રહ્યાં છીએ. આ કોડ અથવા ચિત્ર આપના બ્લોગના સાઈડબારમાં મૂકો એટલે અહીં પ્રતિભાવમાં જાણ કરવા વિનંતિ, જેથી આ જાણકારી ક્રિષ્ણન સુધી પહોંચાડી શકાય.
શું આપ વોટ કરશો?
– જીજ્ઞેશ અધ્યારૂ
I have done my job…. one more suggestion to all that we should have strat some help to people who cannot aford education… education only can change India…. please give your suggestion…
જીજ્ઞેશભાઇ,
આપના ઉમદા કાર્ય માટે અભિનંદન.
બંધુશ્રી જીજ્ઞેશભાઈ,
આપે પ્રગટાવેલા એ ” સી.એન.એન ટોપ ૧૦ હીરો વોટીંગ ” ના યજ્ઞકૂંડમાં વોટના સમિધ પધરાવી દીધા છે. આવો સૌ સાથે મળી એ અગ્નિકૂંડમાં એવો અગ્નિ પ્રજ્વલ્લિત કરીએ કે જેની જવાળા શ્રી ક્રિષ્ણનને એના એક માત્ર વિજેતા ઘોષીત કરે !
ધન્યવાદ !
જિગ્નેશભાઇ ફરી એકવાર ઉમદા કાર્ય બદલ અભિનંદન
CNN સાઈટ પર જઈને વોટિંગ કરી દીધું છે
મારું અંગ્રેજી કાચું અને તેમાય તાંત્રીક કડાકુટ કરવાની તો ફાવે જ નહીં. પણ આ ઉમદા કાર્યમાં ‘અભીવ્યક્તી’ નીમીત્ત બને તે માટે મીત્રશ્રી જીજ્ઞેશભાઈના માર્ગદર્શન હેઠળ મારા બ્લોગ ઉપર લીન્ક આપવામાં સફળતા પ્રાપ્ત કરી. ‘અભીવ્યક્તી’ના વાચકમીત્રોને CNN સાઈટ પર જઈને વોટીંગ કરવા આમંત્રણ છે.
જીજ્ઞેશભાઈ આભાર..
http://govindmaru.wordpress.com/
બે વખત વોત આપ્યો.
મે પણ આપી દિધો…..ધન્યવાદ આવા સદકાર્યો માટે….
જિગ્નેશભાઇ ફરી એકવાર ઉમદા કાર્ય બદલ અભિનંદન….
શકય સાથ આપીશું ને જ ને..એ કંઇ ચૂકાય નહીં જ…અત્યારે તો આ રીતે..નજીકના ભવિષ્યમાં અન્ય રીતેપણ કંઇક થઇ શકશે …એવી આશા ..ભાવના છે જ..
આપ આ રીતે આંગળી ચીંધતા રહો..અમે સૌ આપની સાથે છીએ જ..છીએ….
જિજ્ઞેશભાઈ,
હૃદયપૂર્વક અભિનંદન! અક્ષરનાદ દ્વારા ખૂબ સુંદર કામ થઈ રહ્યું છે. અખંડ આનંદ વાળી વાત વાંચીને ખૂબ આનંદ થયો. CNN સાઈટ પર જઈને વોટિંગ કરી દીધું છે, અને વધુ વાર કરી આવીશ.
આભાર!
વીણેલાં મોતી.કોમની આખીયે ટીમે વોટીંગ કરી નાખ્યું…
અને દરેક ને આમંત્રણ છે..
I have done my part as Vote. Lets hope he will be able to win and serve better. Thanks
code is not working correctly..
માનવભાઈ,
ચિત્રની સાઈઝ નાની કરી દીધી છે, કદાચ તેના લીધે આપના સાઈડબારમાં ચિત્ર લાવવામાં તકલીફ હતી.
આભાર,
જીજ્ઞેશ અધ્યારૂ