તારા વિખરાયા વાળને સમાર નહીં
સહેજ મને જોવા દે થાક આ સવારનો
સૂરજનું રૂપ ઓર નીખરે છે, દેખ એનો
ચહેરો વાદળની આરપારનો
સાંજના જે કોરો હતો શેઢો સવારે
જેમ લીલા અંગરખાને પહેરે !
વરસાદી નેહ આખી રાત ઝીલી લીધો,
એની ભીની સુવાસ હજી ચહેરે,
આવનારી ભરતીનો કેફ એમાં છલકે છે,
હોયને ભલે આ સમો ઝારનો…
આખી રાત હેત તણા પડદા વચાળે
થયું મોસૂંઝણું સૂતરનો ધાગો,
મટકું માર્યું ન સારી રાત છતાં અડકીને
કિરણો કહે છે હવે જાગો,
સાવ રે સપૂચા જિતાઈ, જાંણીજોઈ
ખેલી જુઓને દાવ હારનો….
સરસ રચના
હરીન્દ્ર દવેનાં આંગળાંની છાપ કેવી પડી છે આ લયભરી રચનામાં !