Know More ઇન્ટરનેટ એ શૃંખલા એક અનોખી કડીઓની હારમાળા બની રહી છે, અહીં મૂકવામાં આવતી વેબસાઈટ્સમાં વૈવિધ્ય જળવાઈ રહે તેનું ધ્યાન રાખવાનો પ્રયત્ન કર્યો છે, અને છતાંય ગમી જાય તેવી વેબસાઈટ વિશે લખવાની લાલચ રોકી શક્તો નથી. આજે આવી સાત વેબસાઈટ વિશે જણાવવાનો પ્રયત્ન કર્યો છે. ઓનલાઈન વાંચનથી સંગીત અને પ્રેરણાદાયક પ્રવચનો સુધીના વિષયોના વિશાળ વિસ્તારને તે આવરી લે છે. ખૂબ સરસ પ્રતિસાદ મળતો રહ્યો છે એવી આ શૃંખલા અને એમાં આપને કયા વિષય વિશેની વેબસાઈટ વિશે જાણવામાં મજા પડશે એવું જણાવશો. આજે ઈન્ટરનેટના સાગરના કેટલાક મોતીઓનો સંગ્રહ અહીં મૂક્યો છે.
અનેક ઓનલાઈન પુસ્તકાલયોમાંનું એક ખૂબ સરળ્ સુંદર અને મુલાકાત લેવા લાયક ઈ પુસ્તકાલય, અથાગ વૈવિધ્ય ધરાવતા પુસ્તકો અહિં મળી રહેશે. ઓનલાઈન આ બધાંય પુસ્તકો વાંચી શકાય છે. પબ્લિક ડોમેઈનમાં રહેલી લગભગ બધી જ અંગ્રેજી નવલકથાઓ તથા પ્રચલિત પુસ્તકો. એક વખત ચોક્કસ મુલાકાત લેવા લાયક વેબસાઈટ. રીડિંગ મોડ પર ક્લિક કરીને પુસ્તકો વધુ સારી રીતે વાંચી શકાય છે. ૮૦૦૦ થી વધુ પુસ્તકો અને ૩૫૦૦ થી વધુ લેખકોના સર્જનો ધરાવતું વિશાળ સાહિત્યનગર.
ફોટો ફાઈડે વેબવિશ્વના વિવિધ જૂથોની જેમ એક કમ્યુનિટી છે, પણ અહીં થોડીક નોખી રીતભાત છે. અહીં તમારે તમારા ફોટોગ્રાફ્સ અપલોડ કરવાના નથી, ફક્ત તમારા ફોટોની લિન્ક અહીં આપવાની છે, અહીં દર શુક્રવારે એક નવો વિષય સ્પર્ધા માટે આપવામાં આવે છે. એ પછી મુલાકાતીઓ વડે અહીં પસંદગી કરાય છે અને અઠવાડીયાના શ્રેષ્ઠ ફોટોગ્રાફ્સ નક્કી કરાય છે. અહીઁ કોઈ ઈનામ આપવામાં આવતુઁ નથી, પરંતુ અઠવાડીયાના અંતે ઘણી રચનાત્મક તસવીરો અહીં જોવા મળે છે. અહીં ફોટો અપલોડ કરવા કોઈ બંધન નથી, કોઈ પણ અહીં ફોટૉ અપલોડ કરી શકે છે, અને એ રીતે આ વેબસાઈટ પ્રાથમિક ફોટોગ્રાફરોના ઉપયોગ માટે છે.
૧૯૮૩માં કોન્ફરન્સ સ્વરૂપે તૈયાર થયેલ ઉપક્રમ હાલ અનોખી સફળતાના શિખરો સર કરી રહ્યું છે. કિરણ બીર શેઠીની બાળકોને જીવનની મહત્વની વાતો શીખવવાની વાત વિશેનું વક્તવ્ય હોય કે ગરીબોના બાળકોને ભણાવવા માટે પ્રયત્ન કરનાર સુલેખા બોઝ હોય, સ્ત્રિઓના શારીરિક શોષણ સામે ઝુંબેશ ઉપાડનાર સુનિતા ક્રિષ્ણનની વાત હોય કે સ્ટીવ જોબ્સ જીવન કઈ રીતે તેની સ્ંપૂર્ણતામાં જીવવું એમ સમજાવતા હોય એ વિશેના વક્તવ્યને માણવા આ સુંદર વેબસાઈટ પર જઈ શકાય, વિડીયો માણી શકાય કે તેને લેખ સ્વરૂપે વાંચી પણ શકાય. અનોખી ભાત પાડતી આ સુંદર વેબસાઈટ ખૂબ પ્રેરણાદાયક અને જાણવાલાયક માહિતિઓનો ખજાનો છે. એક વખત અવશ્ય મુલાકાત લેવા જેવી જગ્યા. ૭૦૦થી વધુ આવાજ વક્તવ્યો અહીં તદ્દન મફત માણી શકાય છે, નવા વક્તવ્યો દર અઠવાડીયે ઉમેરાતા રહે છે.
http://www.booksshouldbefree.com
પુસ્તકો તો જ્ઞાનનો ખજાનો છે, શક્ય એટલા વધુ પુસ્તકોને સીમાઓની બહાર સાર્વત્રિક ઉપયોગ માટે મૂકાવા જોઈએ એવી અક્ષરનાદની માન્યતા સાથે બંધબેસતી આ વેબસાઈટ પણ પુસ્તકોનો અનોખો ખજાનો છે, જો કે અહીં વિશેષ વાત એ છે કે બધાં પુસ્તકો ઓડીયો સ્વરૂપમાં છે, mp3 સ્વરૂપમાં, iPod અને iTunes સ્વરૂપોમાં અનેક પુસ્તકો ડાઊનલોડ કરી શકાય છે. ખૂબ સારી અવાજ ગુણવતા સાથેના આ પુસ્તકોમાંથી ઘણાંય મેં mp3 સ્વરૂપમાં સંગ્રહ્યા છે.
આપની પોતાની વેબસાઈટ વિશેની વિવિધ ટેકનીકલ બાબતો જાણવા, વેબસાઈટની ઝડપ, લોડ થવાની ક્ષમતા વગેરે વિશે વિગતે જાણકારી આપે છે, અને જ્યાં સુધારાને અવકાશ હોય ત્યાં પણ સૂચવે છે. ગૂગલ પેજ સ્પીડ અને યાહુ વાયસ્લો નો ઉપયોગ કરીને ઝડપી પેજ લોડ માટેના સૂચનો આપે છે, અને આમ કરતી આ વેબસાઈટ પોતે પણ ઘણી ઝડપી છે. આપની સેલ્ફ હોસ્ટેડ વેબસાઈટ માટે એક વખત અવશ્ય વાપરી જોવા જેવી સગવડ.
http://www.cmagics.com/beta/piano
શું આપને પિયાનો વગાડતા આવડે છે? નહીં, કોઈ વાંધો નહીં, આ વેબસાઈટ પર જઈને આપ આપના કોમ્પ્યુટરના કી બોર્ડથી પિયાનો વગાડી શક્શો, જો આપની ટાઈપ કરવાની ઝડપ સારી હોય તો આપને એમાં આપેલા કી-બોર્ડ નોટ્સ વાંચીને વગાડવાની ખૂબ મજા આવશે, આ ઉપરાંત તેના અનેક ગીતોના નોટ્સ ઓનલાઈન પણ ઉપલબ્ધ છે, આ ઉપરાંત આપ જે વગાડ્યું હોય તે ફરીથી એ જ સ્વરૂપમાં સાંભળી શકો છો. ખૂબ નાવિન્યસભર અને મનોહર આ વેબસાઈટ આનંદ આપે એવી છે.
ઘણાં લોકોને બગીચામાં કે દરિયાકિનારે બેસીને વાંચતા કે સર્જનાત્મક કામ વધુ કુશળતાથી કરી શક્તા આપણે જોયા હશે, પરંતુ આજના ઝડપી અને શહેરીકરણવાળા યુગમાં આવા કુદરતી વાતાવરણ વાળા સંજોગો ક્યાં શોધવા જવા? એવા આબેહુબ સંજોગો તો સર્જવા કદાચ મુશ્કેલ બની રહે પર્ંતુ એ વાતાવરણની અનુભૂતી તેના અવાજથી અવશ્ય કરી શકાય. અહીં અનેકવિધ અવાજો છે, દરિયાનો, જંગલનો, હવાનો, પાંદડા પડવાનો, પક્ષીઓનો, જંગલનો વગેરે, બે કે ત્રણ એવા અવાજો ભેગા કરીને સંગ્રહી શકાય છે, સાંભળી શકાય છે. મેઁ સંગ્રહેલો અવાજ અહીં ક્લિક કરીને સાંભળી શકાય છે.
ઈન્ટરનેટના મહાસાગરમાંથી વીણેલા આ કેટલાક મોતીઓ છે, સમયાંતરે જેમ વેબસાઈટસ પસંદ થતી જાય તેમ તેમ અહીં મૂકવાનો ઉપક્રમ છે, આશા છે આપને પસંદ આવતી હશે. પ્રતિભાવોનું સ્વાગત છે.
સરસ માહિતી આપવા માટે અભિનંદન.વધુ જાણકારી મૂકતા રહેજો .
શ્રી જીગ્નેશભાઇ
વિદેશમાંટથી શ્રી વિજયકુમાર શાહ “સહિયારૂં સર્જન” નામની એક વેબ સાઇટ ચલાવે છે જેના પર પાંચ છ લેખકો દ્વારા લખાયેલી એક નવલકથા રજુ થાય અને એમાં ભાગ લેવા માંગતા લેખક એક અથવા વધારે ચેપ્ટર લખવા માટે મુદદા આપવામાં આવે છે તો આપ આ બ્લોગની મુલાકાત અવશ્ય લેશો
આભાર
સરસ માહિતી આપવા માટે અભિનંદન
જિગ્નેશભાઈ ઘણી ઉપયોગી જાણકારી છે . વધુ જાણકારી મૂકતા રહેજો .
Hi,
Informative article,looking forward to have once a week. Appreciated.
Mukesh
તમે હંમેશાં કશુક નવું તેમજ ઉપયોગ સભર માહતી મૂકી અને તમારા બ્લોગ નાં નામને સાર્થક કરો છો.
ખૂબજ સરસ માહિતી આપવા માટે અભિનંદન !
અશોકકુમાર-‘દાદીમાની પોટલી’
http://das.desais.net
જીગ્નેશ ભાઈ આપ ને ખુબ ખુબ ધન્યવાદ
આ ઉપયોગી વેબસાઈટસ મૂકવા બદલ
“Thank You”
તમે આ નવું ને બહુ ઉપયોગી કામ હાથ પર લીધું છે. આજે એમાંની એક સાઈટ http://naturesoundsfor.me મૂકીને તો તમે બ્લોગશીર્ષક અક્ષર અને નાદ બન્નેને સાચવી જાણ્યા !
તમારો આ બ્લોગ નેટજગતનું ઘરેણું છે.
નમસ્તે.આપનો પ્રયાસ ગમ્યો.ખાસ તો ફ્રિ ઉપયોગ કરિ શકાય તેવા એન્ટિ વઇરસ પ્રોગ્રામ્સ નિ સાઇતટ્સ નિ માહિતિ ઉપયોગિ થશે.સાથે અન્ય ઉપયોગિ પ્રોગ્રામ પણ ઉપયોગિ ખરા આભાર્.
aapno khub khub abhaar aavi j latest jankari je internet lagati hoy te tamo ek week ma ek vakhat pragat karso to anand thase. masallah!!!!