( વરસાદની આ મૌસમમાં જો કોઈનો વિયોગ સૌથી વધુ સાલે તો એ છે પ્રિયપાત્ર. એ સ્નેહીજન આવી ભીની રંગતમાં પણ દૂર છે, એમના આવવાનો વર્તારો છે, પણ એ ક્યારે આવશે એ તો કેમ કહેવાય ? કુદરત પણ જાણે એના આવવાના સમાચારથી ઝૂમી ઉઠી છે, આવા વિહવળતાભર્યા સંજોગોમાં એક પલળેલું અછાંદસ સ્ફૂર્યું ને અહીં મૂક્યું એ બધુંય પેલી નાનીશી વાદળીએ વરસાવેલી વાછટ જેટલું જ સાહજીક, આહ્લાદક છે.)
તમારા આવવાના સમાચારે
વૃક્ષોની આંખોમાંથી
ખુશીના આંસુ ટપકે છે,
રસ્તાઓ નહાઈને,
ચોખ્ખાચણાક થઈ ગયાં છે,
એના ગાલેતો જાણે
ખુશીના ખંજન પડ્યાં છે,
પૃથાએ લીલું પાનેતર પહેર્યું,
earthy scent લગાડ્યું છે,
એની આંખોની ગલીઓમાં
વહાલ ઉભરાઈ રહ્યું છે,
વાદળોએ એને તડકાથી બચાવવા
છત્રી ધરી રાખી છે,
ધરતીની, પશુઓની
પક્ષીઓની માણસની
બધાંયની તરસને ઉત્તર મળ્યો છે.
અમારા મનનું શું?
અમારા વ્હાલને અમે
ડેમના દરવાજે રોકી રાખ્યું છે,
પણ મનના ઉપરવાસમાં
સ્મરણોનો ધોધ વછૂટ્યો છે.
ધીરજનો ડેમ ઓવરફ્લો થાય
હૈયાના દરવાજા ખૂલે
અને એના ઘોડાપૂરમાં
બધુંય તણાઈ જાય
સૌને જણાઈ જાય
એ પહેલા, તમે
આવી જાવ તો કેવું ??
– જીજ્ઞેશ અધ્યારૂ
બિલિપત્ર
પ્યાસ સમજી ના શકી એ ઝાંઝવાનું જળ હતું,
પ્રેમપત્રો આખરે તો અક્ષરોનું છળ હતું.
માસ બારે માસ આંખે આમ ચોમાસું રહ્યું,
આયખાભર એ જ તારી યાદનું વાદળ હતું.
– ધૂની માંડલિયા
પ્રતિકોનુ આયોજન મનભાવન છે.. સરસ કાવ્ય.
જીગ્નેશ ભા ઇ
ખુબજ સરસ વર્સાદી કવિતા છે.. ઉપમા અંલકાર નો વર્સાદ કરી ને શબ્દો ની ઝાપટ મારી છે.
મે હુ અમદાવાદ નો રીક્ષાવાળા ઢાળ મા આવુ
વર્સાદી ગીત લખ્યુ છે
આવરે વરસાદ…જયકાંત જાની (USA)
………………………………..
આવો પ્રેમીઓ આપુ તમને ,સલાહ એક સુફીયાણી
ચુબંન કરતા ચમત્કારી છે, આ વરસાદનુ પાણી
જેવું ના સૂકાયે આંખોના દરિયાનું પાણી
એવી ના સૂકાયે કોઈ દી વરસાદી જવાની
આવો પ્રેમીઓ આપુ તમને ,સલાહ એક સુફીયાણી
ચુબંન કરતા ચમત્કારી છે, આ વરસાદનુ પાણી
આ ઝરમર …. દેખાણી? હા
આ વરસાદની હેલી…. દેખાણી? હા હા
અને વરસાદ ની રાણી…દેખાણી? દેખાણી…
ડોસા-ડોસી પણ વરસાદ મા પલળી રાખે ઉંમર છાની
આવો પ્રેમીઓ આપુ તમને ,સલાહ એક સુફીયાણી
ચુબંન કરતા ચમત્કારી છે, આ વરસાદનુ પાણી
કર કાગડો છત્રી નો ને રેઇન કોટ મુક ને હેઠા
હૈયુ ખાલી વરસાદ ભારી જાણે હોઠ કરે એઠા
અહીં ભીનો પ્રેમ થાય ને ભીની ભીની ઉજાણી
આવો પ્રેમીઓ આપુ તમને ,સલાહ એક સુફીયાણી
ચુબંન કરતા ચમત્કારી છે, આ વરસાદનુ પાણી
અહીં સાઇઠ વરસ ની ઉંમરવાળા લાગે લટ્ટુ છોગાળા
અહીં છીંક કરતાં થઈ છીંકતા ફરે ડોસા ઉંમર વાળા
આ વર્સાદમા કંઈ સમજ પડે નહિ કોણ પુરુષ કોણ બાળા
અહીં જુવાનના વાળ ધોળા ને ઘરડાંના વાળ કાળા
વર્સાદ પડે સૌ ભજીયા ની કરતાં રોજ ઉજાણી
આવો પ્રેમીઓ આપુ તમને ,સલાહ એક સુફીયાણી
ચુબંન કરતા ચમત્કારી છે, આ વરસાદનુ પાણી
જો નાગા પુગા બાળકો….
-કાગળ ની હોડી
ને ધરતી છે માતા
-હે મા તારી જય હો !!!
જો પ્રેમ લા પ્રેમલી નો પ્રેમ અહીં સૌ ના મુખ છે રાતા
અહીં વગર પેગે પ્રેમીઓ લાગે મધમાતા
એક મિનિટમાં રસ્તા ગલીઓ થઈ જાતા પાણીપાણી
આવો પ્રેમીઓ આપુ તમને ,સલાહ એક સુફીયાણી
ચુબંન કરતા ચમત્કારી છે, આ વરસાદનુ પાણી
અહીં પલળવુ ફરજીયાત છે તન મન ભીના ભીના
અહીં છત્રી લઇ ચાલે એને વર્સાદ કહે કમીના
કોઈ ર્ંગીલા છે રોમેન્ટિક ને કોઈ પાણી ઘેલા
નાના-મોટા સૌએ ભીગે છે થૈ વર્સાદના ચેલા
મન મુકી પલળવા વર્સાદની ભાષા લેવી જાણી
આવો પ્રેમીઓ આપુ તમને ,સલાહ એક સુફીયાણી
ચુબંન કરતા ચમત્કારી છે, આ વરસાદનુ પાણી
પાપણ પર પડેલુ એ ટપકુ આંશુ તો નથી,
કે વાળ મા લેવાયેલુ શબનમનુ પાસુ તો નથી,
આસ્ચર્ય થી ના જુઓ આમ અમારી તરફ,
આમ તમારા ચહેરાથી કાંઇ વરતાતુ નથી,
સરસ વરસાદી અછાંદસ,,મજા આવી હો ભાઈ..
સપના
બહુ સુંદર રચના !
earthy scent લગાડ્યું છે,…ની જગાએ….માટીએ મહેક ઓઢી છે…. કે એવુ કઈંક લખાય તો …
જ્હાન કિટ્સે અમ્સ્તું નથી કહ્યું- થિન્ગ ઓફ બ્યુટિ ઇઝ જોય ફોર એવર.પ્રેમનો આણદજ એવો છે.લાગણીનો ધોધ..તમારો
ધોધ કે ઘોડાપુર.. ગમ્યું