એકત્વ (બે ગઝલો) – દાન વાઘેલા 2


ભાવનગરના શ્રી દાન વાઘેલાની રચનાઓ ઘણાં પ્રતિષ્ઠિત સામયિકોમાં સમયાંતરે માણવા મળતી રહે છે, અને પ્રથમદર્શી રીતે તેઓ પ્રેમીઓના કવિ જણાય છે, પણ ના ! પ્રસ્તુત ગઝલો તેમની સત્વશીલ મરમી વાતોને વાચા આપવાની હથોટીનો સબળ અને સક્ષમ પુરાવો છે. આપણી ભાષામાં આ પ્રકારની રચનાઓની ચર્ચા ખૂબ જ થાય છે, પરંતુ તેમાં રહેલા સત્વને માણવાનું આવી ચર્ચાઓમાં રહી જાય છે. ગઝલનું આવું સૌંદર્ય માણવા મળે એ આપણું સદભાગ્ય જ કહેવાય ને!

૧.

સાદ પાડીનેય તું બોલાવને;
હું ય તત્પર છું અહીંયા આવને !

આપણો સમ્બન્ધ અલબેલો રહ્યો;
કોઈ કયારે કહી શક્યું કે જાવને !

સાવ હળવાફૂલ જ્યાં અર્થો મળ્યાં;
શબ્દ ખુદ કહેતા કે અમને ગાવને !

માણવાનો રેશમી અવિચળ મિજાજ;
બેઉ સંજોગો વધુ વિંટળાવને!

એક બે ને ત્રણ કહેલી દોડમાં;
હું પણાને હદ મૂકી હંફાવને !

આપણે એકત્વ પામ્યા ‘દાન’માં
તું કદીના છોડશે સદભાવને !

૨.

શબ્દના મોતી પરોવો પાનબાઈ;
ના કદી ખોવો એ મોકો પાનબાઈ !

એવી રીતે પામવો પરબ્રહ્મને;
વળગણોને આવે જોકો પાનબાઈ !

શૂન્યમાં સૌને સમાવી લો પછીથી;
રાખશે એ ખૂદ રખોપો પાનબાઈ !

જો ગગનગઢથી પછી ઉતરે ગિરા;
અર્થ સૌથી એ જ મોટો પાનબાઈ !

એકતારો હાથમાં લઈને મીરાં;
કહી ગઈ છે એજ વાતો પાનબાઈ !

– દાન વાઘેલા


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “એકત્વ (બે ગઝલો) – દાન વાઘેલા

  • himanshu

    શબ્દના મોતી પરોવો પાનબાઈ;
    ના કદી ખોવો એ મોકો પાનબાઈ !

    કવિ સાથે રુબરુ ચર્ચા મુજબ સન્દેશ લખુ તો ઉપર દર્શાવેલ રચના દાન વાઘેલા દ્વારા સર્જાયેલ નથેી.

    વેબ સાઇટ પર મુક્નારનેી ભુલ ત

    sorry but this gujarati typing option is very bad…plz change it as a web site tester its not good…

    —himanshu