Daily Archives: December 6, 2021


રાણકપુર – કુંભલગઢ ટ્રેકિંગ ડાયરી (૩) – નેહા રાવલ 5

આગળ ચાલવું, ચાલતા રહેવું એ જ જાણે એ સમયે જીવનનું એક માત્ર કાર્ય હતું. બીજું કશું જ મનમાં આવતું ન હતું. ચાલો. ચાલતા રહો. ખૂબ થાકો ત્યારે જરાક થોભો. બેસી જવાથી થાક બેવડાઈ જતો હતો.