બપોરે ઘરનાં ડ્રોઈંગરૂમમાં બેઠા બેઠા જ્યારે એ સમાચાર સાંભળ્યા કે હવે કોંગ્રેસની સરકાર ને જમ્મુ કાશ્મીરમાં અમરનાથ શ્રાઈન બોર્ડ મુદ્દે પીપલ્સ ડેમોક્રેટીક પાર્ટીએ આપેલો ટેકો પાછો ખેંચી લીધો છે, અને છતાંય કોંગ્રેસ પોતાના વલણ પર અડગ છે, ત્યારે મને બે ઘડી થઈ ગયુ કે કદાચ સત્ય અને અસત્ય વચ્ચેની આ લડાઈમાં કોનો સાથ આપવો તે કોંગ્રેસે નક્કી કરી લીધું છે. અમરનાથ શ્રાઈન બોર્ડ ને ગુલામ નબી આઝાદની સરકારે અમરનાથ યાત્રિઓની સુવિધા અને સગવડ વધારવાના હેતુસર ૩૯.૮૮ એકર જમીન આપવાની વાત કર્યા પછી ત્યાં મોટા સ્તર પર તોફાનો ફાટી નીકળ્યા હતા. આ વિરોધ જમીન આપવા અને જંગલના વિનાશ વિરોધનો હતો કે યાત્રાધામને આપવા સામે હતો તે હજી મને સ્પષ્ટ નથી થયું.
લખવા વાળાઓ તો આ વિશે ઘણું લખી શકે. મુદ્દઓને ઓપરેશન માટે શોધતી “કહેવાતી” ન્યૂઝ ચેનલ્સ આના પર ખૂબ લાંબા સમય સુધી ચર્ચા કરી શકે, પણ તમને કોઈ હલચલ દેખાઈ? હું ધર્મ નિરપેક્ષતાનો વિરોધ નથી કરતો, પણ જો તમે મુસ્લિમ સમાજને તેમની હજ યાત્રા માટે મદદ કરતા હોવ તો આ દેશમાં જેમની વસ્તી બહુમતીમાં છે તેવા હિન્દુઓને કોઈ મદદ કેમ નહીં?
આ કદાચ સાંભળવામાં સારૂ ના લાગે પણ લઘુમતી….લઘુમતી અને આરક્ષણનો રાગ આલાપતી બધી સરકારો બહુમતી પ્રજા વિશે કાંઈ વિચારે છે કે નહીં તે વિષે મને શંકા થવા લાગી છે. આ જમીન આપવાનો વિરોધ મારા મતે ગેરવ્યાજબી હતો, જો આ જ પ્રકારનો વિરોધ કોઈ અન્ય ધર્મ વિરૂધ્ધ હિંદુઓ એ કર્યો હોત તો કહેવાતા ધર્મનિરપેક્ષ લોકો તલવાર લઈને લડી લેત, પણ કારણ કે તેઓ જો આ મુદ્દે હિંદુઓનો સાથ આપશે તો ધર્મ જનૂનીઓમાં ખપી જશે, જેનો તેઓ વિરોધ કરી રહ્યા છે, તેઓ કાંઇ બોલ્યા નહીં. સર્વ રાજકારણીઓ આ બાબતે બોલવાથી બચતા રહ્યા. ઝૂકવાની આ માનસીકતા અને પ્રવૃતિ જ પતન ના માર્ગે દોરી જશે.
છેલ્લે વચલા માર્ગ તરીકે સરકારે એવુ નક્કી કર્યુ છે કે યાત્રીઓને સગવડ અને સુવિધાઓ સરકાર આપી શકે છે અને તેથી આ જમીનની બોર્ડ ને સોંપણી રદ્દ કરાઈ છે……બોલો બમ બમ ભોલે….(28-06-08)
P.S : સોમવાર રાત્રે મળેલા લેટેસ્ટ ન્યૂઝ કહે છે કે હવે બજરંગદળ ત્યાં જમીન પાછી શ્રાઈન બોર્ડને અપાવવા માટે ત્રણ દિવસ હડતાળ જાહેર કરી છે, ઈવન પેટ્રોલ ત્યાં સપ્લાય કરવા વાળા ટેંકર પણ પેટ્રોલ સપ્લાય બંધ કરી રહ્યા છે.
આવુ કૈલાસ યાત્રા માટે પણ થાય છે. હજ માટે જતા હાજીઓને સબસીડી આપવામાં આવે છે પણ કૈલાસ યાત્રીઓને કે અમરનાથજીના યાત્રીઓ તરફ આંખમિચોણી ચાલે છે.
જો અન્ય ધર્મના ધાર્મિક કાર્ય માટે સરકાર મદદ કરતી હોય તો તેમાં વાંધો ન હોવો જોઈએ. વાંધો એ વાતનો છે કે બહુમતી હોવા છતાં હિંદુઓની સતત ઉપેક્ષા થાય છે. મક્કામાં મુસ્લિમોના પવિત્ર ધર્મસ્થાનની નજીક હિંદુ મંદિર હોય તેવું શક્ય છે ખરું? પણ ભારત એ દેશ છે જ્યાં રામ મંદિર કે ક્રુષ્ણ જન્મસ્થાનની સાવ લગોલગ મસ્જિદ છે.રામાયણ, મહાભારત, શ્રીમદ ભગવદગીતા જેવા મહાન ગ્રંથોએ પૂરા વિશ્વને ભારત પ્રત્યે આકર્ષ્યા છે. એ જ ભારતમાં રામમંદિરના નિર્માણ માટે, રામસેતૂના બચાવ માટે અને અમરનાથ યાત્રા માટે હિંદુઓએ વર્ષોના વર્ષો સુધી લડવું પડે છે એ ઘણી શરમજનક વાત છે. જવાબદાર કોણ છે એ તો રામ જ જાણે.
જિજ્ઞેશભાઈ આપે આવી સંવેદનશીલ સમસ્યાને આપના બ્લોગમાં ચર્ચાની એરણે મૂકી એ બદલ અભિનંદન.
1992 પછી ધર્મ અને રાજકારણ અને શીક્ષણ માં જે ભેળસેળ કરી છે આ નપુંસક રાજકારણીઓએ કે પ્રગતીની વાતોમાં હવે કોઇને રસ નથી રહ્યો
Shoot at site,,,,,is the only option available…
Just try once and you will have problem solved life time(my assurance)
Vande matram.
Nobody is really willing to peep into real issue & solve them……everybody, especially media, is busy in “encashing” the information. Pseudo secularism is the new precelent term, after 2002 issues in Guj.