આ પોસ્ટના કેટલાક શબ્દો કે વર્ણન અરૂચિકર હોઈ શકે છે.
ચારેક હજાર વર્ષ પહેલા વામમાર્ગ કે અઘોરી પંથની સ્થાપના થઈ હશે એમ માનવામાં આવે છે. માનવી જેમ જેમ જીવન વિશે વિચારતો ગયો એમ એ પ્રકૃતિથી વિમુખ થવા લાગ્યો. મૃત્યુના ભયે અને સ્વાભાવિક જિજીવિષાએ એને ધર્મની કલ્પના આપી. જીવનની ક્ષણભંગુરતાના કારણે કેટલાક જીવનના મોજશોખ થી ઉદાસીન બની ગયા. એમણે ત્યાગનો મહીમા ગાયો, સત્વશુધ્ધીમાં ભોગો એમને બાધક લાગ્યા. જ્યારે સગુણ બ્રહ્મના વિચારે પરમાત્માની કલ્પનાને જન્મ આપ્યો. વેદાંત, અધ્યાત્મ, સાંખ્યશાસ્ત્ર, પુરુષ અને પ્રકૃતિનો ભેદ, પાંડિત્યમાં અટવાયાં. સામાન્ય મનુષ્ય યોગમાં માનસિક શાંતિ શોધવા લાગ્યો અને જાતજાતની અને ભાતભાતની ભ્રમણાઓમાં ફસાયો.
તો સામા પક્ષે કેટલાક વિચારકોએ ભોગને પ્રાધન્ય આપ્યું. એમના મૂળ વિચાર મુજબ એમને મનુષ્ય અવતાર આ સૃષ્ટી પર એટલા માટે આપવામાં આવ્યો છે કે સ્વર્ગ સમાન આ સૃષ્ટીનો એ યથેચ્છ ઉપભોગ કરી શકે, આમ આ બંને શાખાઓ આશરે બે થી અઢી હજાર વર્ષ પહેલા અલગ પડી અને તેમના મૂળ સ્પષ્ટ અને ઉંડા થયા. લોકપ્રિય ત્યાગના માર્ગથી અલગ જનારા – સામાન્ય માન્યતાઓથી અલગ જનારા વામમાર્ગી કહેવાયા જેમને આપણે કાપાલીક કે અઘોરી કહીએ છીએ.
આ વામ માર્ગીઓમાં પાંચ પ્રકારના ‘મ’ નું ખાસ મહત્વ, માંસ મદિરા, મંત્ર, મૃત્યુ અને મૈથુન. આ વામમાર્ગીઓ પશુઓના બલિદાન આપે, તેમનું માંસ ભક્ષણ કરે, માનવબલી પણ આપે, ભાંગ ગાંજા ચરસનું સેવન પણ કરે. સામાન્ય લોકો માટે જે વસ્તુઓ વર્જ્ય ગણાય છે તે બધી ત્યાં પવિત્ર મનાય છે. કદાચ એટલે જ વામ માર્ગ કહેવાય છે. સ્ત્રીઓને તે પ્રકૃતિ સ્વરૂપ માનતા, અને તેમના માનવા પ્રમાણે પ્રકૃતિની દરેક રચના ભોગ માટે જ રચાયેલી છે. એમના તંત્રશાસ્ત્રમાં અનેક યંત્રો છે, જે ભૂમીતીના અનેક આકારોના સંયોજન જેવા લાગે છે. સામાન્ય રીતે તેઓ શક્તિસ્વરૂપ એવા દેવીની પૂજા કરે છે, જેમાં ચામુંડા અને મહાકાળી માતા મુખ્ય છે. માનવ ખોપરીઓને એ લોકો પાત્ર તરીકે વાપરે છે, તેમાં ખાવુ પીવુ તે લોકો માટે સ્વાભાવિક છે, એમ મનાય છે કે ગુરુ સમાધિ લે કે મૃત્યુ પામે ત્યારે તેના સૌથી યોગ્ય ચેલાને તેની ખોપરી મળે છે, જીવન પ્રત્યેનું તેમનું તત્વગ્નાન એટલે ભોગ. આ ભોગી બનતા પહેલા તેમણે ખૂબ લાંબી અને ઘોર ઉપાસના અને સાધના કરવી પડે છે. સાધના થી કોઈ પ્રસન્ન કરવા એ હેતુ નથી હોતો, સામાન્ય માન્યતાને અવગણી, એ કદી ઉપાસનાના હેવુ નથી, પણ ઉપાસના અને સંયમ થી મન પરનો કાબુ, તેની શક્તિઓ વધારે મજબૂત બને છે. મંત્રો એ માધ્યમ છે, જેના પર સવાર કરીને આવા તાંત્રીકો મનની સિધ્ધીઓનો ઉપયોગ કે દુરૂપયોગ કરે છે. મારા મત મુજબ આ બધી જ માનસિક શક્તિઓ છે જે શરીરના સંયમ થી પ્રાપ્ત થાય છે. મનુષ્યના શરીરને જે મૂળભૂત ચક્રોમાં અહેંચવામા આવ્યુ છે તેમાના મૂલાધાર ચક્ર અને નાભિ તથા મૂત્રમાર્ગની વચ્ચેના ચક્રમાં રહેલી કુંડલીની શક્તિ, આ બે મનુષ્યના મનને ગજબની શક્તિ અર્પે છે.
હિપ્નોટીઝમ જેને હવે તો બ્રિટનની મેડિકલ ઈન્સ્ટિટ્યુટ પણ માન્યતા આપી ચૂક્યું છે, તે આવા માનસીક શક્તિઓના સો માં ભાગ થી ય ઓછું છે. મનની શક્તિઓ આંખો વડે પ્રગટ થાય છે, આ શક્તિઓને વ્યાપક પણે એકત્રિત કરી અને કોઈ કાર્ય સિધ્ધ કરી શકાય છે, આપણા તાંત્રીકો કરે છે તેમ બીજા કોઈના મન ને કાબૂમાં કરવુ, કોઈના મુખે આપણું ધારેલ બોલાવવું, તેને આપણા કહ્યા પ્રમાણે વર્તાવવા પ્રેરીત કરવું વગેરે આના ઉદાહરણો હોઈ શકે.
ઘણા તાંત્રિકો બીજાના મનને કાબૂમાં કરવાની સાથે સાથે શબ્દભ્રમ કે જેને વોન્ટ્રીલોક્વિસ્ટ પણ કહેવાય છે એ કરે છે. જો કોઈ તમને એમ કહે કે ફલાણા ફલાણા ભાઈને કખગ આવે છે તો તમે જે માણસને કખગ આવે છે તેના વિષેના એવા સવાલો પૂછી શકો કે જે ફલાણા ભાઈને ખબર ન હોય તો તે જવાબ નહીં આપી શકે. આત્મા બોલાવવાના કે કોઈક પંડમાં આવવાના બધા દાવા મારા મતે આવા જ હોઈ શકે.આવા કિસ્સાઓમાં તાંત્રિક તમારા અર્ધજાગ્રૃત મન પર કબજો જમાવે છે, ફરી અહીં આંખોથી દોર સંધાય છે, અને તમારૂ જાગ્રૃત મન તે નિશ્ચેત કરી દે છે, તેથી તમારૂ લોજીક બંધ થઈ જાય છે અને ફક્ત થોડીક યાદશક્તિ રહે છે, તમેં પૂછેલા સવાલોના જવાબો તમારા જ અર્ધજાગૃત મન પાસેથી ઉઘરાવી તે તમને આપે છે જે તમારી લીમીટેડ મેમરી યાદ રાખે છે, જે તમે મન ને થોડુક મજબૂત કરો તો તેની પકડ ઘટતી જશે, પણ સામાન્ય રીતે આવા કિસ્સાઓમાં એવુ જોવાય છે કે ભારતીયો શ્રધ્ધામાં તણાઈને પોતાના સમગ્ર જાગ્રૃત મનને તેના વિચારો સાથે જોડી આપે છે, જેથી તમે તેની પાસે સરેન્ડર કરો છો.
વધુ સોમવારે ….તમારા મંતવ્યો અને સૂચનાઓનું હાર્દિક સ્વાગત છે.
Suresh sompura na ghana pustak nathi malata mumbai kaya malase janava vinti
I HAVE READ ABOVE THEORY. I AM INTERESTED IN THIS KIND OF STORIES. THANK U SO MUCH FOR GUIDANCE. BUT I WANT TO KNOW THAT HOW CAN WE GENERATE OUR BODY POWER WHICH IS ALREADY INTO OUR BODY. I HAVE HEARD THAT WE HAVE LOT OF POWER IN OUR BODY BUT WE DO NOT KNOW THAT HOW TO USE IT AN OUR LIFE BECOME HAPPY. SO PLEASE GIVE ME A INFORMATION REGARDING THIS SUBJECT OR GIVE ME A NAME OF SPECIFIED BOOK IN WHICH ALL THE INFORMATION IS MENTIONED. PLEASE GIVE ME A REPLY ON MY EMAIL ID. THANK U SO MUCH.
અઘોરી સાથે પાંચ દિવસ ચોપડી મેં એક વખત વાચી હતી જેના લેખક મહારાષ્ટ્ર ના છે, પણ અત્યારે ઈન્ટરનેટ પર મને મળી ના શકી માટે અપને વિનંતી છે કે અપ મને અ બૂક મેળવવા માં મદદરૂપ થશો…………….સહકાર ની અપેક્ષા………
સરસ ………………..થોડિ વધારે માહિતી આપવા વિનન્તિ……………!
નાથ સાધુઓ યૌગિકક્રિયાઓ દ્વારા શક્તિ પ્રાપ્ત કરતા, જેમાં તેમનો ઉદ્દેશ જનકલ્યાણ્નો હતો, તેઓની સાધના આકરી અને કષ્ટ્દાયી રહેતી, પોતે ત્યાગ કરીને લોકોના દુઃખ ઓછા કરવાનો હેતુ રહેતો હતો. જેના પ્રસિદ્ધ દાખલા છે સોરઠી સંતો અને શ્રી જોધલપીર, શ્રી રામાપીર, સંત સવૈયાનાથ, સ્વામી શ્રી તેજાનંદ(ઝીંઝુવાડા), શ્રી પાલણપીર( હડમતીયા), કાનપીર, ગાભુપીર, ……. યાદી બહુ લાંબી થશે… સાચા નાથ સાધુઓ (ગુરુઓ) સતત પરિભ્રમણ કરતા અને ખોળિયું જોઇને શિષ્ય પસંદ કરતા. લેભાગુ સાધકો કુંડલિની જાગ્રુતિને પચાવી ના શકે. કદાચ પાગલ પણ થઇ શકે. પાંચ મ’કાર લેભાગુ ઓનુ સાધન હોઇ શકે. બાકી એટલું તથ્ય છે કે ઉપરોક્ત બધા જ સંયમ, સદાચાર અને સેવાનો સંદેશો આપે છે. શ્રી ચિરાગ પટેલ ના મુદ્દાઓ સચોટ છે.
very nice article.. start to finish very interesting.. as well chirag’s argument is solid.. great job both guys..
drumvadha aavi ja ake pustak cha
બ્લોગ જગતમાં આવું મેં પહેલી વાર વાંચ્યું. ધન્યવાદ!
નાભી એટલે મણીપુર ચક્ર અને જનનાંગના છેડે સ્વાધીષ્ઠાન ચક્ર છે. મુળાધાર અને સ્વાધીષ્ઠાનની વચ્ચે રુદ્ર ગ્રંથી છે. તમે કયો સન્દર્ભ લીધો એ ખ્યાલ ના આવ્યો. દરેક ચક્ર અમુક જુદી જુદી શક્તીઓને જાગ્રત કરે છે. શા માટે આપણે સાત્વીક અને વધુ ઉચ્ચ માર્ગ (અનાહત, વીશુધ્ધ, આજ્ઞા, સહસ્ત્રાર) ના આપનાવીએ અને મણીપુર આગળ આવીને અટકી જઈએ. તાંત્રીકોનો માર્ગ ત્યાં અટકી જાય છે.
જો કે, આ કહેવાતા અઘોરીઓ પણ સાચા તાંત્રીકો નથી. નાથસાધુઓ ખરેખર તંત્ર માર્ગે સહસ્ત્રાર સુધી પહોંચતા હતાં. અને, એમના આરાધ્ય છે સચ્ચીદાનન્દ શીવ!
પ્રભુની શુધ્ધ ભક્તી સીવાય કયો સારો અને સહેલો માર્ગ હોઈ શકે?
જો કે, આ બધું જ જો બ્રહ્મ હોય અથવા બધામાં બ્રહ્મ હોય તો સાચું કે ખોટું બધું એ એક જ બ્રહ્મની અભીવ્યક્તી છે. આપણે શેનો અનાદર કરીએ? આપણને જે માર્ગ અનુકુળ અને સાત્વીક લાગે એ આપણો માર્ગ!