અઘોરીઓ સાથે પાંચ દિવસ 68
ગુજરાતી ભાષામાં કેટલાક એવા અલભ્ય પુસ્તકો લખાયા છે જે આજકાલ તેમના ઓછા પ્રચાર કે વાંચનના કારણે અપ્રાપ્ય છે. આવા પુસ્તકો કાં તો તેમની નવી આવૃતિના અભાવે કે પછી સામાન્ય દુકાનો કે પુસ્તકાલયોમાં ઉપલબ્ધ ન હોવાના લીધે જાણકારી ની બહાર છે. સદભાગ્યે આ વખતે જ્યારે વડોદરા ગયો ત્યારે વાંચવા માટે ઘણું બધુ સાહિત્ય મળ્યુ. આ જ સંગ્રહમાં મને એક પુસ્તક મળ્યુ જેનું શિર્ષક વાંચીને જ મને તેને લઈ લેવાની ઈચ્છા થઈ આવી. મારી પત્ની કહે આવા પુસ્તકો ના વાંચતા હોવ તો? ? પણ અવળચંડુ મન થોડુ માને? એણે તો પુસ્તક લેવડાવ્યે જ છૂટકારો કરાવ્યો. આ પુસ્તક તે સુરેશભાઈ સોમપુરા નું અઘોરીઓ સાથે પાંચ દિવસ. આ પુસ્તક વિષે જણાવતા પહેલા મારે તમારી પાસે થી થોડાક જવાબો જોઈએ છે. મને કોમેન્ટ માં આપો તો ખૂબ આમંત્રણ પણ અન્યથા પણ તમે તે વિચારી રાખો. આના જવાબો મનની અંદરથી બને તેટલા સાચા શોધી કાઢશો. ઘણી વાર આપણા વિચારો એ આપણા જાગ્રૃત મન ના વિચારો હોય છે અને એ શક્ય છે કે જાગ્રૃત મન અને અર્ધજાગ્રૃત મનના વિચારો ભિન્ન હોય. શું તમે તાંત્રીક વિદ્યા, મંત્ર તંત્રની શક્તિઓ, સંમોહન, વશીકરણ વગેરેમાં માનો છો? શું તમને આવા કોઈ પ્રસંગનો અનુભવ છે? એવો પ્રસંગ જેમાં સામાન્ય સમજ થી વિપરીત અને કાંઈક અસામાન્ય ઘટના બની હોય? જેમ કે અમારા એક સંબંધીના દસ વર્ષના પુત્રને કે હનુમાનજી આવે છે અને ત્યારે તે ખરેખર એક વાનર રૂપ ધારણ કરે છે, મોઢુ ફુલાવી દે, નાચે, કૂદે અને પોતાના પગના ધૂંટણ પર અસંખ્ય નાળીયેર ફોડે, પણ તેને એ સમયમાં કોઈ પણ ઈજા ન થાય, પણ એ સમય વીતી ગયા પછી જાણે શરીર નીચોવાઈ ગયુ હોય તેમ લાગે, […]