અઘોરીઓ સાથે પાંચ દિવસ 68


ગુજરાતી ભાષામાં કેટલાક એવા અલભ્ય પુસ્તકો લખાયા છે જે આજકાલ તેમના ઓછા પ્રચાર કે વાંચનના કારણે

adhyaru nu jagat - photo of Aghorio sathe paanch divas by suresh sompura

Photo of Aghorio sathe paanch divas by suresh sompura

અપ્રાપ્ય છે. આવા પુસ્તકો કાં તો તેમની નવી આવૃતિના અભાવે કે પછી સામાન્ય દુકાનો કે પુસ્તકાલયોમાં ઉપલબ્ધ ન હોવાના લીધે જાણકારી ની બહાર છે. સદભાગ્યે આ વખતે જ્યારે વડોદરા ગયો ત્યારે વાંચવા માટે ઘણું બધુ સાહિત્ય મળ્યુ. આ જ સંગ્રહમાં મને એક પુસ્તક મળ્યુ જેનું શિર્ષક વાંચીને જ મને તેને લઈ લેવાની ઈચ્છા થઈ આવી. મારી પત્ની કહે આવા પુસ્તકો ના વાંચતા હોવ તો? ? પણ અવળચંડુ મન થોડુ માને? એણે તો પુસ્તક લેવડાવ્યે જ છૂટકારો કરાવ્યો.

આ પુસ્તક તે સુરેશભાઈ સોમપુરા નું અઘોરીઓ સાથે પાંચ દિવસ.

આ પુસ્તક વિષે જણાવતા પહેલા મારે તમારી પાસે થી થોડાક જવાબો જોઈએ છે. મને કોમેન્ટ માં આપો તો ખૂબ આમંત્રણ પણ અન્યથા પણ તમે તે વિચારી રાખો. આના જવાબો મનની અંદરથી બને તેટલા સાચા શોધી કાઢશો. ઘણી વાર આપણા વિચારો એ આપણા જાગ્રૃત મન ના વિચારો હોય છે અને એ શક્ય છે કે જાગ્રૃત મન અને અર્ધજાગ્રૃત મનના વિચારો ભિન્ન હોય.

શું તમે તાંત્રીક વિદ્યા, મંત્ર તંત્રની શક્તિઓ, સંમોહન, વશીકરણ વગેરેમાં માનો છો?

શું તમને આવા કોઈ પ્રસંગનો અનુભવ છે? એવો પ્રસંગ જેમાં સામાન્ય સમજ થી વિપરીત અને કાંઈક અસામાન્ય ઘટના બની હોય? જેમ કે અમારા એક સંબંધીના દસ વર્ષના પુત્રને કે હનુમાનજી આવે છે અને ત્યારે તે ખરેખર એક વાનર રૂપ ધારણ કરે છે, મોઢુ ફુલાવી દે, નાચે, કૂદે અને પોતાના પગના ધૂંટણ પર અસંખ્ય નાળીયેર ફોડે, પણ તેને એ સમયમાં કોઈ પણ ઈજા ન થાય, પણ એ સમય વીતી ગયા પછી જાણે શરીર નીચોવાઈ ગયુ હોય તેમ લાગે, બીમાર થઈ જાય કહો કે ચેતના હીન થઈ જાય. મારી આંખે જોયેલી આ વાત તો મારે માનવી જ રહી. કોઈ મોટુ હોય તો હું તેને હાથચાલાકી પણ કહું પણ દસ વર્ષનું બાળક?

શું તમે માનો છો કે આપણા મન માં આપણે વાપરીએ છીએ તેનાથી વધારે શક્તિ છે? કે આપણે જ્યારે થાકી જઈએ ત્યારે શરીર સાથે મનની પણ બધી શક્તિ વાપરી લઈએ છીએ?

કોઈ તમારા મન નો કબજો લઈ શકે એ વાત કેટલી સત્ય?

આ બધા પ્રશ્નો પૂછવાનો હેતુ એટલો જ કે આ પુસ્તક વર્ણવે છે શ્રી સુરેશભાઈ સોમપુરાના અઘોરીઓ સાથે વીતાવેલા પાંચ દિવસનું વર્ણન, આ પુસ્તકને ફક્ત એ પાંચ દિવસનું વર્ણન કહેવુ હળાહળ ખોટું હશે. એ પાંચ દિવસ પહેલા, અને એ દરમ્યાન તેમણે વર્ણવેલા પ્રસંગો, તેના વૈચારીક તથ્યો અને તેના સત્ય સુધી પહોંચવાના તદન સાહજીક પ્રયત્નો, તેને સમજાવવાનો સરળ અને ઉત્તમ પ્રયાસ અને તે બધા પ્રસંગો ઘટના કે દુર્ઘટનાની પ્રામાણિક સ્વીકૃતિ, મને આ પુસ્તકની દરેક વાત સ્પર્શી. જ્યારે ખરીદ્યું ત્યારે ફક્ત એટલું જ વિચારીને લીધુ કે તેમાં લેખકના અઘોરીઓ સાથે કે તાંત્રીકો અને કાપાલીકો સાથે થયેલા અનુભવો હશે, પણ આ પુસ્તક એ અનુભવો થી ઘણું વધારે છે.

એ એટલા માટે કે આ પુસ્તકમા તેમણે કોઈ પણ વ્યક્તિ કે તેના વિચારને પડકાર્યો નથી પણ વિચાર્યા વગર સ્વિકાર્યો પણ નથી. તે દરેક વાતમાં “લોજીક” જોતા નથી, સર્વસત્તાધીશ ની અખંડ અને અમર્યાદ શક્તિઓનો તેમણે “બાય ડીફોલ્ટ” સ્વીકાર કર્યો છે પણ એ શક્તિ માટેનું કારણ પણ તે વૈચારીક રીતે શોધે છે, અને અમુક માનવો માં રહેલી આવી શક્તિઓને તેમણે અહીં ખૂબ જ સરળ સચોટ ભાષામાં સમજાવી છે. કેટલીક વસ્તુઓ સમજવા મારે ઘણા લોકોને ફોન કરવા પડ્યા, એવા લોકો જેમની સાથે સામાન્ય રીતે મારે કોઈ સંપર્ક નથી, પણ એ વસ્તુઓ સમજવા માટે મારે તેમનો સંપર્ક કરવો જ પડે તેમ હતું. કુંડલીની શક્તિ, બ્રહ્મરંધ્ર, વામમાર્ગ, સમાધિ વગેરે જેવા શબ્દો અને તેની પાછળના ગૂઢ અર્થ. છેલ્લા ચાર દિવસોથી કોઈ પોસ્ટ થઈ જ નહતી, વચ્ચે વીસ હજાર ક્લિક્સ પૂરી થઈ તો તે જણાવતી પોસ્ટ મૂકી, પણ કાંઈ વિશેષ ન હતું તેનું કારણ આ જ પુસ્તક છે જે મેં બે દિવસમાં પૂરૂ કર્યું. આ પુસ્તકના અમુક પ્રસંગો અને તેની પાછળની સુરેશભાઈની ફીલોસોફી અહીં મૂકવી છે, પણ લાગે છે બે થી ત્રણ ભાગમાં જ એ શક્ય થશે. ત્યાં સુધી, આવતી કાલ સુધીમાં મને આ પ્રશ્નોના જવાબ આપો, કાલથી બે કે ત્રણ દિવસ આ વિષય પર સુરેશભાઈના અનુભવો અને સાથે સંલગ્ન વિચારો અહિં મૂકવાનો પ્રયત્ન કરીશ.


આપનો પ્રતિભાવ આપો....

68 thoughts on “અઘોરીઓ સાથે પાંચ દિવસ

  • PRAKASH MISTRY

    શ્રી જીજ્ઞેશભાઈ
    જય શ્રીક્રુષ્ણ મે અઘોર નગારા ભાગ – ૧ વાંચેલ છે,બે ભાગ મંગાવેલ છે. તેમજ સાલ ૨૦૦૬ સપ્ટેમ્બર મા કૈલાસ માનસરોવર ની યાત્રા સજોડે કરેલ, યાત્રા દરમ્યાન અકલ્પ્ય અનુભવ થયેલ .

  • xxxx

    ૐ નામો નારાયણ,

    અનુભૂતિ હી પરમ જ્ઞાન..

    બધું છે.. પણ જો તમે અનુભવ ના કરી શકો તો તેમાં તમારો પ્રોબ્લેમ છે.. કુંડલિની શક્તિ, નાદ ધવની, અમૃત પાન, યોગ ની સિદ્ધિયો બધું સત્ય છે..

    જે કંઈક કરે છે તે કંઈક મેળવે છે.. વાતો કરવાથી કઈ ના મળે.. આ માર્ગ રહસ્યો થી ભરેલો છે..

    અનુભૂતિ હી પરમ જ્ઞાન..

    ૐ નામો નારાયણ,

  • Chandrakant Lodhavia

    મારા અનુભવ માટે જણાવાનું કે આપણા સમાજ માં એવો નિયમ છે કે જો કોઈ યુવા વયે મૃત્યુ પામે અને તે અપરણિત હોય તો તેની પાછળ લીલ પરણાવામાં આવે છે. કારણ તેનામાં સંસારની કે પરણિત જીવનની જાણકારી છે પણ તે અનુભવ નથી. અને તે મૃત્યુ પામે ત્યારે વાસના કે કામાના સાથે તેનો જીવ જાય છે. જ્યારે આ ધરતીમાં થી જીવ પરમાત્મા તરફ જાય છે ત્યારે તે આ પૃથ્વીના પડળ ભેદીને પ્રયાણ કરે છે. વાસના કે કામના ગ્રસ્ત જીવ પડળ ભેદી ન શકવાથી પૃથ્વી પર પાછો આવી કોઈ દેહમાં દાખલ થાય છે.

  • Chandrakant Lodhavia

    અઘોરીઓ સાથે પાંચ દિવસ – પુસ્તક વિશે માહિતિ અત્રે થી મળેલ છે. વાંચવા ની ઈચ્છા છે. મેં અઘોર નગારા વાગે ભાગ ૧ વાંચેલ છે. તેમના લેખક શ્રી મોહનલાલ અગ્રવાલ જે સુરેન્દ્રનગર ખાતે તેમના પિતાશ્રીનો કંદોઈનો વ્યવસાય કરતા હતા ત્યારે હું તેમને ત્યાં મળવા ગયો હતો. જેઓ એ હિમાલયમાં સમય ગાળી સારૂં સંશોધન કરેલ છે. તેમના જણવ્યા મુજબ અઘોરીઓની જેટલી જેટલી વાતો તેઓએ લખી છે તે હકિકત છે, તેઓ એ ઘણું જાણ્યું છે, એમણે પુસ્તકમાં ફક્ત ૧૦% માહિતિ આપેલ છે.
    ચન્દ્રકાન્ત લોઢવિયા – વડોદરા – ૧૬.૧૨.૨૦૧૫

  • Hiral joshi

    મને આ પુસ્તક વાંચવું છે…કેવી રીતે હુ એ મેળવી શકું?…બે વર્શથી પ્રયત્ન કરી રહી છું આ પુસ્તક મેળવવા પણ હજી સફળતા નથી મળી જો કોઇ કે ખ્યાલ હોય કે ક્યાંથી મળશે તો જણાવવા વિનંતી

    • Munir Nagani

      હું પણ તમારી માફક ઘણા સમય થી ગોતી રહ્યો છું. મેં હમણાં જ આ બુક ને ગૂગલ પ્લે બુક પર જોય જ્યાં તમે reading કરી શકશો .

  • Imtiyaz a.pagdiwala

    Aapno blog gamyo .mane sures sompurabhai ni aghorio sathe panch divas ane emni lakheli haji ek navalkatha nam hatu (kamp) Je pahela yuvdarshan athva aas pas ma aavi hati e pustak rupe joiye che kya malse ?maro cont.no 9619388989 Che uttar aapso .aapno abhar

  • Jaimini Bhatt

    સુરેશ ભાઈના પુસ્તકો મેળવવાનેી માહિતેી કોઈ આપશે તો આભારઃ

  • Harish Thakkar

    મે આ વિશયમા ઘણી શોધખોળ કરી છે અને કહિ શકુ છુ કે આ બધુ સાચુ છે. હુ એવા ઘણા લોકોને ઓળખુ છુ જેઓ ચમત્કારો કરી શકે છે. જેમને વધુ જાણવાની જિગ્યાસા હોય તેઓ સમ્પર્ક કરી શકે છે.

  • pragna sompura

    Suresh Sompura’s books r all based on mode n mental power. All d experiences r true. He was always against blind beliefs..
    If u read Aghorio sathe panch divas u wl find that d book is written to find out what is truth…

  • Hemal Vaishnav

    yes,,
    i have read both the books and frankly speaking,we all are wasting our time,discussing about it, in fact by engaging in this kindof discussions , someone may get tempted to buy these books ,whichwill be good for writers only, but in totality it will be “samajik kuseva”.

  • chanthammani

    The Aghori sathe panch Divas book has been Translated to Malayalam Language and the print is available through Poorna Publications Calicut. My name is Chanthammani and I am the Translater, with Prior permission of Mr. Suresh Sompura.

  • chanthammani

    ી ઈ હવે ગોત થે પેર્મિસ્સિઓન તો ત્રન્સ્લતે થે નોવેલ ઓફ્
    રિુરેશ સોમ્પુર થેોૂક નમેદ “ટૅ આઑઋઈાટૅાણ્ ડા અન્દ ઇત ઇસ પુબ્લિશેદ ફ્રોમૉઑઋણા પુબ્લિશેર્સ્લુત્

    ઈફ અન્ય્બોદ્ય ઈન્તેરેસ્તેદ ઇન થિસ રેગર્દ મયોન્તત થ્રોઉઘ ઍ>ંઐલ ચન્થમ્મનિ@ યહોૂોમ ઓર +૯૧૯૮૪૭૫૩૨૩૮૨

  • chetan

    Dear Friend’s,
    When I was study in university that time I read this book it’s ammaizing but moreover they compare with scientific reson. This book is very good

  • jayesh

    me suresh sompura na 4 pustak vachya che.aa dunia ma bhgvan agar che to bhut b che .mara frnd ni gadi chorai gai hati ,mumbai na ek sadhu e addras sathe kahi didhu ane gadi mali gai..e sadhu ne kem khbar padi?vigyan pase sayad aano javab nai hoy,5 varas na hindu chokra ne koik gebi asar ma sudh urdu bolta me mari aankhe joyo che..5 vars na hindu balak ne sudh urdu bolta kone sikhvadi? aaj ni tarikh ma b mane eno jawab nathi malyo.jer na parkha na hoy?
    suresh sompura ni ketlik booko nathi malti , JANMANTAR,KAMP,JUTH BOLE KOUVA KATE,ABHAY,CHMATKAR NE NAMSKAR.jo aa mathi koi b book koi pase hoy to vachva deva ni vinanti karu chu.JAYESH BHANUSHALI. 9825587537

  • Ajay Parmar

    વ્હાલા મિત્રો,

    મે આ લેખ કે એના પર ની ટીપ્પણીઓ વાંચી નથી પણ આ પૂસ્તક મે વાંચેલ છે અને એ ખૂબ જ ઉપયોગી પૂસ્તક છે. એને ખૂલ્લા મને વાંચવું જરૂરી છે.

    લેખક સુરેશ સોમપુરા ની બીજા પુસ્તકો પણ છે અને એ પણ ઘણાં જ સરસ છે. ઘણાં મિત્રો ને આ પુસ્તક વાંચવા હશે પણ મળતા નથી તો અહિંયા મેં એના પ્રકાશકનું સરનામુ લખ્યું છે જે મંગાવા ઇચ્છે તે ત્યાંથી મંગાવી શકે છે. મેં પણ ત્યાંથી જ મંગાવેલા.

    PRABHAVATI INTERNATIONAL
    Mr. Atul N. Chotai

    42 – Khodiyar Complex
    Near Bus Station
    Rajputpara Main Road
    Rajkot 360 001
    Gujarat (INDIA)

    Phone : 91.281.2236506
    E-mail : sales@indiatrading.net

    આભાર.

  • Niranjan jadav

    અઘોરીઓ સાથે પાંચ દિવસ
    અગોર્ નગરા વાગે પુસ્તક
    i want to purchase above books pl give me address , how can i get this book

  • mahendra

    mrugesh vasnav nu sammohan pustak to barabar chhe but aghori o sathe panch divas & aghor nagara vage tena lekhak banne sures sompura nae mohanlal agraval aa banne book hambag chhe manasna dimag mo pradusan bharavathi vadhu kai nathi ana vise vigat thi janvu hoy to joravarnagar na jamanadas bhai kotech ne malvu

  • madhusudan patel

    interesting one
    yes i have seen that any dead person’s come in the body of alive person & speak out to full fill the wishes
    surely i wl wait for more detail to check out that wether it is reality or a psychological status.

    madhusudan

  • Satish Thakar

    અગોર્ નગરા વાગે પુસ્તક બહુજ સારુ .
    અગોરિ પાસે તન્ત્રિક મન્ત્ર તન્ત્ર હોય સે
    અનુભવ તો નથિ પન વિસવાસ સે.

  • anand pandya

    i read both book of suresh sompura but in our purans & in yog vashista ramayana it is clear that there is a another world is available where we cant go. some one ask to sri rang avdhoot in nareswar that is ghosts world is real? then he replied that yes but dont take intrest in it because there world is different from ours. we have to read yogi kathamrut a gujarati version of “a autobiography of yogi” by paramhans yoganand.

  • તમારો દોસ્‍ત

    (૧) “અઘોર નગારાં વાગે”
    (ર) “પાંચ દિવસ અઘોરીઓ સાથે”
    (૩) મંત્ર
    (૪) વળગાળ ધૂણવું (માતાજી આવવા) એક માનસિક બિમારી – મૃગેશ વૈશ્ણવ (નામમાં ભૂલ હોઇ શકે)
    (પ) સંમોહન – મૃગેશ વૈશ્ણવ (નામમાં ભૂલ હોઇ શકે)

    મેં ઉપર દર્શાવેલ પુસ્‍તકો વાંચ્યા છે. સાથે સાથે વશીકરણ, લાલવિદ્યા, મોહિની વગેરે આ આ આ અધોરીઓ કપાલિકો વામ માર્ગ આનુષાંગિક થોડાક પુસ્‍તકો વાંચ્યા છે. આ સિવાય મનોવિજ્ઞાન અને વિજ્ઞાન વગેરે પણ વાંચુ જ છું.

    મારી દૃષ્‍ટીએ ધોરનગારા વાગે કે અધોરી સાથે પાંચ દિવસ વગેરે માત્ર એક ફેન્‍ટસી છે. આ પુસ્‍તકોને વાસ્‍તવિક વિજ્ઞાન કે મનોવિજ્ઞાન સાથે કોઇ લેવાદેવા નથી. આ એક લાકડે માકડું વળગાવવાની વાત છે. આ અગાઉ કોઇ ફોરેન લેખેકે પણ દલાઇ લામાના અજ્ઞાત આશ્રમ વિશે કે આવું ચટાકેદાર પુસ્‍તક લખેલું અને ખૂબ જ પ્રસિદ્ધ થયેલ પણ પાછળથી તે બધુ તૂત હતું એમ સાબિત થયેલ છે. હજું મારે કુંદનીકા કાપડીયાનું હિમાલયના સિદ્ધયોગીઓ પુસ્‍તક વાંચવાનું બાકી છે.

    ઉપરના પુસ્‍તકોમાં જે સિદ્ધાંતો બતાવ્‍યા છે તે સમગ્ર ખોટા છે. પૂતળી કે ઢીંગલીને સોય મારવાથી વાસ્‍તવિક રીતે કોઇ માનવને પીડા કે ઇજા ન થઇ શકે.

    આ પ્રકારના પુસ્તકો સમાજમાં અંધશ્રદ્ધા ફેલાવાનું કામ કરે છે. આ પુસ્‍તકો ૧૦૦ ટકા કાલ્પનિક છે. આ પુસ્‍તકો માત્ર વાંચતી વખતે તમને મજા આવી શકે તે માટે લખવામાં આવેલ છે.

    ડૉ. મૃગેશ વૈશ્ણવના પુસ્‍તકો વાસ્‍તવિક છે. જેમાં સંમોહનમાં કહ્યું છે તેમ … તમે કોઇ વ્યક્તિને અમૂક હદ સુધી જ એની મરજીથી સંમોહિત કરી શકો. દા.ત. નિષ્‍ણાત વ્યક્તિ તમને કે મને હિપ્‍્નોટાઇઝ કરીને ‘‘આ સફરજન છે તેમ કહીને બટાકા ખવડાવી શકે પણ છરી આપીને કોઇનું ખૂન ના કરાવી શકે’’ અથવા કોઇ છોકરીને હિપ્‍નોટાઇઝ (તેણીની પોતાની મરજીથી જ હિપ્‍નોટાઇઝ કરી શકાય) કરીને ગરબા ગવડાવી શકાય પણ કેબ્રે ના કરાવી શકાય. હિપ્‍નોટાઇઝ અવસ્‍થામાં તમે એવી કોઇ આજ્ઞા આપો કે જે સામેની વ્યકિતની નૈતિકતા વિરુદ્ધ હોય તો તરત જ તે હિપ્‍નોટીઝમમાંથી તૂટી જાય છે… મતલબ કે ભાનમાં આવી જાય.

    જો કે તેમ છતાં આ ટોપીક ખૂબ જ રસપ્રદ અને મજાનો છે, અગાઉ સંદેશમાં ‘‘કૈલાસયંત્ર’’ વિશે પણ ખૂબ જ વિગતવાર લેખ આવેલો હતો. જેમાં એવો ઉલ્લેખ કરેલ હતો કે…

    (બાકીનું કાલે….)

  • Vipul Adhvaryu

    Dear Mr. Jignesh,
    The question raised by you reminds me of a beautiful remark made by Shri Harindra Dave in one of the Books ‘ Krishna Mari Drashtiye ‘ wherein he says , it would be improper to refer to the title as Krishna Mari Drashtiye, instead, I would love to say, Krishna Ni Drashtiye Hoon’ since Krishna was before me in the past, Krishna is with me now and Krishna shall remain in Future. Hence you will find that your question (inquisitiveness) shall have many answers, both positive and negative, and yet the question shall still remain unanswered. Yet it is beautiful to go through both the question and its various answers.
    Nice to know you and all other explorers in the journey of life.
    OM.

  • ગાંડાભાઈ વલ્લભ

    “અઘોર નગારાં વાગે” અને “પાંચ દિવસ અઘોરીઓ સાથે” આ બંને પુસ્તકો મેં જોયાં છે, એનો અભ્યાસ કર્યો છે એમ તો ન કહું. પરંતુ એના સત્યપણાને શી રીતે જાણી શકાય? જો કે જ્યાં સુધી એને અસત્ય સાબિત કરીએ નહિ ત્યાં સુધી એને નકારી પણ કાઢી નાખી શકાય નહિ. મારા મન પર એ પુસ્તકો વાંચ્યા પછી પડેલી છાપ તો નકારાત્મક જ હતી.પણ જાણ્યા વિના માનવું અને ન માનવું બંને સરખું જ. એટલું જ કહી શકાય કે મને ખબર નથી.
    ભગવાન વિષેની એક વ્યક્તિ તરીકેની કલ્પના તો બાલિશ લાગે છે. હા, જેમ વિદ્યુત, ગરમી, ગુરુત્વાકર્ષણ વગેરે શક્તિઓ છે, જેને આપણે જોઈ શકતા નથી, પણ એની અસરો જોઈ શકીએ છીએ, તેમ ભગવાન પણ એક શક્તિનું નામ છે, અને એનું જ માત્ર અસ્તિત્વ છે. હિન્દુ ધર્મની મૂળ માન્યતા પણ આ મુજબની છે.એને આત્મા, પરમાત્મા, બ્રહ્મ જે કહેવું હોય તે કહી શકાય.એ શક્તિની અસર તો છે જ, અનુભવી શકાય, પણ એને જોઈ ન શકાય.

    તમારો બ્લોગ ગમ્યો. ધન્યવાદ અને આભાર.

    આજકાલ ગુજરાતી ભાષાની જોડણીમાં બહુ બેદરકારી જોવા મળે છે, ખાસ કરીને અનુસ્વારના ઉપયોગમાં. જ્યાં અનુસ્વાર હોવું જોઈએ ત્યાં નથી હોતું અને જ્યાં ન હોવું જોઈએ ત્યાં મૂકેલું જોવા મળે છે.
    -ગાંડાભાઈ

    • hiren bhatt

      Hello friends
      aap sau ni comments me vanchi AGHOR NAGARA VAGE AND AGHORI SATHE 5 DIVAS vishe
      ane a be book me vancheli 6 ane tema j vat kaheli 6 te real 6 kmk te bey book na author mara parichit 6 ek to hamna expired thay gya 6 mohan lal agraval to pan bija mari baju na keshod city na j 6
      ane hu gujarat na ketlay sadhu santo ma jova janva mate faryo 6u mara anubhav mujab a badhu sachu 6 kmk hu ava 3 vyakti ne janu 6u jemni pase sidhhi 6 jemathi 2 expire thay gya 1 haji jive 6
      koi ne anubhav karvo hoy to address apu 6u jai avjo

      magan dada
      mahakal aashram
      chhelnka village
      near visavadar city
      dist : Junagadh

      every Sunday j hoy 6

  • Rajesh P.Trivedi.

    I liked “Mansar” and “Pyas” by shri Barket Virani. I red “Chamatkaro aaje pan bane chh” I wolud like to read more about book which you are talking about.I appreciate your efforts for Gujrati language.We are out of india and having no sources to update ourselves.I am thanking you once again and wish you keep it up for our gujarati peoples.

  • Rajesh P.Trivedi.

    I am sincerlly appriciate your efforts for Gujrati language.I like to read more.Chamatkaro aaje bhi bane chh,Himgiri shikherono adhiytmic saad I had like this two books very much.I like shri barket Virani

  • Mukesh Vora

    Dear Jigneshbhai,
    I have not experienced any kind of tantrik magic but I have heard from various people. It is very difficult to beleive till you have experience it. Please write something about them which can be helpful to general public. Please dont spread andh-shraddha.

  • CHINMAY

    INTERESTING TOPIC
    I REALLY WANT READ AND KNOW ABOUT AGHORIS
    I HAVE A FRIEND HE IS SUFFERING WITH THIS TYPE OF DISEAS AND I REALLY WANT TO KNOW ABT ALL THESE
    BCAZ I WANT TO HELP HIM
    PLZ MAIL ME WHEN U PUT THESE AGHORI TOPIC ON NET
    PLZ THANK YOU

  • Manoj Sheth

    બીજુ આવુ જ પુસ્તક ” અઘોર નગારા વાગે ” પણ ખુબજ સરસ છે. મે આ બન્ને વાંચ્યા છે

  • સુરેશ જાની

    મારી 65 વરસની જીંદગીમાં કદી કોઈ આવો અનુભવ થયો નથી.
    મારે ભુત જોવું છે! જો કોઈ મને બતાવે તો મોં માંગી રકમ આપું.

    • jignesh rami

      સુરેશ ભાઈ હું પણ ન તો માનતો કે ભૂત જેવી કઈ હોય છે બુટ જયારે મારે પડોસ માં એક બેન ને વળગાડ વળગ્યોતો તો એ મારા મિત્ર હતા તો મેં એમને ફોન કર્યો તો મેં એમની સાથે જે આવ્યું હતું ભૂત એને સાથે વાત કરી અને એની સાથે એટલે સુધી વાત કરી કે એનું મરવાનું કારણ સુ હતું અને હજુ કેમ એની આત્મા ભટકે જાય છે ………….

  • nirlep

    Not only I have never believed in all these things, but also I have not seen any such cases in my life favouring such beliefs….Believing in all these, only makes the person diffident & timid. So, I don’t want to read such books as, I don’t want to change what I believe.

  • Ramesh Shah

    જીગ્નેશભાઈ,
    ખુબ રસ પડે એવો વિષય તો છે જ પણ મારી ૬૨ વર્ષની ઉંમરમાં ક્યારેય અનુભવ નથી થયો તેથી અગર કોઈ બીજા કારણ સર હું અઘોરીઓ ની વાત કે વિદ્યામાં માનતો નથી, એથી વિપરીત અસર મેં અનુભવી છે. મારો સાળો તથા મારા પત્નીને નાનપણ થી આવી વાતો બહુ ગમતી અને આવા પુસ્તકો પણ તેમને બહુ thrilling લાગતા એની આજે અસર એવી છે કે ભાઈ-બહેન બને ડરપોક અને કોઈ અગ્ન્યાત ભયથી જેએવેએ રહ્યા છે. હું જો ન ભુલતો હોઉં તો બંન્ને જણાએ આજ શ્રી સોમપુરાની બુક વાંચી હતી એવું મેં ઘણી વખત એમને મોંઠે સાંભળ્યુ છે. છતાં મને વધુ જાણવાની ઈંન્તેજારી તો છે જ.