Daily Archives: July 29, 2008


એકવાર ચોમાસુ બેઠુ ને – ધ્રુવ ભટ્ટ 5

આજે અહીં રાજુલા – પીપાવાવ – મહુવા પંથકમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ખેતર ખેડી, વાવણી કરી અને ખૂબ જ આશાભરી નજરોથી આકાશની તરફ જોઈ રહેલા ખેડુત મિત્રો એ પ્રાર્થના પણ કરી રહ્યા છે કે હે પ્રભુ, મહેરબાની કરી પાણી ન વધારે આપ ન ઓછું … બસ જરૂર જેટલુ આપ…. ગ્રામ્ય વિસ્તારમાં રહેવાના લીધે મને ખેડુત મિત્રો અને તેમના વડીલો સાથે વાતચીત કરવાની ખૂબ તકો મળી છે. તેમની લાગણીઓ હજીય અસમંજસમાં છે … ક્યાંક વધારે વરસાદ પડ્યો તો? ક્યાંક ઓછો પડ્યો તો? આવી અનિશ્ચિતતાઓ વચ્ચે તેઓ જીવે છે. વરસાદને અનુલક્ષીને આજે પ્રસ્તુત છે કાવ્ય એકવાર ચોમાસુ બેઠું …. એકવાર ચોમાસુ બેઠું તે મોરલાએ ટહુકો દીધો ને અમે સાંભળ્યો ત્યાર પછી પૂર ક્યાંય ઉતર્યા નથી કે નથી ઉનાળો સપનામાં સાંભળ્યો   તે દિ’થી વહેતા થ્યા પૂરમાં આ રોજરોજ ઘટનાઓ ઠેલાતી જાય છે વહેતાની વાતમાં શા વહેવારો હોય એવું વહેવારે કહેવાતુ જાય છે અક્ષર ને શબ્દો ને અર્થો પલળાઈ ગયા બોલો હું બોલ્યો કે ભાંભર્યો એકવાર ચોમાસુ બેઠુ તે મોરલાએ ટહુકો દીધો ને અમે સાંભળ્યો   પડતો વરસાદ એમાં મરવાના કોલ અને ધસમસતી નદીઓનું ઘેલું ઝાઝા જુહાર કહી પડતુ મેલાય એમાં વાંચવા વિચારવાનું કેવું વાદળાંને કંકુને ચોખાનાં મૂરત શું વાદળાનાં મૂરત તો ગાભરો એકવાર ચોમાસુ બેઠું તે મોરલાએ ટહુકો દીધો ને અમે સાંભળ્યો