વૃદ્ધોની સેકન્ડ ઈનીંગ્સ – વડોદરા ન્યૂઝમાં છે…
વડોદરા આજકાલ સમાચારોમાં ચમકતુ રહે છે. આમ તો અહીંની આબોહવા જ એવી છે કે તમે મસ્ત બની જાઓ. વડોદરા વિષે લખતા મને ડર લાગે છે કારણકે એક વાર ત્યાં વિષે લખવાનું શરૂ કર્યું તો કોઈ અંત નહીં આવે અને એક બ્લોગ તેના માટે જ શરૂ કરવો પડે…….આજે તમને આપવા માટે મારી પાસે મહત્વની જાણકારી છે… મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સુંદર વાતાવરણમાં ઘણા નવા અને જરૂરી પ્રયોગો અને શંશોધનો થતા રહે છે. પણ આ એક એવા સમાચાર છે કે જે ખરેખર વખાણવા લાયક છે. આ સમાચાર છે વૃધ્ધો માટેના. સીનીયર સિટીઝનના રૂપકડા નામ હેઠળ જેમની તકલીફો અને મુશ્કેલીઓની અવગણના થાય છે…. ત્યારે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ ફેમીલી એન્ડ કોમ્યુનીટી સાયસન્સીસના એક્સટેન્શન એન્ડ કોમ્યુનીકેશન વિભાગમાં અભ્યાસ કરતી શિવાની મહેતા નામની વિધાર્થીનીને તેના પ્રોફેસર ડો. અવની મણીયારે એક અનોખો વિષય સૂચવ્યો, ડો. અવની મણીયારે સિનીયર સિટીઝન એન્ડ ટેલિવીઝન વિષય ઉપર પીએચડી કર્યુ છે. તેમણે સેંકડો વૃદ્ધોના ઈન્ટરવ્યુ કર્યા, ઘણા પ્રશ્નોના જવાબ મેળવ્યા અને એ જવાબોના આધારે કેટલાક આંખો ખોલીદે તેવા તારણો મળ્યા. લગભગ ત્રેવીસ વર્ષની વયે નોકરી કરવાનું ચાલુ કરી અને અઠ્ઠાવન વર્ષની ઉંમર સુધી સતત નોકરી કરીએ, આખો દિવસ વ્યસ્ત, કામ, સહકર્મચારીઓ, ઓફીસ નું વાતાવરણ, મિત્રો, દર મહીને પગાર અને માન મરતબો, આ બધુ એક દિવસ રીટાયરમેન્ટના કારણે (ફક્ત ઉંમરના ડીસ ક્વોલિફિકેશન ના લીધે) પૂરૂં થઈ જાય અને ઘરે બેસી પૌત્રો સાચવવા, ટીવી જોવું અને જો છોકરાઓ એમ કહે કે હવે તમારા ભગવાન નું નામ સ્મરણ કરવાના દિવસો છે તો તેમ કરવું….આ એડજસ્ટમેન્ટ કેટલું ઈઝી કે ટફ છે…?? આ બ્લોગના સીનીયર સિટીઝન વાચકો જ કહી શકે….હાલનો સમાજ સિનીયર સિટીઝન્સને નિગલેક્ટ કરી રહ્યો છે. જે […]