સાહિત્યકાર મુજબ સંગ્રહ... : ડો. શ્યામલ મુન્શી


ળ ને બદલે ર – ડો. શ્યામલ મુન્શી 12

ડો. શ્યામલ મુન્શી નું આ એક કાવ્ય વાંચ્યુ, ” ળ ” ને બદલે ” ર ” બોલતા ભાઈ પરનું આ ટીખર ગીત છે….ગુજરાતી કવિતાના ક્ષેત્રમાં આ પ્રકારની પરિકલ્પના અને પ્રયોગો થતા હશે તે ખબર જ ન હતી. આ કવિતા વાંચી ને બાળપણ અને નાના મોટા ભાઈબહેન સાથે કરેલ મસ્ટી અચૂક યાદ આવે જ ….મારી બહેન ક ની બદલે ત બોલતી અને હું તેને ખૂબ ચીડવતો તે મને યાદ આવે અને હું સ્મૃતિઓમાં સરી પડું છું…… તમે પણ માણો આ કાવ્ય….. હું છું મૂરજીભાઈ કારભાઈ ગોરવારા કારજીપૂર્વક સાંભરજો નહીં તો થશે ગોટારા વાદરવારી કારી રાતે પુષ્કર થતી વીજરી વ્યાકુર હતો હું મરવા ત્યાં તો તમે જ ગયા મરી તમે તો જાણે ખર ખર ખર વહેતી શીતર જરધારા કારજીપૂર્વક સાંભરજો નહીં તો……. કારઝાર ઉનારે સરગે છે જ્વારા ઘરમાં અકરાઈને ઘરવારી બોલે પાણી નથી નરમાં ! રોક્કર ને કકરાટ કરે છે બધાં બારક બીચારાં, કારજી પૂર્વક સાંભરજો નહી તો… મેરામાં થી એક કબૂતર લીધું છે મેં કાંસાનું ઢોર બહુ સુંદર છે પાછું ચરકે છે મજાનું શાંતિના એ દૂત છે, ધોરા, ભોરા ને રૂપારા કારજીપૂર્વક સાંભરજો નહીંતો… મૂર પછી ડાર પછી કુંપર ને કૂમરી કરી ફૂલ ફૂટે એમામ્થી પીરા ભૂરા ને વાદરી એને બનાવી મારા, આપી તમને બનાવી મારા કારજીપૂર્વક સાંભરજો નહીંતો…  – ડો. શ્યામલ મુન્શી