ગ્રીનવુડ બાયોગ્રાફીઝ …..એ હેઠળ પ્રસ્તુત થયેલી અનેક બાયોગ્રાફી પૈકી અચાનક નેટ પરથી મારા હાથમાં મધર ટેરેસાની બાયોગ્રાફી આવી. મેગ ગ્રીન દ્વારા લખાયેલી મધર ટેરેસા – અ બાયોગ્રાફી, ૨૬ ઓગસ્ટ ૧૯૧૦ ના રોજ જન્મેલ એન્ક્સેશ ગોન્ક્સા બોજાક્સીહુ (મધર નું બાળપણનું નામ)ની મધર ટેરેસા બનવાની યાત્રા બતાવી છે. વાંચવાની ખૂબ જ મજા પડી. તેના થોડાક અંશો અહીં ભાષાંતરીત કરી મૂકી રહ્યો છું.
——–>
ઈ.સ. ૧૯૫૩ માં મધરહાઊસમાં સ્થાનાંતરીત થવાથી મિશનરીઝ ઓફ ચેરીટીને તેમના કાર્યો કરવા માટેની કાયમી જગ્યા મળી. નવા ઘરમાં ફક્ત નવા આવવા વાળા લોકો માટે વધારે જગ્યા જ ન હતી, તેમાં મોટો ભોજનકક્ષ પણ હતો. મધર ટેરેસા પાસે ઘણાનવા લોકો મિશનરીઝ ઓફ ચેરીટી માં જોડાવા માટે રોજ આવતા.
તેમના નવા અને ખૂબ મોટી જગ્યા વાળા ઘર છતાં, મધર ટેરેસા એ વાતની ખાત્રી રાખતા કે તેમની પોતાની સગવડો વધી ન જાય અને તેમના જીવનનો આકાર અને પ્રભાવ અત્યંત ગરીબી થી ઘેરાયેલ રહે. તેઓ ઘણી વાર ખૂબ જ નમ્રતા પૂર્વક પરંતુ ખૂબજ મક્કમતાથી કોઈ પણ એવા સામાન કે વસ્તુઓ લેવાની ના પાડી દેતા, જે તેમને વધારે પડતા આરામદાયક કે બીનજરૂરી લાગતા. તેમણે એક વખત કહ્યું હતું ‘આપણી અત્યંત ગરીબી એ જ આપણા માટે બચાવનું હથીયાર છે.”
તેમણે પછી સમજાવ્યુ હતું કે મિશનરીઝ ઓફ ચેરીટી ને તેઓ બીજા ધાર્મિક સંસ્થાનો ની જેમ અને તેમણે ભૂતકાળમાં જેવા કાર્યો કર્યા તેવા કામ કરવા માટે બનાવવા ન માંગતા હતા, એવા સંસ્થાનો જે બનાવવામાં આવ્યા હતા ગરીબોની સેવા માટે પણ અંતમાં તે પૈસાદાર લોકોની સેવા તથા તેમની પોતાની જ ખ્યાતિમાં રચ્યા પચ્યા રહેતા. તેઓ કહેતા કે “જે લોકો પાસે ખાવા પીવા ઓઢવા માટે કાંઈ નથી તેવા લોકોની સેવા અને મદદ કરવા, તેમને અને તેમની તકલીફોને સમજવા, તેમના જેવુ જીવન જીવવુ જરુરી છે. બસ ફક્ત એટલો જ ફરક છે કે તેઓ જન્મથી ગરીબ છે અને આપણે પસંદગી થી.”
શરુઆતના દિવસોમાં આ વાંછિત ગરીબી નિભાવવુ અઘરૂ ન હતું. સિસ્ટર્સ જલ્દી જ તેમની જરુરતો માટે કઈ રીતે માંગવુ અને તેથીય વધારે જરુરતમંદોની જરૂરીયાતો કેમ પૂરી કરવી તે શીખી ગઈ. જ્યારે મધર ટેરેસા એ મિશનરીઝ ઓફ ચેરીટી ની સ્થાપના કરી ત્યારે તેમણે તેમાં જોડાયેલી સ્ત્રિઓને તૈયાર કરવા માટે ખૂબ જહેમત લીધી. ફાધર વાન એક્સેમ અને ફાધર હેન્રીએ પણ તેમને નવી જોડાયેલી સ્ત્રિઓને તેમની જીંદગી નન તરીકે ઢાળવા માટે મદદ કરી. ધીરે ધીરે આ કાર્ય જૂની નન કરવા લાગી. મધર ટેરેસા એ કાયમ એ વાત પર ભાર મૂક્યો કે મિશનરીઝ ઓફ ચેરીટીનું કામ બીજા સામાજીક સંગઠનોથી અલગ નથી એ વાત સત્ય નથી. સામાજીક કાર્યકરો જરૂરીયતમંદોની મદદ કરતી વખતે કાયમ એવા કારણો શોધવામાં રહેતા જેના લીધે તે ગરીબ છે, તેઓ એવા સામાજીક દૂષણો શોધતા. મધર ટેરેસા માટે અને તેમની નન માટે ગરીબો સાથે અને ગરીબો જેવુ જીવન જીવવાનો હેતુ તેમાં પ્રભુ શોધવાનો અને તેની હાજરી, તેની કૃપા અનુભવવાનો હતો.
જે સ્ત્રિઓ જોડાવા માટે ત્યાં આવતી તેમણે ચાર જરૂરતો પૂરી કરવાની રહેતી. તેઓ શારીરીક અને માનસીક રીતે પૂરેપૂરી સ્વસ્થ હોવી જોઈએ, તેઓમાં નવુ શીખવાની આવડત અને ધગશ હોવી જોઈએ, તેઓમાં ગરીબોની સાથે કામ કરતી વખતે તેમને મદદ કરવા સામાન્ય જાણકારી હોવી જોઈએ અને ગમે તેવા સંજોગોમાં હસતો ચહેરો હોવો જોઈએ. શરૂઆતમાં સ્ત્રિઓ ફક્ત કેટલાક અઠવાડીયા કે મહીના માટે જોડાતી, જેથી તેઓ જોઈ શકે કે તેઓ ખરેખર એક મિશનરી ઓફ ચેરીટી બનવા માટે સર્જાઈ છે કે નહીં. બીજા ધાર્મિક સંગઠનો ની જેમ મિશનરીઝ ઓફ ચેરીટી માં ઘણાને જીવન ખૂબજ નિરસ કે મુશ્કેલ લાગતુ. કેટલાક છોડી જતા અને પરણી જતા, જે રહી જતા તે એવી માન્યતા વાળા હતા કે હવે તેમના ઘરના લોકો સાથે તેમનો ફરીથી સંબંધ થવો શક્ય નથી. મિશનરીઝ ઓફ ચેરીટી માં જોડાયેલાઓને ઘરે પાછા જવાનો ભાગ્યે જ મોકો અપાતો. દર દસ વર્ષે તેમને ઘરે મુલાકાત માટે જવાનો મોકો અપાતો, પરિવારમાં કોઈની બીમારી માટે પણ સિસ્ટરને જવાનો મોકો મળતો, કે કોઈ સિસ્ટર બીજા દેશમાં મિશનરી કામ માટે જવાની હોય તો તે પહેલા તેને ઘરના સભ્યોને મળવાનો મોકો મળતો.
જોડાયા પછી એક યુવતિ પહેલા છ મહીના એક વિદ્યાર્થીની ની જેમ જીવતી. અને પછીના છ મહીના પોસ્ટ્યુલન્ટ ની જેમ. આ સમયગાળો પણ તેવા લોકોને જવાની તક આપતો જેમને પાછા જવુ હોય. પછીના બે વર્ષ નોવીશીયેટ. આ સમયગાળામાં પણ જેમને છોડી જવુ હોય તે ખાસ પરવાનગી લઈ જઈ શક્તી. બે વર્ષ પછી નોવીશીયેટ તેમની પહેલી પ્રતિગ્નાઓ લેતી. પછીના પાંચ વર્ષ જૂનીઓરેટ કહેવાતા. ત્યાર પછી દર વર્ષે તેઓ તેમની પ્રતિગ્નાઓ દર વર્ષે ફરી થી લેતી જેથી તેઓ તેમના આત્મિય બંધનને મજબૂત કરી શકે…… બંધન પ્રભુ સાથે, …. બંધન ચેરીટી સાથે. આ સમયે છોડવા માંગતી યુવતિઓ માટે મધરની ખાસ પરવાનગી જોઈતી. છઠુ વર્ષ પરીક્ષાનું હતુ, જે પછી તેઓ તેમની છેલ્લી પ્રતિગ્નાઓ લેતી. પ્રતિગ્નાઓ લેતા પહેલા તેમને તેમના ઘરે મુલાકાત માટે મોકલવામાં આવતી, એ જોવા કે તેઓ નન ના હવે પછીના જીવનને મિશનરીઝ ઓફ ચેરીટી ને સમર્પિત માનવા તૈયાર છે કે નહીં.
તેમની નન પાસેથી તેઓ શું અપેક્ષા રાખે છે તેમ પૂછતા એક વાર મધર ટેરેસાએ કહું હતુ “પ્રભુને તેમની જીંદગી આ લોકો માં જીવવા દો અને તેમાં થી પ્રભુ પ્રસરવા દો. બીમાર અને ગરીબોને તેમનામાં એક સાચા દેવદૂત દેખાવા જોઈએ, તેણીને ગલીમાં ભીખ માંગતા નાના બાળકનો સાચો મિત્ર બનવા દો. તેઓ સહ્રદયતામાં આવીને કોઈ ભૂલો પણ કરે તો કબૂલ છે પણ નિર્દયતમાં કરેલ ચમત્કાર પણ નથી જોઈતો.”
મિસનરિ ઓફ ચેરિટિ અસાનિ થિ લખિ દિધુ પણ વટલાવવા નો મેઇન હેતુ થિ વકેફ કેમ નથિ કરતા
મને આવા લેખો આપો તે બહુ જ ગમ્યું. તમારા જેવા વીચારશીલ વ્યક્તી કેવળ નીજાનંદ અને મનોરંજન પીરસવાના સ્તરથી બહાર આવી, આવા પ્રેરણાદાયક ચરીત્રો પણ આપતા રહે, તો સમાજમાં જાગૃતી આવે.