અદના આદમીનું ગીત – પ્રહલાદ પારેખ 5


અદના તે આદમી છઈએ

હો ભાઈ અમે અદના તે આદમી છઈએ

ઝાઝું તે મૂંગા રહીએ

હો ભાઈ અમે અદના તે આદમી છઈએ

વસ્તરના વણનારા, ખેતરના ખેડનારા

ખાણના ખોદનારા છઈએ

હોડીના હાંકનારા, મારગના બાંધનારા

ગીતોના ગાનારા થઈએ,

હે જી અમે રંગોની રચનાય દઈએ !

છઈએ રચનારા અમે છઈએ ઘડનારા

તે સંહારની વાતું નહીં સહીએ !

જીવતરનો સાથી છે સર્જન અમારો ;

નહીં મોતના હાથા થઈએ,

હે જી એની વાતું ને કાન નહીં દઈએ!

હો ભાઈ, અમે અદના તે આદમી છઈએ.

 – પ્રહલાદ પારેખ


Leave a comment

Your email address will not be published. Required fields are marked *

 

5 thoughts on “અદના આદમીનું ગીત – પ્રહલાદ પારેખ