બે મિત્રો – દોસ્તી અને ક્ષમા – બાળવાર્તા


એક ગામમાં બે મિત્રો રહેતા હતા- રામૂ અને શામૂ. તે ખૂબ જ પાકાં મિત્રો હતાં. જ્યાં જાય ત્યાં સાથે જ રહેતા. એક દિવસ બંને મળીને કશું કરવાનો વિચાર કર્યો. બંને ચાલતાં ચાલતાં ઘણાં દૂર નીકળી ગયા. અચાનક રસ્તામાં એક રણ આવી ગયુ. ચારે બાજુ રેતી જ રેતી હતી. ચાલતા-ચાલતાં તે બંને વાતો પણ કરી રહ્યા હતા. અચાનક જ બંને વચ્ચે કોઈ વાતે બોલચાલ થઈ ગઈ. અને રામૂએ ગુસ્સામાં શામૂને એક તમાચો મારી દીધો. શામૂએ લાફો ખાઈ તો લીધો પણ તેને મનમાં ઘણું દુ:ખ થયુ. તે રામૂને કશુ ના બોલ્યો. અને એક જગ્યાએ રોકાઈને તેણે રેતી પર લખ્યું – ‘ આજે મારા મિત્રએ મને ગાલ પર લાફો માર્યો.’

પછી બંને ચાલવા માંડ્યા, ત્યાં સુધી ચાલતાં રહ્યા જ્યાં સુધી તેમને પાણી ન દેખાયું, બંને રસ્તામાં એકબીજા સાથે કશું પણ બોલ્યા નહી અને પાણીમાં ઉતરીને નહાવા લાગ્યા. શ્યામૂ પાણીમાં ઉંડે ઉતરી ગયો હતો, અને થોડી વાર પછી ડૂબવા માંડ્યો. ‘બચાઓ બચાઓ’ ના અવાજથી રામૂનું ધ્યાન ખેંચાયું, તે તરત જ શ્યામૂને બચાવવા તેની તરફ કૂદી પડ્યો.

શ્યામૂને વાળથી પકડીને ખેચ્યોં અને કિનારા પર લાવ્યો. તેના પેટમાંથી પાણી કાઢી અને મોઢાં વડે શ્વાસ પણ આપ્યો. શ્યામૂને થોડીવાર પછી હોશ આવી ગયો. તે ઉઠીને બેસી ગયો પછી તે એક મોટા પત્થર પાસે ગયો અને તેના પર એક પત્થર વડે લખ્યું ‘ આજે મારા પ્રિય રામૂએ મારો જીવ બચાવ્યો’.

ત્યારે રામૂથી રહેવાયું નહી. તેને શ્યામૂને પૂછ્યું – જ્યારે મે તને લાફો માર્યો, ત્યારે તે રેતી ઉપર લખ્યું હતુ અને હવે જ્યારે મેં તારો જીવ બચાવ્યો ત્યારે તેં પત્થર પર લખ્યું આવું કેમ ?

શ્યામૂએ જવાબ આપ્યો – જ્યારે કોઈ વ્યક્તિ તમને દુ:ખી કરે ત્યારે તે વાતને રેતી ઉપર લખી નાખવી જોઈએ, જેથી ક્ષમાને હવાથી એ મટી જાય, પણ જ્યારે કોઈ તમારા માટે કોઈ સારું કામ કરે તો તેને પત્થર પર લખી દેવું જોઈએ, જેથી કોઈ આંધી કે વાવાઝોડું તેને ભૂસી ન શકે, અને તમે હંમેશા તેને યાદ રાખો. શ્યામૂની વાત સાંભળી રામૂની આંખો ભરાઈ ગઈ. તે પોતાના મિત્ર શ્યામૂને ભેટી પડ્યો.

* * * * * * * * * * * * *

 


આપનો પ્રતિભાવ આપો....

0 thoughts on “બે મિત્રો – દોસ્તી અને ક્ષમા – બાળવાર્તા

 • chandra

  Dear Jignesh,
  This balvaarta on mitrata is so nice , that I
  used this story as bed-time story.
  Keep it up. & thanks for proiding ssuch a good
  balwaarta.
  Comment by Chandra.

 • સુરેશ જાની

  હું આને બાળવાર્તા નહીં કહું. બાળકો તો સહજ ગઈ ગુજરી ભુલી જતાં હોય છે.
  આ તો ખાસ મોટાંઓએ જ વધારે સમજવા જેવી વાત છે.
  આમ જ સમાજોપયોગી સર્જનો આપતા રહેજો.