ળ ને બદલે ર – ડો. શ્યામલ મુન્શી 12


ડો. શ્યામલ મુન્શી નું આ એક કાવ્ય વાંચ્યુ, ” ળ ” ને બદલે ” ર ” બોલતા ભાઈ પરનું આ ટીખર ગીત છે….ગુજરાતી કવિતાના ક્ષેત્રમાં આ પ્રકારની પરિકલ્પના અને પ્રયોગો થતા હશે તે ખબર જ ન હતી. આ કવિતા વાંચી ને બાળપણ અને નાના મોટા ભાઈબહેન સાથે કરેલ મસ્ટી અચૂક યાદ આવે જ ….મારી બહેન ક ની બદલે ત બોલતી અને હું તેને ખૂબ ચીડવતો તે મને યાદ આવે અને હું સ્મૃતિઓમાં સરી પડું છું…… તમે પણ માણો આ કાવ્ય…..

Brother and sister

હું છું મૂરજીભાઈ કારભાઈ ગોરવારા
કારજીપૂર્વક સાંભરજો નહીં તો થશે ગોટારા

વાદરવારી કારી રાતે પુષ્કર થતી વીજરી
વ્યાકુર હતો હું મરવા ત્યાં તો તમે જ ગયા મરી
તમે તો જાણે ખર ખર ખર વહેતી શીતર જરધારા
કારજીપૂર્વક સાંભરજો નહીં તો…….

કારઝાર ઉનારે સરગે છે જ્વારા ઘરમાં
અકરાઈને ઘરવારી બોલે પાણી નથી નરમાં !
રોક્કર ને કકરાટ કરે છે બધાં બારક બીચારાં,
કારજી પૂર્વક સાંભરજો નહી તો…

મેરામાં થી એક કબૂતર લીધું છે મેં કાંસાનું
ઢોર બહુ સુંદર છે પાછું ચરકે છે મજાનું
શાંતિના એ દૂત છે, ધોરા, ભોરા ને રૂપારા
કારજીપૂર્વક સાંભરજો નહીંતો…

મૂર પછી ડાર પછી કુંપર ને કૂમરી કરી
ફૂલ ફૂટે એમામ્થી પીરા ભૂરા ને વાદરી
એને બનાવી મારા, આપી તમને બનાવી મારા
કારજીપૂર્વક સાંભરજો નહીંતો…

 – ડો. શ્યામલ મુન્શી


આપનો પ્રતિભાવ આપો....

12 thoughts on “ળ ને બદલે ર – ડો. શ્યામલ મુન્શી

 • પરભુભાઈ એસ. મિસ્ત્રી.

  મને તો ભાઈ, આ રચના વાંચવાની મજા આવી ગઈ.ખૂબ અભિનંદન શ્યામલભાઈને. મેં તો કાગર પર ઉતારી હો લીધી.અને હવે બીજા મિત્રોને હો વંચાવા! નિર્દોષભાવે કૃતિ માણવાને બદલે પ્રતિભાવમાં ઊંઝા ક્યાંથી ઘુસી ગયું?! સુરેશદાદા ઊંઝાના સમર્થક અને પ્રચારક હોવા છતાં વડીલ તરીકે વિવેકપૂર્વક ટપારવાનું ન ચૂક્યા તેથી વિશેષ આનંદ થયો. વિચારસરણીનું વળગણ ક્યારેક દોઢ ડહાપણ કરી બેસે છે. વિવેકબુદ્ધિ વાપરવાની ત્યાં જરૂર પડે છે.બાકી પ્રતિક્ષા સાચું કે પ્રતીક્ષા સાચું તેની ચર્ચા કરવાની આ જગ્યા નથી.
  અહીં તો કૃતિ વિષે જ કૉમેન્ટ કરવાની હોય. તેમ છતાં મારી અગાઉના સુજ્ઞ વાચકો જે બીન જરૂરી ડપકો પાડી બેઠા તેના પર મિત્રભાવે નુકતેચીની કરવાનું મને યોગ્ય લાગ્યું.
  કૃતિ ઉત્તમ છે અને આ પ્રકારની અન્ય કૃતિઓ માણવાનું ગમશે. જયેશભાઈ, તમારું અભિયાન ચાલુ જ રાખશો. અભિનંદન

 • સુરેશ જાની

  રમુજની મજા આવી ગઈ. અમારા એક સંબંધી આમ જ બોલે છે.
  આમ જ નીર્દોશભાવે પીરસતા રહેજો.
  પણ મહાનુભાવો હજી રમુજમાંય ઉંઝા ભુલતા નથી, એ નોંધ કરવા જેવું છે. આટલી મોટી બહુમતી છતાં આટલી બધી અસલામતીની લાગણી?
  કાંઈક અંદરખાને પોતાની ભુલો માટે ચચરતું લાગે છે,
  ——————-

  પ્રીય મીત્ર વિવેક !
  ‘પ્રતિક્ષા’ લખવાથી ભાશા ભ્રશ્ટ નથી થતી? આ અંગે તારો ઉત્તર હજુ મળ્યો નથી દોસ્ત !
  આ ય મીત્રભાવે મજાકમાં જ લખું છું હોં.

 • હિના પારેખ

  સરસ કાવ્ય. જોડણી સાથેના અખતરા સ્વીકારીશું તો કોણ શું બોલશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. આ કાવ્ય એની જ એક ઝલક છે. ડો. રઈશ મનીઆર સુરતી ભાષામાં “હઝલ” લખે છે તેને આપણે “ગઝલ” તરીકે સ્વીકારતા થઈ જઈશું.

 • Harsukh Thanki

  આ રચના શ્યામલભાઇ પાસેથી સ્વમુખે સાંભળવાનો લહાવો લીધો છે. એક કવિસંમેલન દૂરદર્શન પરથી અવારનવાર પ્રસારિત થાય છે, તેમાં પણ તેમણે આ રચના રજૂ કરી છે.

 • Narendra Chauahan

  ………..very good.
  i heard first by himself on Doordarshan Gujarati,lo..ng back. he has several creations like this!
  good work doctor!

 • Narendra Chauahan

  ………..very good.
  i heard first by himself on Doordarshan Gujarati. he has several creations like this!godd work doctor!

 • વિવેક ટેલર

  મજાનું ગીત…

  ઉંઝાગુર્જરીના મિત્રોને ખાસ સંભળાવવા જેવું… આજે એક વર્ગ હ્રસ્વ-ઇ, દીર્ઘ-ઈ, હ્રસ્વ-ઉ અને દીર્ઘ-ઊ તથા સ-શ-ષના ભેદ મિટાવી ભાષાના સરળીકરણના નામે એકીકરણ માંગે છે. કાલે આ થઈ જશે પછી બીજો વર્ગ ઊભો થવાનો જ છે જે ર-ળ અને ત-ટ, થ-ઠ, દ-ડ, ધ-ઢ, ન-ણ નું એકીકરણ માંગશે….

  સહુએ મળીને ભ્રષ્ટ કર્યો આ ભાષાનો રત્નાકર….