Daily Archives: July 19, 2008


મન, આંતરીક શક્તિઓ અને વામમાર્ગ 8

આ પોસ્ટના કેટલાક શબ્દો કે વર્ણન અરૂચિકર હોઈ શકે છે.   ચારેક હજાર વર્ષ પહેલા વામમાર્ગ કે અઘોરી પંથની સ્થાપના થઈ હશે એમ માનવામાં આવે છે. માનવી જેમ જેમ જીવન વિશે વિચારતો ગયો એમ એ પ્રકૃતિથી વિમુખ થવા લાગ્યો. મૃત્યુના ભયે અને સ્વાભાવિક જિજીવિષાએ એને ધર્મની કલ્પના આપી. જીવનની ક્ષણભંગુરતાના કારણે કેટલાક જીવનના મોજશોખ થી ઉદાસીન બની ગયા. એમણે ત્યાગનો મહીમા ગાયો, સત્વશુધ્ધીમાં ભોગો એમને બાધક લાગ્યા. જ્યારે સગુણ બ્રહ્મના વિચારે પરમાત્માની કલ્પનાને જન્મ આપ્યો. વેદાંત, અધ્યાત્મ, સાંખ્યશાસ્ત્ર, પુરુષ અને પ્રકૃતિનો ભેદ, પાંડિત્યમાં અટવાયાં. સામાન્ય મનુષ્ય યોગમાં માનસિક શાંતિ શોધવા લાગ્યો અને જાતજાતની અને ભાતભાતની ભ્રમણાઓમાં ફસાયો. તો સામા પક્ષે કેટલાક વિચારકોએ ભોગને પ્રાધન્ય આપ્યું. એમના મૂળ વિચાર મુજબ એમને મનુષ્ય અવતાર આ સૃષ્ટી પર એટલા માટે આપવામાં આવ્યો છે કે સ્વર્ગ સમાન આ સૃષ્ટીનો એ યથેચ્છ ઉપભોગ કરી શકે, આમ આ બંને શાખાઓ આશરે બે થી અઢી હજાર વર્ષ પહેલા અલગ પડી અને તેમના મૂળ સ્પષ્ટ અને ઉંડા થયા. લોકપ્રિય ત્યાગના માર્ગથી અલગ જનારા – સામાન્ય માન્યતાઓથી અલગ જનારા વામમાર્ગી કહેવાયા જેમને આપણે કાપાલીક કે અઘોરી કહીએ છીએ. આ વામ માર્ગીઓમાં પાંચ પ્રકારના ‘મ’ નું ખાસ મહત્વ, માંસ મદિરા, મંત્ર, મૃત્યુ અને મૈથુન. આ વામમાર્ગીઓ પશુઓના બલિદાન આપે, તેમનું માંસ ભક્ષણ કરે, માનવબલી પણ આપે, ભાંગ ગાંજા ચરસનું સેવન પણ કરે. સામાન્ય લોકો માટે જે વસ્તુઓ વર્જ્ય ગણાય છે તે બધી ત્યાં પવિત્ર મનાય છે. કદાચ એટલે જ વામ માર્ગ કહેવાય છે. સ્ત્રીઓને તે પ્રકૃતિ સ્વરૂપ માનતા, અને તેમના માનવા પ્રમાણે પ્રકૃતિની દરેક રચના ભોગ માટે જ રચાયેલી છે. એમના તંત્રશાસ્ત્રમાં અનેક યંત્રો છે, જે ભૂમીતીના અનેક આકારોના સંયોજન જેવા લાગે […]