કેટલીક ગમતી અને મજાની વેબસાઈટસ વિષે લખવાની આ કડીને ખૂબ જ સરસ પ્રતિસાદ મળ્યો હતો પણ શોધ કરવાના અને એ બધી વેબસાઈટ વિઝિટ કરવાના સમય ના અભાવે આ શૃંખલા અટકી ગઈ હતી…..આજે ફરી પાછો એ જ કડીને આગળ વધારૂં છું….આજે પ્રસ્તુત છે કેટલીક ન જાણેલી, ન માણેલી સરસ 3 D ઈન્ટરેક્ટીવ વેબસાઈટ નું લીસ્ટ…..એક વાર ક્લિક કરી જુઓ, મજા પડશે…
૩૬૦ ડીગ્રી એટલે એક ચક્કર પૂરૂ થાય, આ સર્કલમાં ફક્ત ૩૦ ડીગ્રીનો ફરતો કેલીડોસ્કોપ…..હવે સર્કલમાં ગમે તે જગ્યાએ આપેલા આકારો મૂકો અને જુઓ બનતી અદભુત રચનાઓ….આ વેબસાઈટ બે વર્ઝનમાં ઉપલબ્ધ છે. સામાન્ય વર્ઝન અને બીજું છે નવી આવૃતિ સાથેનું વર્ઝન…..શૂન્ય માંથી સર્જન એ આનું નામ …… મને જો કે પહેલુ વર્ઝન વધારે ગમ્યું…
આ વિશ્વમાં અસંખ્ય પદાર્થો છે…..નાના અણું થી લઈને બ્રહ્માંડના અનેક તારા મૈત્રકો અને ગેલેક્સી સુધી અનેક વસ્તુઓ પોતપોતાના પરિમાણમાં પોતાના આકાર અને પ્રકાર પ્રમાણે જુદી જુદી છે. આ વેબસાઈટ તમને બતાવે છે કે આ વિશાળ બ્રહ્માંડમાં માણસ ક્યાં છે…..આપણું આ જગતમાં સ્થાન અને આપણાથી નાની અને મોટી તમામ વસ્તુઓ…..ઈન્ટર એક્ટીવ વેબસાઈટસમાં જોયેલી સૌથી સરસ વેબસાઈટ……ખરેખર સરસ ચિત્રો અને સુંદર માહિતિ…..ગેલેક્સી થી લઈને નાના અણું અને પરમાણું સુધી બધી વસ્તુઓ…..જોશો તો જ માણશો…
3. The interactive Stuff you like
ઈન્ટરનેટ પર કેટલીક સરસ ૩ડી એટલેકે ત્રિપરિમાણીય વસ્તુઓ ના ઉપયોગ કે મજા માટે વાપરતી પૌલ નીવ ની આ વેબસાઈટ ખરેખર ખૂબ સરસ છે, ઉપર જમણી તરફ આપેલા મેનુમાં એક એક વસ્તુ એક એક નવો સંસાર ખોલી આપે છે…..દા. ત્. જો તમારી પાસે છોટા ચેતન વખતના ત્રિપરીમાણીય ચશ્મા હોય તો આ વેબપેજ તમારા જોવા માટે છે. જો તમે તમારા પોતાના કોમ્પ્યુટરનો અવાજ અને વેબપેજના રીએક્શન જોવા માંગતા હોવ કે કોઈ ગીત પર વસ્તુઓ નચાવવા માંગતા હોવ તો તમારા ત્રણ વિકલ્પો છે….એક વિકલ્પ છે બાઉન્સી દડાનો…..બીજો વિકલ્પ છે પ્રકાશ નો અને ત્રીજો વિકલ્પ છે આ છોડવાને સંગીત થી ખંખેરો…
આ લિન્ક ક્લિક કરી ખૂલતા પેજ સામે વીસ સેકન્ડ જોયા કરો અને પછી આજુ બાજુ જુઓ…..મને કહેજો શું થાય છે…
પિકાસો ના કોઈ ચિત્રો જોયા છે?…..શું તમારે એવી શાહી પેઈન્ટીંગ કરવી છે? તો આ વેબસાઈટ તમારા માટે છે….દોરો ડ્રોઈંગ અને પબ્લિશ કરો…..શેર કરો ….. અને હા તમારા સિગ્નેચર કરવાનું ભૂલતા નહીં….
ક્યારેય સ્નો ફોલ જોયા છે? તમારી જાતે વિવિધ પ્રકારના સ્નો ફ્લેક બનાવો….તમારી પાસે છે વર્ચ્યુઅલ સફેદ કાગળ અને વર્ચ્યુઅલ કાતર…મજા કરો અને જુઓ વિવિધ ડીઝાઈન્સ….ક્લિક કરો નીચેની લિન્ક
ઘરે બેઠા બરફના પહાડો ની સફર કરો…..માઉસ વડે તમારી દિશા અને એંગલ પસંદ કરો….વેબસાઇટ અહીં છે…
7. Read At Work . . . . .Cheating is now easy
અમારે ત્યાં આઈ ટી ડિપાર્ટ્મેન્ટ ઘણું સ્ટ્રીક્ટ છે….વી એન સી સર્વર થી મોટાભાગની એક્ટીવીટી બ્લોક કરેલી છે પણ તમે બધી વસ્તુના ઉપાય શોધી શકો છો…. અહીં આ વેબસાઈટ છે જેના મદદથી તમે તમારી આસપાસ હરતા ફરતા લોકો છતાં શોર્ટ સ્ટોરી, કવિતાઓ કે વાર્તાઓ વાંચી શકો….પણ બધુ અત્યારે ફક્ત ઈંગ્લીશ માં છે. ચીટીંગનો આના થી સારો ઉપાય જોયો છે?
જીગ્નેશ અધ્યારૂ
You are great. Very nice and intresting information.
IS IS POSSIBLE TO FROWARD THIS WEB PAGE ANYONE? AND IF SO HOW [WITHOUT SENDIG THE LINK FROM MY EMAIL BOX]?
readatwork મસ્ત છે. આવી સરસ સાઇટ્સનો પરિચય આપવા માટે આભાર.
નોંધ, અમારે ત્યાં બધી જ એક્ટિવિટીઓની છૂટ છે… જ્યાં સુધી તમે તમારું કામ પુરું કરો છો – તમે ગમે તે કરી શકો છો.. 😉
amazing collection. enjoyed.
very good website.. gr8 efforts of searching..
Hey, it’s amazing..thanks, very useful, u seems to have versatile personality.