પરબ્ર્હ્મ અને તેની પરિકલ્પના – ભૂત અને ભગવાન 7


મનુષ્ય વિચારે છે, કલ્પનાના ઘોડા દોડાવે છે, આત્મા કે પરમાત્માની વાત કરે છે, અરે જ્યારે ‘હું’ ને ભૂલવાની વાત કરે છે ત્યારે પણ કેન્દ્રમાં તો એનો અહં જ હોય છે. અહં થી છૂટકારો પામવો અતિ મુશ્કેલ છે, ચેતના શરીરથી મુક્ત થઈ શકે છે, પણ મનુશ્ય અહંથી મુક્ત થઈ શક્તો નથી. અહં થી છુટકારો અશક્ય નહીં તો અતિ મુશ્કેલ છે.

ભારતીય તત્વશાસ્ત્ર નો ઈતિહાસ તપાસીએ તો શ્રૃતર્ષિ, ઐતરેય, ઋગ્વેદના ઐતરેય આરણ્યકમાં કહે છે ‘પ્રજાનં બ્ર્હ્મં’ જાણકારી અને ગ્નાન એ જ બ્રહ્મ છે, બ્ર્હ્મને ઓળખવા માટે ઉપયોગમાં આવતી બુધ્ધિને જ એમણે બ્ર્હ્મ માની. એ પછી શ્રૃતર્ષિ ઉદ્દાલક આરુણિએ સામવેદના છાંદોગ્ય ઉપનિષદમાં ‘તત્વમસી’ – તું જ બ્ર્હ્મ છે’ એમ કહ્યું. આ બધુ સરળ અને સચોટ તત્વગ્નાન હતું. કારણકે બ્ર્હ્મને જ બ્ર્હ્મ કહેવુ એનાથી બીજી વાત કઈ હોઈ શકે? એ પછી દેવર્ષિ વરુણે આનંદને બ્ર્હ્મ કહ્યો. કારણકે આનંદ જ મનુષ્યજીવનની શ્રેષ્ઠ ભાવના છે. અને બ્ર્હ્મ આનંદ ન હોય તો અન્ય શું થઈ શકે? યાગ્નવલ્ક્ય એ કહ્યું ‘અહં બ્ર્હ્માસ્મી’ – હું જ બ્ર્હ્મ છું. બધું મારા માટે તો બ્ર્હ્મ મારા સિવાય કોણ હોઈ શકે? આ છે અહંની ભ્રમણા.

આપણે આપણી સામે પરમેશ્વરનું એક સ્વરૂપ ઉભું કરીએ છીએ, એ પરમેશ્વર જેની વ્યાખ્યા આપણે જ કરી છે, પોતાની સેવા કરવા માટે, જન્મ આપવા, પોષણ કરવા, અને સંહાર કરવા એક ઈશ્વરની એક વ્યક્તિ, પ્રતિકૃતિ તરીકે ગણના કરી છે. હકીકતમાં આપણે શક્તિ, ચેતનાનું મૂળ શોધવાની જરૂર છે. આપણું મન એ શક્તિનો અંશ છે પણ એ અંશના પણ કરોડમાં ભાગને આપણે ઓળખતા નથી. બૌધ્ધિકો ફક્ત બુધ્ધિની શક્તિને ઓળખે છે, વિગ્નાન અને વિગ્નાનીઓ એની સીમા છે, મનોવિગ્નાનીઓ મનની સીમાને થોડી જાણે છે, ફક્ત યોગીઓ જ એ શક્તિનો મતલબ અને તેની અગાધ પરિમિતિને જાણે છે.

લેખક શ્રી સુરેશ સોમપુરા લખે છે કે કુંભમેળામાં એક યોગીની સામે તેમણે મનની શક્તિઓ સામે શંકા કરી, તેણે આશરે વીસ કીલો વજનનો એક પથ્થર જમીનથી અધ્ધર ઉંચકી બતાવ્યો. તે યોગી કહે છે આ મનની શક્તિ છે, જે લોકોને સામાન્ય બુધ્ધિમાં ઉતારવી મુશ્કેલ છે તેના લીધે તેને દૈવી શક્તિનું નામ આપ્યું. આ પૃથ્વી, બ્ર્હ્માંડ, ગ્રહો, ઉપગ્રહો, નિહારીકાઓ, આ બધુ કેમ ફરે છે? આ અવકાશમાં એ અધ્ધર ઝળુંબી રહ્યા છે, કઈ શક્તિ આની માટે જવાબદાર છે? એ શક્તિની તમે કલ્પના કરી શક્તા હોવ તો આ પથ્થર ઉંચકવાના નાનકડા ચમત્કાર માં વિશ્વાસ કેમ નહીં?

મનની આ શક્તિ અને અહં જ્યારે ટકરાય છે ત્યારે ભૂતપ્રેત જન્મે, કે તેની પરિકલ્પના થાય અને મનની શક્તિ અહં સાથે હાથ મિલાવે ત્યારે ભગવાન પેદા થાય. પુનર્જન્મ, ભૂતપ્રેતના વળગાડના અનેક કિસ્સાઓ પાછળ ઘવાયેલો અહં હોય છે, મન સર્વને જન્મજાત સમાન શક્તિઓ સાથે મળે છે પણ પછી સંસ્કારો, કે ગ્નાન તેને દબાવે કે પ્રેરે છે, જો દબાવ અસહ્ય બને ત્યારે મન બળવો કરે, ક્યારેક એ ઢોંગ હોય પણ મહદ અંશે માનસિક ભ્રમણા હોય છે. આવી વ્યક્તિઓ અવનવી વાતો ઉપજાવી કાઢે, એમનું કલ્પનાશીલ અને અનિયંત્રીત મન એમને તેમ કરવા પ્રેરણા આપે છે.

બ્રાહ્ય રીતે નબળા લાગતા આવા મનુષ્યનું શક્તિશાળી, અનિયંત્રીત મન પોતાની પ્રચંડ શક્તિથી અનેક કલ્પનાઓ કરે છે. મનની શક્તિઓ આવા બનાવોમાં ઝંઝાવાતી વંટોળની જેમ કેન્દ્રિત થાય છે અને એવા ચમત્કારો કરે છે કે જોનારને ભૂતપ્રેતની, વળગાડની કે કો’કના કાળા કર્યાની શંકા થાય. ઈશ્વર નામની વ્યક્તિ અને આત્મા નામનો પદાર્થ મનુષ્યના મનની કલ્પનાની પેદાશ છે. એમાં જેને શંકા હોય એણે મનને એની શક્તિને ઓળખી નથી. ઈશ્વર અને આત્મા અહંના પોષક છે, એ ઈશ્વર જે તમારા દુખોને હરવા વારંવાર જન્મ લે છે, કે તમારી પરિકલ્પના તેમને જન્મ લેવા પ્રેરે છે.

અહં નો નાશ થતા જ મનુષ્ય ધર્મ, ઈશ્વર અને આત્માની ભ્રમણા માંથી મુક્ત થાય છે. આ અનુભવ કલ્પના યોગ થી જ શક્ય બને છે અને એ જ શક્તિ છે, ચેતના છે. સાર એ જ કે ભૂતપ્રેત, કાળા કામ, દોરા ધાગા, કે વશીકરણ આ બધુંય મનની પેદાશ છે, જે ભગવાનને આપણે માનીએ છીએ એ સગુણ સ્વરૂપ છે, આપણે તેમને ય હાથ પગ મોં વગેરે જેવા મનુષ્ય ગુણો થી તોલ્યા છે. આપણને જે દુખ લાગે તે સહન કરવા વાળા ભગવાન ગણ્યા છે. ખરેખર આ બ્રહ્માંડ ચલાવનારી ચેતનાના કોઈ વર્ણન શક્ય નથી. જેમ તમે હવાની કોઈ પરિકલ્પના નથી કરી શક્તા તેમ એ પરમાત્માની પણ કોઈ કલ્પના કરવી નિરર્થક છે. અને આ વાત સમજી મન ની શક્તિઓ નાથવા વાળા યોગી કહેવાય છે અને તેની સામે યુધ્ધે ચઢનારા ભોગી કે તાંત્રીક.

પરબ્ર્હ્મ અને તેની પરિકલ્પના ગાયત્રી મંત્રના અર્થમાં થી પણ મેળવી શકાય જે આ જ વાત કહે છે ….ૐ (પરમાત્મા) ભૂ: (પ્રાણ સ્વરૂપ) ભુવ: (દુ:ખનાશક) સ્વ: (સુખ સ્વરૂપ) તત (તે) સવિતુ: (તેજસ્વી) વરેણ્યં (શ્રેષ્ઠ) ભર્ગો: (પાપ નાશક) દેવસ્ય (દિવ્ય) ધીમહી (ધારણ કરો) ધિયો (બુધ્ધિ) યો (જો) ન: (અમારી) પ્રચોદયાત (પ્રેરિત કરો).

****

આજે પ્રસ્તુત છે શ્રી સુરેશ સોમપુરા ના પુસ્તક અઘોરીઓ સાથે પાંચ દિવસના કેટલાક અંશો અને તે સાથે મારા વિચારો, કદાચ આ વિષય પર જેટલુ લખીએ એટલું ઓછુ છે, અને એ લખવા માટે યોગ્યતા પણ કદાચ નથી, છતાંય કેટલાક વિચારો અત્રે રજુ કર્યા, આ ત્રણ લેખની માળા મને ખૂબ આનંદ કરાવી ગઈ. અને એટલી જ મજા આ વહેંચવામાં આવી. આજે આ લેખમાળા સમાપ્ત કરૂં છું. કાલથી રેગ્યુલર પોસ્ટ મળશે. આશા છે આપને આ લેખ ગમ્યા હશે.


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “પરબ્ર્હ્મ અને તેની પરિકલ્પના – ભૂત અને ભગવાન

 • priyangu

  બ્રહ્મ વિશે યોગ્ય રુગ્વેદ નૂ વાક્ય સાચુ છે.
  અહમ બ્રહ્મા સ્મિ ખોટુ નથી પણ બ્રહ્મ થયા પછી પરભ્રમ ને પામવા એ પરીશ્રમ જીવ ઈશ્વર માયા થી પર છે. ગુરુ સિવાય આ વાત ના સમ્જાય તો સારા ગુરુ ની શોધ કરો વણમાગી સલાહ બદલ માફી પણ ભટકશો તો કશુ નહી મળે.

 • Rajesh

  ધન્યવાદ ભાઈશ્રી, તદ્દન જ જુઠ્ઠુ, તમને જે સાચુ લાગે તે બીજાને કેમ ઠસાવો છો? તમે અન્યાય કરો છો વિશ્વાસુ ઓ પર નહિ પણ પરમાત્મા પર અને તમને અથવા ભાઈ સોમપુરાજીને જોઈને આંખો લુછી લુછીને લાલચોળ કરી નાંખતો હશે, તમારી પાસેથી કાંઈ પણ શિખવા જેવુ નથી, કોઈ મરીને પ્રભુ પાસે જશે તો તમારા તરફથી ખોળો ભરેલો હશે તો પણ્ તો ખાલી થઈને જ જશે, આઈ એમ વેરી વેરી સોરી ફોર ડિસઅપ્રુવીંગ્ યોર ડિસ્ગસ્ટીંગ લેખ્. તમને ક્યાં ખબર છે કે દુષ્ટાત્મા તમારા-મારા-ચારે કોર લોકોને ફાડી ખાવા તૈયાર જ રહિને હવામાં ઉડી રહ્યા છે, જે લોકોને સૈતાન બનાવે છે, ગુસ્સો, લડાઈ, અણગમો, ભેદભાવ, નફરત વ્.વ્ એ બધા સૈતાનની સેના છે અને દયા, પ્રેમ્ કરુણા, સત્ય, નમ્રતા, દીનતા વ્.વ. પરમાત્માના ગુણો છે જે તમને આજે જીવીત રાખે છે, તમારી-મારી-બધાની અયોગ્યતા છતાં જીવતા રાખે છે, ખવડાવે ચે, તાજા માજા રાખે છે….દુષ્ટાત્માઓ તમને-મને-બધાને દુઃખ આપે છે ને લુંટે છે. તમે જે બાબાઓ જોડે બેસેલા એ તો ઉપરવાળાનેી શોધમાં ભટકી ગયેલા નાદાન્ લોકો હતા જેમનુ અગ્નાન તમને પણ ભરમાવી ગયુ, તમારેી વાત મે ન માનેી તમે પણ મારેી સાથે અસહમત થઈ શકો છો……

 • Saawan Jasoliya

  Jigneshbhai.

  Nice article.

  In last week, I participated in the Basic Course of ‘Art Of Living’, litteraly unmindfully due to pressure of a friend.

  Sunday ( Yesterday ) was the last day of the course.

  I have really no words to express my gratitude to that friend for making me attend that. And that’s all I can say.

  For me, it is a new beginning.

  Regards,

  Saawan