Daily Archives: July 21, 2008


પરબ્ર્હ્મ અને તેની પરિકલ્પના – ભૂત અને ભગવાન 7

મનુષ્ય વિચારે છે, કલ્પનાના ઘોડા દોડાવે છે, આત્મા કે પરમાત્માની વાત કરે છે, અરે જ્યારે ‘હું’ ને ભૂલવાની વાત કરે છે ત્યારે પણ કેન્દ્રમાં તો એનો અહં જ હોય છે. અહં થી છૂટકારો પામવો અતિ મુશ્કેલ છે, ચેતના શરીરથી મુક્ત થઈ શકે છે, પણ મનુશ્ય અહંથી મુક્ત થઈ શક્તો નથી. અહં થી છુટકારો અશક્ય નહીં તો અતિ મુશ્કેલ છે. ભારતીય તત્વશાસ્ત્ર નો ઈતિહાસ તપાસીએ તો શ્રૃતર્ષિ, ઐતરેય, ઋગ્વેદના ઐતરેય આરણ્યકમાં કહે છે ‘પ્રજાનં બ્ર્હ્મં’ જાણકારી અને ગ્નાન એ જ બ્રહ્મ છે, બ્ર્હ્મને ઓળખવા માટે ઉપયોગમાં આવતી બુધ્ધિને જ એમણે બ્ર્હ્મ માની. એ પછી શ્રૃતર્ષિ ઉદ્દાલક આરુણિએ સામવેદના છાંદોગ્ય ઉપનિષદમાં ‘તત્વમસી’ – તું જ બ્ર્હ્મ છે’ એમ કહ્યું. આ બધુ સરળ અને સચોટ તત્વગ્નાન હતું. કારણકે બ્ર્હ્મને જ બ્ર્હ્મ કહેવુ એનાથી બીજી વાત કઈ હોઈ શકે? એ પછી દેવર્ષિ વરુણે આનંદને બ્ર્હ્મ કહ્યો. કારણકે આનંદ જ મનુષ્યજીવનની શ્રેષ્ઠ ભાવના છે. અને બ્ર્હ્મ આનંદ ન હોય તો અન્ય શું થઈ શકે? યાગ્નવલ્ક્ય એ કહ્યું ‘અહં બ્ર્હ્માસ્મી’ – હું જ બ્ર્હ્મ છું. બધું મારા માટે તો બ્ર્હ્મ મારા સિવાય કોણ હોઈ શકે? આ છે અહંની ભ્રમણા. આપણે આપણી સામે પરમેશ્વરનું એક સ્વરૂપ ઉભું કરીએ છીએ, એ પરમેશ્વર જેની વ્યાખ્યા આપણે જ કરી છે, પોતાની સેવા કરવા માટે, જન્મ આપવા, પોષણ કરવા, અને સંહાર કરવા એક ઈશ્વરની એક વ્યક્તિ, પ્રતિકૃતિ તરીકે ગણના કરી છે. હકીકતમાં આપણે શક્તિ, ચેતનાનું મૂળ શોધવાની જરૂર છે. આપણું મન એ શક્તિનો અંશ છે પણ એ અંશના પણ કરોડમાં ભાગને આપણે ઓળખતા નથી. બૌધ્ધિકો ફક્ત બુધ્ધિની શક્તિને ઓળખે છે, વિગ્નાન અને વિગ્નાનીઓ એની સીમા છે, મનોવિગ્નાનીઓ મનની સીમાને થોડી જાણે […]