એલીયન્સનું અભિવાદન – ગુજરાતીમાં 5


વોયેજર સ્પેશક્રાફ્ટ વોયેજર ૧ અને ૨ એવી જગ્યાઓએ આજે શોધખોળ કરી રહ્યા છે જ્યાં આજ સુધી પૃથ્વી થી કાંઈ પહોંચ્યુ નથી. ૧૯૭૭માં તેમના પ્રક્ષેપણ પછીથી આજ સુધી સતત તે માહિતિનો ભંડાર મોકલી રહ્યા છે. વોયેજર સ્પેશક્રાફ્ટનું મૂળભૂત મિશન હતું ગુરૂ અને શનિના ગ્રહો વિષે માહિતિ એકઠી કરવાનું. આ કાર્ય પૂરૂ કરીને તેઓ હજી પણ સતત આગળ વધી રહ્યા છે. હવે તેમનું મિશન પૃથ્વી અને સૂર્ય થી સૌથી વધુ દૂર આપણી આકાશગંગાના છેડે આવેલા યુરેનસ અને નેપ્ચ્યુન તરફ જઈ ત્યાં શોધખોળ કરવાનું છે. આપણા સૂર્યના રાજની બહારની તરફ શોધખોળ કરવી એ પણ તેના મિશનનો એક ભાગ છે. આ મિશન વિશે વધુ જાણવા નાસા જેટ પ્રપલ્શન લેબોરેટરીની આ સાઈટ પર જાઓ.

અવકાશમાં તેમની યાત્રા દરમ્યાન જો કોઈ પણ જીવંન સાથે તેમનો સંપર્ક થાય તો તેમનું સ્વાગત અને અભિવાદન કરવા માટે આ વોયેજર મિશન સાથે ગોલ્ડન રેકોર્ડ મોકલાઈ. ૧૨ ઈંચની ગોલ્ડ પ્લેટેડ કોપર ડીસ્ક બનાવવામાં આવી જેની અંદર પૃથ્વીના જીવનની વિવિધતા અને સંસ્કૃતિ બતાવવા માટે કેટલાક અવાજો અને ચિત્રો પસંદ કરવામાં આવ્યા. નાસા દ્વારા પસંદગી પામેલ આ મીડીયામાં હતા ૧૧૫ ચિત્રો અને વિવિધ અવાજો, બાળકના હસવાનો, વરસાદ પડવાનો, પ્રાણીઓના અવાજો વગેરે … આ સાથે હતા વિશ્વની પંચાવન ભાષાઓમાં સ્વાગત સંદેશ. આમાં એક ભાષા હતી ગુજરાતી. આ ગુજરાતી માં રેકોર્ડ કરેલ સંદેશ અહીં સાંભળો.

ફેબ્રુઆરી ૨૦૦૮ માં વોયેજર સૂર્ય થી ૧૦૫.૩ એસ્ટ્રોનોમીકલ યુનિટ દૂર હતુ. જ્યારે વોયેજર ૨ સૂર્ય થી ૮૫ એસ્ટ્રોનોમીકલ યુનિટ દૂર હતું. હજી પણ તેઓ આપણી સૂર્યમાળાને છોડીને જઈ રહ્યા છે. કહો કે ભાગી રહ્યા છે. આશા રાખીએ કે કોઈ બીજા ગ્રહનું જીવન ગુજરાતી ભાષા સમજે અને સામે પૂછે “કેમ છો મિત્ર?”


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

5 thoughts on “એલીયન્સનું અભિવાદન – ગુજરાતીમાં

  • bhishmak pandit

    ઓરકુટ મા સાક્શર ભાઇ એ મુકેલિ તમારિ લિંક પરથિ તમારો લેખ વાચ્યો ખુબ જ મજા આવિ

  • saksharthakkar

    ઘણી જ રસપ્રદ માહિતી… તમારા આ લેખની લિંક મેં ઓરકુટ માં એક કોમ્યુનિટીમાં એલિયન્સ વિશે ચર્ચામાં તમારા નામ સાથે આપી છે…

  • સુરેશ જાની

    બહુ જ સરસ અને અભ્યાસી લેખ. ગમ્યો.
    પણ….

    આશા રાખીએ કે કોઈ બીજા ગ્રહનું જીવન ગુજરાતી ભાષા સમજે અને સામે પૂછે “કેમ છો મિત્ર?”

    આ આશા ખોટી કલ્પના છે. એ શક્ય જ નથી.