સૂતપુત્રી, કર્ણપત્ની, અંગરાજ્ઞી વૃષાલીની ગાથા : પ્રવેશ 2
કર્ણના જીવનની અધૂરપને પૂર્ણ કરનારી, એના વિષાદનું શમન કરનારી, એની પીડા, અપમાન, ક્રોધ અને શોકના દરેક પ્રસંગે પડછાયો બનીને ઉભી હતી એની પત્ની વૃષાલી.
કર્ણના જીવનની અધૂરપને પૂર્ણ કરનારી, એના વિષાદનું શમન કરનારી, એની પીડા, અપમાન, ક્રોધ અને શોકના દરેક પ્રસંગે પડછાયો બનીને ઉભી હતી એની પત્ની વૃષાલી.
હે પરમાત્મા, હવે જયારે હું મારી જાત વિશે સભાન બન્યો છું, એક નવી રીતે જીવવાનો નિશ્વય કર્યો છે ત્યારે હું મારા અવગુણોને દૂર કરવા કટિબધ્ધ બનીશ. જોકે એ કામ કંઇ રાતોરાત નથી થવાનું. પણ હવે મારા જીવનનું સુકાન તને સોંપવું છે.
હે ઇશ્વર, મને જાણ છે કે હું મારી અનેક આદતોનો બંદીવાન બની ગયો છું.. મેં પોતે રચેલા કેદખાનામાં પૂરાઇ ગયો છું. ફૂલ પર રહેલા ઝાકળનુ સૌન્દર્ય માણતા મને નથી આવડતું,
સૌ પ્રથમ તો હે પરમાત્મા, આજે ફરી એકવાર જાગી શકાયું એ માટે દિલથી આભાર. અનેક લોકો સૂતા પછી બીજી સવાર જોઇ શકતા નથી એ હું જાણું છું. પણ તેં મને એક વધુ સવારની અણમોલ ભેટ આપી છે.
આ પુસ્તક વાંચતા ઇશ્વર પ્રત્યેની શ્રધ્ધા, પ્રાર્થનાનું મહત્વ અને સાચી પ્રાર્થનાનો મર્મ ભાવકોના અંતરમાં ઊઘડી શકે, સૌના જીવનમાં ઉજાસનું એકાદું કિરણ પ્રવેશી શકે એવી સાચી નિષ્ઠાથી, દિલની ભાવનાથી પ્રાર્થના..
આમ્રપાલીએ જેટલી સહજતાથી વૈશાલીનું જનપદકલ્યાણીનું પદ સ્વીકાર્યું હતું એટલી જ સહજતાથી કેવળ તે પદ જ નહીં સઘળું ત્યાગી દીધું. બિંબિસાર ગયો તે પછી માયા મહેલમાં દેખાયો જ નહીં. આમ્રપાલીએ માયા મહેલ છોડતા પહેલાં ઘણી વ્યવસ્થા કરી. વિશાખા અને ધનિકાએ આમ્રપાલી સાથે જ રહેવાનો નિશ્ચય કર્યો હતો અને તેઓ પણ બુદ્ધનાં સંઘમાં જોડાઈને ભિક્ષુણી બની ગઈ.
આમ્રપાલીએ ‘બુદ્ધં શરણં ગચ્છામિ…’ ઘોષ સાંભળીને આંખો ખોલી. તેને સમગ્ર વિશ્વ બદલાઈ ગયું હોય તેવું લાગ્યું. હકીકતમાં તેની ભીતર કોઈ જબરદસ્ત પરિવર્તન થયું હતું. તેણે દૂર નજર નાખી. તેણે એક મોહક વ્યક્તિત્વ ધરાવતો યુવક ભિક્ષુ વેશમાં ભિક્ષુ-સંઘની પાછળ પાછળ જતો જોયો. આમ્રપાલીને તે ભિક્ષુનો ચહેરો પરિચિત લાગ્યો. તે તેની પાછળ પાછળ ચાલવા લાગી…
અમાત્ય રાક્ષસ વર્ષકારને વૈશાલીના કિલ્લાનો દરવાજો સોંપીને આવ્યા પછી વૈશાલીના લિચ્છવીઓને એકત્રિત કરવા મારતે ઘોડે સેનાપતિના આવાસે પહોંચ્યો. પરંતુ ‘જેનો સેનાપતિ આંધળો તેનું કટક કૂવામાં’ જેવી પરિસ્થિતિ તેણે સેનાપતિને ઘરે જોઈ. સેનાપતિના હાથમાં દારૂની બોટલ હતી… તેણે આખી રાત દારૂ ઢીંચ્યો હશે એમ લાગતું હતું.
બિંબિસારને એ ન સમજાયું કે આમ્રપાલી ફરી કેમ મૂર્ચ્છિત થઇ ગઈ. તેણે દાસી પાસે થોડું જળ મંગાવ્યું અને તે આમ્રપાલીના મુખ પર છંટકાવ કરવા લાગ્યો. જળના શીતળ સીકર સ્પર્શથી આમ્રપાલીએ આંખ ઉઘાડી. પોતે શય્યામાં સુતી છે અને દેવેન્દ્ર પ્રેમપૂર્વક તેના કરકમલો વડે તેના ચહેરાની લટને મુખ પરથી મસ્તક પર સરખી રાખી રહ્યો છે. તેને લજ્જા આવી અને તરત બેઠી થઇ ગઈ.
માયા મહેલમાં આમ્રપાલીનાં કક્ષમાં વર્ષકારનાં પ્રવેશ સાથે બધી દાસીઓ ઊભી થઇ ગઈ. પરંતુ આમ્રપાલી મૂર્તિની જેમ બેઠી રહી. તેણે મનથી માની લીધું હતું કે હવે બધું જ પૂરું થઇ ગયું છે. હવે કાંઈ બાકી રહ્યું નથી. ગણપતિએ મરતાં પહેલા જે પત્ર આમ્રપાલીને લખ્યો હતો તેમાં વર્ષકારની સાચી ઓળખ અને તેના ષડ્યંત્ર વિષે બધું જ લખ્યું હતું. આમ્રપાલી વિચારમાં પડી ગઈ…માનવીની બુદ્ધિ આટલી હદે ક્રૂર જઈ શકે તે કેમ માની શકાય?
ગણપતિનો પત્ર વાંચી પાષાણહૃદયી વર્ષકારની આંખો સજળ થઇ ગઈ. તેના ગળે ડૂમો બાઝી ગયો. થોડીવારે સ્વસ્થ થઇ સૂમસામ, કરુણ શાંતિનો ભંગ કરતાં તેણે સેનાપતિને સૂચના આપી: ‘ભલે બીજા કોઈનું નહીં પણ આ ગણપતિ અને તેમના કુટુંબીજનોનો અગ્નિસંસ્કાર અવશ્ય કરશો.’ અને તે ખિન્ન હૃદયે બહાર નીકળી ગયો.
વર્ષકાર અને સેનાપતિ રસાલા સાથે ગણપતિના ઘર પાસે આવ્યા. તેઓ બંને અંદર ગયા. વર્ષકાર ગણપતિ સમક્ષ શું કેફિયત આપવી તે વિષે વિચારી રહ્યો હતો. તેને થયું કે ગણપતિને મગધનો અમાત્ય બનાવવો જોઈએ. તેણે મારી સાથે ખૂબ સારી મિત્રતા નિભાવી છે. તેના ઋણનો બદલો ચુકાવવાની આ જ ઉત્તમ તક છે.
મગધના મહાઅમાત્ય વર્ષકારે મગધનરેશને કહ્યું હતું કે, ‘હું કહું તેમ કરશો તો વૈશાલી તમારા ચરણે ધરીશ.’ ત્યારબાદ તેમણે જડબેસલાક યોજના બનાવી અને બિંબિસારે વર્ષકારની યોજના પ્રમાણે વૈશાલીને ગુપ્તપણે સાવ હતું ન હતું કરી નાખ્યું. અને વર્ષકારનો સંદેશો મળતાં તે લાવલશ્કર સાથે વૈશાલીને મગધમાં ભેળવવા માટે અવિલંબ ચાલ્યો આવ્યો હતો.
બીજે દિવસે આમ્રપાલીએ પ્રસ્તાવ રજૂ કર્યો કે વૈશાલીની સ્થિતિનો સમગ્રલક્ષી ચિતાર મેળવવા માટે માત્ર રાત્રીચર્યા પર્યાપ્ત નથી, દિનચર્યાનું પણ અવલોકન કરવું એટલું જ જરૂરી છે. તેથી તેઓ તે દિવસે સવારના પહોરમાં જ નગરચર્યા જોવા નીકળ્યા. બધું સૂમસામ હતું. કોઈ મનુષ્ય દેખાતો નહોતો. બજાર, દુકાનો બધું જ જાણે જાહેર રજાનો દિવસ હોય તેમ બંધ હતું.
વૈશાલીનો અશ્વપતિ ફાંકડો યુવક હતો. તે બાળપણથી જ અશ્વોની વચ્ચે રહીને મોટો થયો હતો. કારણ કે તેના પિતા પણ અશ્વપતિ હતા. તે દરેક ઓલાદના અશ્વોને બહુ નાની ઉંમરે પારખી ગયો હતો. તે અશ્વને જોઇને કહી શકતો હતો કે તે કેટલો પાણીદાર છે. તેની નસલ અને જાત પણ કહી શકતો. તેની ગતિ વિષે તો તે ઘણી શરત લગાવતો અને જીતતો!
વૈશાલી મગધનાં આક્રમણથી બચવા માટે હંમેશાં તૈયાર રહેતું. મગધ વૈશાલી પર આક્રમણ કરવા માટે નાનો સરખો પણ પ્રયત્ન કરી શકાતું ન હતું. કારણ કે વૈશાલીએ તેમના ગુપ્તચરોને મગધની તમામ હિલચાલ પર બાજનજર રાખવાની સખત તાકીદ કરી હતી. ગુપ્તચરો પણ યેનકેન પ્રકારે કોઈને ગંધ પણ ન આવે એ રીતે ગુપ્ત માહિતી લઇ આવતા હતા.
વૈશાલી અને આમ્રપાલી જાણે એકબીજાના પર્યાયવાચી શબ્દો બની ગયા હતા. જ્યારથી આમ્રપાલી વૈશાલીની નગરવધૂ બની ત્યારથી વૈશાલીની હંમેશાં ચડતી જ થઇ હતી. તે પણ એક બે ક્ષેત્રોમાં નહીં, પણ તમામ ક્ષેત્રે. અને તેનો યશ આમ્રપાલીને ન મળે તેવું કેવી રીતે બને? તેણે વૈશાલી માટે શું નથી કર્યું? વૈશાલીમાં હંમેશા આમ્રપાલીની અને તેનાં કાર્યોની જ ચર્ચા ચાલતી રહેતી.
આમ્રપાલી અને દેવેન્દ્રનો પુત્ર ધીમે ધીમે મોટો થતો જતો હતો. તેને અભ્યાસ માટે નાલંદા મૂકવામાં આવ્યો. આમ્રપાલીએ હૃદયને કઠણ કરીને અભયને પોતાની આંખ સામેથી અળગો કર્યો. નાલંદા વિશ્વવિદ્યાલયની નામના ભારતવર્ષમાં ઘણી ઊંચી હતી.
કોશલ અને કાશી વચ્ચે વૈમનસ્ય વધતું રહે તે વૈશાલી માટે પણ જરૂરી હતું. બંને અંદરોઅંદર લડીને ખુવાર થતા જતા હતા. અને બંને નબળા પડ્યા હતા. આર્થિક નબળી હાલત, બેકારી, ભૂખમરો અને ગરીબીથી પ્રજા ત્રસ્ત થઇ ગઈ હતી. હવે સમર્થ અને સશક્ત કહી શકાય તેવા માત્ર બે જ રાજ્યો રહ્યા હતા, વૈશાલી અને મગધ.
વૈશાલીમાં આમ્રપાલી પોતાની અવનવી રીતે દરેક ક્ષેત્રમાં કાંઈને કાંઈ એવું દર્શાવતી હતી કે લિચ્છવીઓ ખુશ ખુશ થઇ જતાં. યુવકોને તેની દરેક વાતમાં બહુ રસ પડતો હતો કારણ કે તેની દરેકેદરેક વાતમાં તેનું પોતાનું ચિંતન જણાઈ આવતું હતું.
કોશલ રાજ્યની ઉત્તરે નેપાળ છે, દક્ષીણે સર્પિકા (સાઈ) નદી અને પૂર્વે ગંડક નદી આવેલી છે અને તેની પશ્ચિમે પાંચાલ પ્રદેશ છે. કોશલ અને કાશી નજીકના રાજ્યો વચ્ચે કુસંપ અને દુશ્મનાવટ રહેતી અને યુદ્ધો થતાં. પરંતુ વૈશાલીના અમાત્યોએ તેમની વચ્ચે સુલેહ કરાવી.
ગૌતમ બુદ્ધ વિહારમાં (બિહારમાં) યાત્રા કરીને સર્વત્ર ઉપદેશ આપતા હતા. લોકો તેમને શાંતિપૂર્વક સાંભળતાં હતા. તેમના શિષ્યો પણ તેમની જેમ જ સંયમી અને શિસ્તબદ્ધ તથા ધર્મનું પાલન કરવાવાળા હતા. આથી બૌદ્ધ ધર્મનો ઝડપથી પ્રસાર થવા લાગ્યો હતો.
સમયને માપી શકે તેવું કોઈ યંત્ર હજુ સુધી બન્યું નથી! માણસોએ પોતાનો વ્યહાર ચલાવવા ઘટિકા-યંત્ર ભલે શોધ્યું પરંતુ તે ઘડી અથવા પળ, પ્રહર, દીવસ અને રાતની તથા વધુમાં વધુ વર્ષોની ગણતરી કરી શકે. અગણિત સમય વહી ગયો અને વહેવાનો તે વિષે કયું યંત્ર ચોકસાઈથી કહી શકે કહો?
કાશી અને કોશલ વચ્ચે વૈમનસ્ય વધતું જતું હતું એ વાત આર્યાવર્તમાં સર્વત્ર ફેલાઈ ગઈ હતી. કોઈ નમતું જોખવા તૈયાર ન હતું. મગધ મધ્યસ્થી કરવા તૈયાર હતું. દેખીતી રીતે બિંબિસારે પ્રયત્નો કરવામાં કાંઈ બાકી રાખ્યું ન હતું. પરંતુ ખરેખર જોઈએ તો બિંબિસાર નહોતો ઈચ્છતો કે બંને વચ્ચે સંધિ થાય!
મંત્રી રાક્ષસને મગધમાં ઘણું જાણવાનું મળતું હતું તેથી તેના દિવસો ક્યાં જતા હતા તેની ખબર પડતી ન હતી. થોડા દિવસો પછી ગુપ્તચર અચાનક તેમને એક રાત્રે શસ્ત્રાગારમાં લઇ ગયો. તે બહુ મોટું શસ્ત્રાગાર હતું. તેને લઇ જતા પહેલાં તેની આંખમાં કોઈ ટીપાં નાખવામાં આવ્યા. એથી તેને થોડું ઝાંખું દેખાવતું હતું, તે સ્પષ્ટપણે બધું જોઈ શકતો ન હતો. તેમ છતાં તેને આંખે પાટા બાંધીને ઘોડાગાડીમાં લઇ જવામાં આવ્યો હતો. એ સ્થાન પર પહોંચતા લગભગ ત્રણેક કલાક જેટલો સમય લાગ્યો હતો.
અમાત્ય રાક્ષસ વર્ષકાર પાસે આવ્યો. વાતચીત કર્યા બાદ વર્ષકારે સામે ચાલીને રાક્ષસને મગધ જઈને ત્યાની ગતિવિધિનું અવલોકન કરવાનું કહ્યું. તેણે એમ પણ કહ્યું કે તેનો એક ગુપ્તચર તેને જુદા જ રસ્તેથી મગધ લઇ જશે. તે તેને મગધના શસ્ત્રાગારમાં પણ લઇ જશે. આ બધી વ્યવસ્થા ગુપ્ત રીતે જ થશે. ત્યાં જઈને જોવું વધારે સારું છે.
આ કથામાં અમાત્ય રાક્ષસનું પાત્ર કદાચ તમને થોડું ઉપેક્ષિત લાગે પરંતુ તેના જેવો કુટિલ, મુત્સદી અને રાજનીતિજ્ઞ બ્રાહ્મણ મળવો મુશ્કેલ હતો. તેની આદત હતી ઓછું બોલવું, કામ વધારે કરવું. તેની જવાબદારી ગુપ્તચર વિભાગ, શસ્ત્રાગાર અને નવા સંશોધનો પૂરતી મર્યાદિત રાખવામાં આવી હતી. વૈશાલી આજે પણ અભેદ્ય હતું તેનું શ્રેય કોઈ એક વ્યક્તિને આપવું હોય તો તે આ અમાત્ય રાક્ષસને આપી શકાય.
એકધારી અથાગ મહેનત, ખંત અને એકાગ્રતાથી અનેક વિદ્યાઓમાં પારંગત થતી જતી આમ્રપાલીએ મહિનાઓ સુધી પ્રગતિ ચાલુ રાખી. અને એક દિવસ તેણે જાહેર કર્યું કે માયા-મહેલમાં તે આવતા મહિનાથી પોતાના પ્રણય-મિત્રનું સ્વાગત કરશે. જે વ્યક્તિ સહુ પ્રથમ એક કોટિ મુદ્રાઓ જમા કરાવશે તેની યોગ્ય તપાસ બાદ મારી સાથે આનંદમાં સહભાગી બની શકશે.
અમાત્ય રાક્ષસ અને અમાત્ય વર્ષકાર બંને દીવાના આછા પ્રકાશમાં ચર્ચા કરતા બેઠા હતા. ચર્ચાનો મુખ્ય વિષય હતો આમ્રપાલી. રાક્ષસ મગધ વિષે જાણવા આતુર હતો પરંતુ તે વર્ષકારને સીધી રીતે એવો પ્રશ્ન પૂછવા નહોતો ઈચ્છતો. કારણ કે તે જાણતો હતો કે વર્ષકારે જીવનના ઘણા વર્ષો સુધી મગધમાં મુત્સદીગીરી કરી હતી. એક પ્રશ્ન માત્રથી તે બધી વાત જાણી જાય અને સામેવાળાને ન કહેવું હોય તો પણ કહેવું જ પડે તેવી કુશળતા ધરાવતા હતા. એટલે જ બહુચર્ચાતી બાબતને લઈને વાતનો દોર હાથમાં લેવાનો તેણે પ્રયત્ન કર્યો. રાક્ષસે કહ્યું, ‘આ આમ્રપાલીનું શું કરવું?’
આમ્રપાલીની શરતો સાંભળીને બધાં આશ્ચર્યમાં ગરકાવ થઇ ગયા. વર્ષકાર પણ આભો બની ગયો. દશ સહસ્ત્ર મુદ્રા પણ ઘણી ગણાય અને એક કોટિ મુદ્રા તો સમગ્ર વૈશાલીના આંગળીને વેઢે ગણાય એટલા સમૃદ્ધ શ્રેષ્ઠીઓ પાસે જ હોઈ શકે.