આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૮)
એકધારી અથાગ મહેનત, ખંત અને એકાગ્રતાથી અનેક વિદ્યાઓમાં પારંગત થતી જતી આમ્રપાલીએ મહિનાઓ સુધી પ્રગતિ ચાલુ રાખી. અને એક દિવસ તેણે જાહેર કર્યું કે માયા-મહેલમાં તે આવતા મહિનાથી પોતાના પ્રણય-મિત્રનું સ્વાગત કરશે. જે વ્યક્તિ સહુ પ્રથમ એક કોટિ મુદ્રાઓ જમા કરાવશે તેની યોગ્ય તપાસ બાદ મારી સાથે આનંદમાં સહભાગી બની શકશે.