આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૮)
અમાત્ય રાક્ષસ વર્ષકારને વૈશાલીના કિલ્લાનો દરવાજો સોંપીને આવ્યા પછી વૈશાલીના લિચ્છવીઓને એકત્રિત કરવા મારતે ઘોડે સેનાપતિના આવાસે પહોંચ્યો. પરંતુ ‘જેનો સેનાપતિ આંધળો તેનું કટક કૂવામાં’ જેવી પરિસ્થિતિ તેણે સેનાપતિને ઘરે જોઈ. સેનાપતિના હાથમાં દારૂની બોટલ હતી… તેણે આખી રાત દારૂ ઢીંચ્યો હશે એમ લાગતું હતું.