Daily Archives: March 29, 2020


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૨૯) 4

વૈશાલી અને આમ્રપાલી જાણે એકબીજાના પર્યાયવાચી શબ્દો બની ગયા હતા. જ્યારથી આમ્રપાલી વૈશાલીની નગરવધૂ બની ત્યારથી વૈશાલીની હંમેશાં ચડતી જ થઇ હતી. તે પણ એક બે ક્ષેત્રોમાં નહીં, પણ તમામ ક્ષેત્રે. અને તેનો યશ આમ્રપાલીને ન મળે તેવું કેવી રીતે બને? તેણે વૈશાલી માટે શું નથી કર્યું? વૈશાલીમાં હંમેશા આમ્રપાલીની અને તેનાં કાર્યોની જ ચર્ચા ચાલતી રહેતી.