Daily Archives: July 12, 2020


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫) 1

ગણપતિનો પત્ર વાંચી પાષાણહૃદયી વર્ષકારની આંખો સજળ થઇ ગઈ. તેના ગળે ડૂમો બાઝી ગયો. થોડીવારે સ્વસ્થ થઇ સૂમસામ, કરુણ શાંતિનો ભંગ કરતાં તેણે સેનાપતિને સૂચના આપી: ‘ભલે બીજા કોઈનું નહીં પણ આ ગણપતિ અને તેમના કુટુંબીજનોનો અગ્નિસંસ્કાર અવશ્ય કરશો.’ અને તે ખિન્ન હૃદયે બહાર નીકળી ગયો.