આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૪૦) : અંતિમ 3
આમ્રપાલીએ જેટલી સહજતાથી વૈશાલીનું જનપદકલ્યાણીનું પદ સ્વીકાર્યું હતું એટલી જ સહજતાથી કેવળ તે પદ જ નહીં સઘળું ત્યાગી દીધું. બિંબિસાર ગયો તે પછી માયા મહેલમાં દેખાયો જ નહીં. આમ્રપાલીએ માયા મહેલ છોડતા પહેલાં ઘણી વ્યવસ્થા કરી. વિશાખા અને ધનિકાએ આમ્રપાલી સાથે જ રહેવાનો નિશ્ચય કર્યો હતો અને તેઓ પણ બુદ્ધનાં સંઘમાં જોડાઈને ભિક્ષુણી બની ગઈ.