શ્રીમદ ભગવદગીતા મુજબ સંસારની વ્યાધિઓના વિમોચનનો ઉપાય… – વિનોદ માછી 1
શ્રીમદ્ ભગવદગીતાનો પંદરમો અધ્યાય નાનો ૫રંતુ ખૂબ જ મહત્વનો છે. જીવ સ્વરૂ૫તઃ ૫રમાત્માનો અંશ હોવાથી ગુણાતીત હોવા છતાં ૫ણ અનાદિ અજ્ઞાનના કારણે ગુણોના પ્રભાવથી પ્રભાવિત થઇને ગુણોના કાર્યભૂત શરીર (સંસાર) માં તાદાત્મય.. મમતા અને કામના કરીને આબધ્ધ થયો છે. જ્યાં સુધી તે ગુણોથી અતિત (વિલક્ષણ) તત્વ ૫રમાત્માના પ્રભાવને જાણતો નથી ત્યાં સુધી તે પ્રકૃતિજન્ય ગુણોના પ્રભાવથી સર્વથા મુક્ત થઇ શકતો નથી. પોતાનો અત્યંત ગોપનીય અને વિશેષ પ્રભાવ બતાવતાં તથા વ્યવહારકાળમાં સંસારનું નિત્યત્વ અને સંસાર તાપત્રય વિમોચનનો ઉપાય બતાવતાં ભગવાન સંસારરૂપી વૃક્ષને અશ્વત્થની ઉ૫મા આપીને તેનું છેદન કરવાની આજ્ઞા આપે છે.