બાળવાર્તાઓ બાળકોને ભાવવિશ્વની અનોખી સફરે લઈ જાય છે, કલ્પનાના વિશ્વમાં લટાર કરાવે છે, પક્ષીઓ, પ્રાણીઓ અને અન્ય પાત્રોના માધ્યમ દ્વારા તેમને જીવનની ગળથૂથી પીવડાવવામાં આવે છે. ગુજરાતી ભાષાના માધ્યમથી બાળકોને એ ભાવવિશ્વનું સરનામું ચીંધ્યુ છે ગિજુભાઈ બધેકાએ, એ ગુજરાતી બાળકોની મૂછાળી માં છે.
ગુજરાતીમાં બાળસાહિત્ય વિશેની સમજનો અને બાળશિક્ષણની વ્યવસ્થિત પદ્ધતિનો પાયો નાખનાર આ લેખકે બાળકોના રસને પોષે, એમના કુતૂહલને ઉત્તેજે, એમની કલ્પનાને જાગૃત કરે, એમના વ્યક્તિત્વઘડતરનો અંશ બને એવું માહિતીપ્રદ છતાં આનંદપ્રદ સાહિત્ય કવિતા, વાર્તા, નાટક જેવા વિવિધ પ્રકારોમાં વિપુલપણે પ્રગટાવ્યું છે. આસપાસના જીવનમાંથી મળી આવતી સામગ્રીને સરલ અને આકર્ષક સ્વરૂપમાં રજૂ કરી બાળસાહિત્યની એક નવી દિશા ઉઘાડી આપી છે.
ગુજરાત ઉપર સ્વ. ગિજુભાઈ બધેકાનું અમીટ ઋણ છે. વીસમી સદીના ત્રીસીના દાયકા અગાઊના અને એ પછીના શિક્ષણ અધ્યાપન પધ્ધતિઓમાં ક્રાંતિકારી પરિવર્તનનો બધો યશ તેમને ફાળે જાય છે. એમના લખાણો સચોટ અને ઉપદેશોથી દૂર, સમજ આપનારા બની રહ્યાં છે. એમનાથી સ્થળ કાળથી દૂર અનેકોને તેનો લાભ મળ્યા કરે છે એ ખૂબ મહત્વની વાત છે.
પ્રસ્તુત સંકલન લોકમિલાપ દ્વારા પ્રકાશિત તેમની વાર્તાઓના સંકલન રોજેરોજનું વાંચન માંથી લેવામાં આવ્યું છે. તેમની પચીસેક બાળવાર્તાઓ અત્રે મૂકી છે, આશા છે ઈ-પુસ્તક સ્વરૂપે ગુજરાતી બાળસાહિત્યમાં થયેલા નગણ્ય યોગદાનને અહીંથી એક નવી શરૂઆત મળી રહેશે.
અક્ષરનાદ પર આ પુસ્તિકા ખૂબ લાંબા સમયથી મૂકાવા માટે તૈયાર હતી, પરંતુ સમયની ભારે ખેંચતાણને પગલે તેની પ્રસ્તુતિમાં, ઈ-પુસ્તક સ્વરૂપ આપવામાં થયેલ વિલંબને પગલે તે છેક હવે પ્રસ્તુત થઈ રહી છે.
– જીજ્ઞેશ અધ્યારૂ / ગોપાલ પારેખ, સંપાદક
આ ઈ-પુસ્તક અક્ષરનાદ ડાઉનલોડ વિભાગમાં આજથી ઉપલબ્ધ છે, ડાઉનલોડ વિભાગમાં જવા અહીં ક્લિક કરો.
I need to download some good books in Gujarati (Bodh Kathas).
જિગ્નેશભાઇની ગુજરાતી ભાષાને સમ્રુધ બનાવવાની આ પ્રવ્રુતિને
સો સો સલામ……
ગિજુભાઇની આ વાર્તાનો સગ્રહ ખુબ ગમ્યો….
આભાર. આવકારદાયક પ્રયાસ છે.
સાંપ્રત સાહિત્ય જેમ જ પ્રશિષ્ઠ સાહિત્યને પણ ‘ઇ’ સ્વરૂપે સરળતાથી મેળવી શકાય તે રીતે ઉપલબ્ધ કરવાનો અક્ષરનાદનો આ યજ્ઞ ખુબ જ પ્રશંસનીય છે.
આ પ્રવૃતિને વધારે વેગ મળે તે માટે શું કરતા રહેવું જોઇએ તે સમયાંતરે જો ચર્ચાતું રહે તો આ બાબતે ઘણી અસરકારક સફળતા મળી શકે.
Jignesh bhai gijubhai ni book download thati nathi help karjo
બાળપણથી જ વાંચનમાં રસ હોય એવું હવે ઓછું બને છે. ‘ઈ’ દુનિયાએ આ દુનિયાને ઝંખવી નાખી છે. મિયા ફૂસકી, તભા ભટ, અડુકિયો દડુકિયો, છેલ્ છબો. ટારઝન, મેન્ડ્રેક, વીર વિક્રમ, હાતિમતાઈ, ચંદાની સફરે, રસરંજન, ઝગમગ, બાલસંદેશ, જુલે વર્ન આવા કેટલાંય સાહિત્ય જગતના સીમા સ્તંભો હવે વણસ્પર્શ્યા રહે છે. કથિત પ્રગતિમાં ઘણું સારું પણ પાછળ રહી જાય છે. શું એને પ્રગતિની કીમત ગણવી કે પછી અનિવાર્ય અનિષ્ટ? સાચવીને જાળવીને આગળ લઇ જવામાં આવે તો આવી ચિંતા કરવાની જરૂર ન રહે. -હદ.
Pingback: » બાળવાર્તાઓ – ગિજુભાઈ બધેકા (ઈ-પુસ્તક ડાઉનલોડ) » GujaratiLinks.com