पूरब ने तूफान के आगे सिर झुका लिया
सब्र और गहरी लापरवाही के साथ,
उसने फौजों को सिर के ऊपर से गुजर जाने दिया
और फिर वह विचार में डूब गया
આવું કવિએ કહ્યું છે અને તેની પંક્તિઓ ઘણી વખત ગાવામાં પણ આવે છે. આ વાત સાચી છે કે પુર્વ કે પછી તેનો તે ભાગ જેને હિંદુસ્તાન કહેવામાં આવે છે તે વિચારમાં ડુબવાનું પસંદ કરતો રહ્યો છે અને ખાસ કરીને તે વાતો પર વિચાર કરવાનો તેને શોખ રહ્યો છે જેને થોડાક એવા લોકો જે પોતાને અમન પસંદ કહેશે, બેઢબ અને બેમતલબ સમજશે. તેને હંમેશા વિચાર અને વિચાર કરનારની (શ્રેષ્ઠ મગજવાળાઓની) કદર કરી છે અને તલવાર ચલાવનાર અને પૈસાવાળાને હંમેશા તેનાથી ઉંચા સમજવાની મનાઈ કરી દીધી છે. પોતાની પસ્તીના દિવસોમાં પણ વિચારનો તરફદાર રહ્યો છે અને તેનાથી તેને થોડીક હાશ મળી છે.
પણ આ વાત સાચી નથી કે હિંદુસ્તાને ક્યારેય પણ ધીરજની સાથે તોફાનની આગળ માથુ નમાવી દિધું હોય કે પછી વિદેશી ફૌજના માથા પરથી પસાર થવામાં લાપરવાહ રહ્યાં હોય. તેને હંમેશા તેનો સામનો કર્યો છે (ક્યારેક સફળતાની સાથે અને ક્યારેક અસફળતાની સાથે) અને જ્યારે તે અસફળ પણ રહ્યો હોય તો તેને પોતાની સફળતાને યાદ રાખી છે અને બીજા પ્રયત્ન માટે પોતાને તૈયાર કરતો રહ્યો છે.
તેને બે રીતો અજમાવી છે – એક તો એ કે તે લડ્યો છે અને તેને હુમલાખોરોને મારીને ભગાડી દિધા છે, બીજી એ કે જેને તે ભગાડી નથી શક્યો તેમને તેણે પોતાની અંદર સમાવવાનો પ્રયત્ન કર્યો છે. તેને સિકંદરની સેનાનો જોરદાર કામયાબી દ્વારા સામનો કર્યો અને તેની મોત બાદ ઉત્તરમાંથી તે સેનાને પણ મારીને ભગાડી દિધા હતાં જેમને યુઅનાનીયોને અહીંયા નિયુક્ત કરી રાખ્યા હતાં.
તે ઘણી પેઢીઓથી હુણો સામે લડતાં આવી રહ્યાં હતાં અને બાદમાં તેઓએ મારીને ભગાડી દિધા હતાં. અને જે બચી ગયાં તેમને પોતાની અંદર સમાવી લીધા હતાં. જ્યારે અરબીઓ આવ્યા ત્યારે તેઓ સિંધુ નદીની પાસે આવીને રહયાં. તુર્કી અને અફઘાનીઓ ખુબ જ ધીમે ધીમે આગળ વધ્યાં. દિલ્હીની ગાદી પર પોતાને મજબુતાઈથી કાયમ રાખવામાં તેમને વર્ષો લાગી ગયાં. જ્યાં એક બાજુ આ સંઘર્ષ ચાલતો રહ્યો અને બીજી બાજુ પોતાની અંદર સમાવવાની અને તેઓને હિંદુસ્તાની બનાવવાની ક્રિયા પણ ચાલુ રહેતી હતી જેનું પરિણામ એ હતું કે હુમલાવર તેમજ હુંદુસ્તાની બની જતાં હતાં જેવી રીતે કે બીજા લોકો.
અકબર મુખ્તલિફ તત્વોના સમંવયના જુના હિંદુસ્તાની આદર્શનો પ્રતિનિધી બની ગયો અને તે દેશવાળાઓને એક સામાન્ય કોમની અંદર લાવવાના પ્રયત્નમાં લાગેલો રહ્યો. તે બહારથી આવેલો હતો તે છતાં પણ તે હિંદુસ્તાનનો બની રહ્યો હતો તેથી હિંદુસ્તાને પણ તેને અપનાવી લીધો હતો. આ જ કારણ હતું કે તે સારૂ નિર્માણ કરી શક્યો અને તેને એક શાનદાર રાજ્યની સ્થાપના કરી.
(જવાહરલાલ નહેરૂના પુસ્તક ડિસ્કવરી ઓફ ઇંડિયામાંથી)
Learn from the Past.
Singing past does not help the progress of the future!
LIVING BY LEARNING AS MY MOTO.
http://www.yogaeast.net
http://www.bpaindia.org
ઈતીહાસ મારો બહુ જ પ્રીય વીશય છે. જવાહરલાલે આ કહ્યું છે, માટે તે માની લેવું તે તર્કશુધ્ધ નથી.
આ વીશય બહુ જ વીશદ છે. અહીં તેની ચર્ચા અસ્થાને તો છે જ. પણ તેનાથી પણ વધારે તે આપણા ભવ્ય ભુતકાળનાં ગાણાં આ લેખમાં ગવાયાં છે- જે મને સ્વીકાર્ય નથી.