એકડે એક થી દસ (બાળગીત) – રમેશ પારેખ 9


એકડો સાવ સળેખડો ને બગડો ડીલે તગડો
બંન્ને બથ્થંબથ્થા બાઝી કરતા મોટો ઝઘડો

તગડો તાળી પાડે ને નાચે તા તા થૈ
ચોગડાની ઢીલી ચડ્ડી સરરર ઊતરી ગઈ

પાંચડો પેંડા ખાતો એની છગડો તાણે ચોટી
સાતડો છાનો માનો એની લઈ ગયો લંગોટી

આઠડાને ધક્કો મારી નવડો કહેતો ખસ
એકડે મીંડે દસ વાગ્યા, ત્યાં આવી સ્કૂલ ની બસ

 – રમેશ પારેખ


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

9 thoughts on “એકડે એક થી દસ (બાળગીત) – રમેશ પારેખ