માનવીના દુકાળીયા દિવસો…. – રામ રામભાઇ 1


માનવીના દુકાળીયા દિવસો….

આજના માનવીને કદી સંતોષ થતો નથી, થશે તો ક્યારે તે ખબર નથી….
મારૂ મારૂ સૌ કરે છે,પણ લઈ જવાનો કાઈ નથી, લઈ જાય તો ખબર નથી.

                        આજના માનવીના દુકાળીયા દિવસો…..

ખબર બધી જ છે,પણ અજાણ્યો થઈ ફરે છે અને જાણીતાની ખબર નથી….
વિચાર સારા છે, પણ વિચારતો નથી, અને વિચારોની વ્યાખ્યા ખબર નથી.

                         આજના માનવીના દુકાળીયા દિવસો…..

લોભ કરે છે, કંજૂસ થઈ ફરે છે, પણ કંજૂસાઈ શા માટે ખબર નથી….
ક્રોધ કરે છે, ને શાંત થઈ ફરે છે, તો ક્રોધ આવે કેમ તે ખબર નથી.

                         આજના માનવીના દુકાળીયા દિવસો…..
                     
મોહ કરે છે,ને બેશરમ થઈ ફરે છે ને પ્રેમ કરવાની ખબર નથી….
મોજથી ફરે છે,પણ વિચારતો નથી કે મોજની રાહ સફર નથી.

                         આજના માનવીના દુકાળીયા દિવસો…..

આજે કલમનો સંતોષ થતો નથી, થશે તો ક્યારે ફરી લખીશું ખબર નથી….
મારૂ મારૂ સૌ કરે છે,પણ લઈ જવાનો કાઈ નથી, લઈ જાય તો ખબર નથી

                           આજના માનવીના દુકાળીયા દિવસો….. 

– રામ ભાઈ આહીર (મારા મિત્ર અને સહકાર્યકર, અમરેલી તાલુકો, ગામ ભેરાઈ ના વતની)

રામ ભાઈની આ પ્રથમ કવિતા છે અને મારા આગ્રહ પર તેમણે આ રચના કરી છે.


Leave a comment

Your email address will not be published. Required fields are marked *

 

One thought on “માનવીના દુકાળીયા દિવસો…. – રામ રામભાઇ